સફેદરંગની ગરમીમાં વૈજ્ઞાનિક ઉપકારકતા – શિલ્પા શાહ, ડિરેક્ટર ઇન્ચાર્જ એચ. કે. બીબીએ કોલેજ.

આંતરરાષ્ટ્રીય ગુજરાત ટેક્નોલોજી બિઝનેસ ભારત મનોરંજન રમત જગત લાઇફ સ્ટાઇલ સમાચાર

આપણે જાણીએ છીએ કે દરેક રંગની પોતાની વિશિષ્ટ શક્તિ અને લાક્ષણિકતા છે, જેમ કે લાલ રંગ દિવ્યશક્તિ ને આકર્ષવાની ક્ષમતા ધરાવે છે તેમજ નકારાત્મક ગુણોનો નાશ કરે છે. તેથી જ પૂજામાં લાલ રંગનો વિશેષ ઉપયોગ થાય છે. તેવી જ રીતે પીળો રંગ ગરમીનો કારક છે, એટલે જ તો સૂર્યના કિરણોનો રંગ પીળાશ પડતો હોય છે. જ્યારે ચંદ્રના કિરણો સફેદ રંગના અને ઠંડકવાળા હોય છે. તમામ રંગોમાં ઉત્તમ રંગ સફેદ છે, વળી આપણે જાણીએ છીએ કે સફેદ રંગમાં સાતે સાત રંગ સમાયેલા હોય છે. સફેદ રંગ અને ચંદ્ર વચ્ચે ઘનિષ્ઠ સંબંધ છે. બંનેને મન સાથે સંબંધ છે. ચંદ્ર મનનો સ્વામી છે. ચંદ્ર સૂર્યના પ્રખર કિરણોને ઝીલી તેને શીતળ બનાવે છે. જે કિરણો ખૂબ ઔષધીતત્વયુક્ત હોય છે. ચંદ્રના કિરણો માનસિક શક્તિ વધારે છે. આપણે જાણીએ છીએ કે શરીર બળ કરતાં પણ વધુ શ્રેષ્ઠ મનોબળ છે જે અશક્ય માં અશક્ય કાર્યને સંભવ કરે છે. ચંદ્રકિરણોના તમામ વિશિષ્ટ ગુણધર્મો સફેદ રંગ પણ ધરાવે છે. સફેદ રંગ કીટાણુઓનું અપાકર્ષણ કરે છે જેથી કીટાણુ સફેદ રંગથી દૂર ભાગે છે. એટલા માટે જ હોસ્પિટલોમાં ચાદર, નર્સના કપડાં,ડોક્ટરના એપ્રન વગેરે સફેદ હોય છે. સફેદરંગ સૂર્યના કિરણોનું પરાવર્તન કરે છે જેથી ગરમીમાં વધુ રહેનાર માટે સફેદ રંગ આવશ્યક અને આશિર્વાદરૂપ છે. જે શરીર અને મન બંનેને ગરમીથી બચાવે છે. એ દ્રષ્ટિએ ભારત જેવા ગરમ દેશમાં નિયમિત સફેદ કપડાં પહેરવા ખૂબ ફાયદાકારક છે. જે વ્યક્તિની માનસિક સમતુલા જાળવવામાં ખૂબ ઉપયોગી છે. આમ સફેદ રંગ શાંતિનો કારક હોવાથી જ મૃત્યુ પ્રસંગે કે બેસણામાં સફેદ કપડાં પહેરવાનો આપણા ત્યાં રિવાજ છે. કેમ કે સફેદ રંગ માનસિક ઉશ્કેરાટ, હતાશા કે શોક દૂર કરવામાં ઉપયોગી છે. એટલા માટે જ કદાચ સન્યાસીઓ અને જૈન સાધુ સાધ્વીજીઓ સફેદ વસ્ત્રોને પ્રાધાન્ય આપે છે. આજ કારણસર કદાચ આપણા રોજિંદા જીવનમાં પહેરાતા વસ્ત્રો જેવાકે ધોતિય, બંડી, પેટીકોટ વગેરે માત્ર