સોલા, અમદાવાદ ના તમામ ડોક્ટરો તેમજ અન્ય સ્ટાફ સમાજના તમામ લોકોની અને દર્દીઓની માનસિક તંદુરસ્તી સારી તેમજ સ્વસ્થ રહે તે માટે વિડિયો બનાવ્યો.

આંતરરાષ્ટ્રીય કલા સાહિત્ય ટેક્નોલોજી ધાર્મિક બિઝનેસ ભારત મનોરંજન રમત જગત રાજનીતિ વિશેષ સમાચાર

સાયકાઇટ્રી વિભાગ, જી. એમ. ઇ. આર. એસ. મેડિકલ કોલેજ, સંલગ્ન હોસ્પિટલ સોલા, અમદાવાદ ના તમામ ડોક્ટરો તેમજ અન્ય સ્ટાફ સમાજના તમામ લોકોની અને દર્દીઓની માનસિક તંદુરસ્તી સારી તેમજ સ્વસ્થ રહે તે માટે હંમેશા પ્રતિબદ્ધ છે.
અમારો વિભાગ આ લોકડાઉન ના સમયમાં પણ કાર્યરત છે અને અમારી બધી સેવાઓ જેમ કે કનસલ્ટેશન, આઉટડોર તેમજ ઇન્ડોર સારવાર, કાઉન્સેલિંગ, સાઇકોથેરાપી, વ્યસનમુક્તિ વગેરે ચાલુ છે.
અમારા ડોક્ટરો દ્વારા જે લોકો આ લોકડાઉન ના સમયમાં અમારા હેલ્થ સેન્ટર ની મુલાકાત નથી લઈ શકતા તેમના માટે એક નાનકડો વિડિયો બનાવ્યો છે અને તે આ તણાવભર્યા મહામારી ના સમયમાં સમાજના દરેક વર્ગના લોકોને માનસિક રીતે સ્વસ્થ તથા પ્રફુલ્લિત રાખવામાં મદદરૂપ બનશે. આ નાનકડો વિડિયો
સરળ તથા દરેક ને સમજાય તેવો છે અને તેનું શીર્ષક “COVID–19 ની વૈશ્વિક મહમારીના સતત આવતા સમાચારો ના સમયમાં સ્વસ્થ તેમજ પ્રફુલ્લિત કઈ રીતે રહેશો” છે.
સૌજન્ય

ડો. પ્રકાશભાઈ મહેતા (પ્રોફેસર તથા હેડ ઓફ ડિપાર્ટમેન્ટ)

ડો. રુચિરા ત્રિવેદી ( સિનિયર રેસીડેન્ટ)

ફિલ્મમાં ભાગ લેનાર:

ડો. નિકિતા રાવતાણી,
(PG– રેસીડેન્ટ)
ડો. પ્રશાંત બામણીયા
(PG– રેસીડેન્ટ)

સ્ક્રિપ્ટ: ડો. નિકિતા રાવતાણી

અનુવાદ: ભવ્ય મહેતા

કવિતા વાંચન: યજ્ઞા મહેતા

એડિટર: દીપક રાવતાણી

TejGujarati