સફેદ રંગના રાખવામાં આવે છે. એક સર્વે પ્રમાણે અન્ય કલરની ગાડી કરતા સફેદ રંગની ગાડીના અકસ્માત ઓછા થાય છે. ગ્લોબલ વોર્મિંગના જમાનામાં ચંદ્રકિરણો અને સફેદરંગ આશિર્વાદ સમાન છે. આ જ તર્ક ચંદ્રના પ્રતિનિધિ સ્વરૂપ ચાંદીને પણ લાગુ પડે છે. ચાંદી વ્યક્તિના શારીરિક અને બૌદ્ધિક વિકાસમાં ખૂબ ઉપયોગી છે. જેથી ચાંદીના વાસણોમાં જમવા કે ચાંદીના ગ્લાસમાં પાણી કે દૂધ પીવાથી મનને ખૂબ શાંતિ પ્રાપ્ત થાય છે. વળી શરીરને ઠંડક મળે છે. સ્ત્રીઓ પુરુષો કરતાં માનસિક રીતે નબળી હોય છે જેથી ત્વરિત રડી પડે છે તેઓને માટે ચાંદીના ઘરેણાં પહેરવા અતિ આવશ્યક છે જે તેને માનસિક બળ પૂરું પાડવામાં મહત્વનો ભાગ ભજવે છે. આપણા શરીરના ઉર્જાસ્વરૂપ સાત ચક્રો પોતાના વિશિષ્ટ ગુણો અને રંગો ધરાવે છે. જેમ કે સહસ્ત્રારચક્ર જાંબલી રંગ, આજ્ઞાચક્ર લીલો રંગ, વિશુદ્ધચક્ર વાદળી રંગ, હૃદયચક્ર લીલો રંગ, મણિપુરચક્ર પીળો રંગ, સ્વાધિષ્ઠાનચક્ર નારંગી કલર અને મૂલાધાર ચક્ર લાલ કલર. તેથી જ કદાચ શરીરની તંદુરસ્તીમાં રંગ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. કોઈપણ રંગની ઉણપ બીમારીનું કારણ બની શકે છે. વળી તે રંગના ખાદ્ય પદાર્થ કે દવા લેતા ફાયદો થાય છે. રંગ વ્યક્તિના મૂડ અને મનની સ્થિતિ સ્થાપિત કરવામાં મુખ્ય ભૂમિકા ભજવે છે. રંગની લાગણીઓ પર પણ ઘેરી અસર પડે છે. બધા રંગો જોડાય ત્યારે સફેદ પ્રકાશ બને છે. સફેદલાઇટમાં કાર્ય કરવાથી એકાગ્રતા સધાય છે. ટૂંકમાં સફેદ કલર શાંતિ અને એકાગ્રતાનો કારક છે. સફેદ રંગ ઉપરનો પ્રેમ એ વ્યક્તિનો શાંતિપ્રિય સ્વભાવ દર્શાવે છે. જેમ પ્રકૃતિપ્રેમીને લીલો રંગ ખૂબ પસંદ પડે છે. રંગ આત્માની ભાષાઓમાની એક છે એટલે કે રંગની ભાષા આત્મા સમજે છે. રંગની પસંદગીના આધારે વ્યક્તિના સ્વભાવનો નિર્ણય લઇ શકાય છે. રંગ આપણા દ્રષ્ટિકોણને અસર કરે છે તેમ જ શરીરમાં પ્રવાહ અને ઉર્જાના જથ્થાને પ્રભાવિત કરે છે. વ્યક્તિની અધ્યાત્મિક ઓળખ તેના આભામંડળથી થાય છે અને સંપૂર્મ સફેદ રંગનં્ આભામંડળ વ્યક્તિની પવિત્રતા દર્શાવે છે. ટૂંકમાં સફેદ કલર શાંતિનો કારક અને ગરમીમાં ઉપકારક છે.

TejGujarati