માસ્ક પહેરવો અનિવાર્ય છે – ડો. મુકેશ બાવિશી 09.04.20

સમાચાર

સ્ટે હોમ – સ્ટે સેફ
લોકડાઉન દરમ્યાન જરૂરી સામાન
લેવા બહાર નીકળવાનું થાય ત્યારે
માસ્ક પહેરવો અનિવાર્ય છે

એને વાહન ચલાવતા પહેલા પહેરી લેવો જોઈએ
માસ્ક નાક પર મૂકી, ઉપરની કલીપ દબાવો.
માસ્ક રાઉન્ડ બેન્ડ વાળા હોય તો તેને કાન ફરતે ભરાવી દો.
જો લેસ વાળા હોય તો –
બંને લેસ પાછળ ટાઈટ બાંધો – લુઝ ન રાખો
આ સ્ટેપ અગત્યનું છે.

નાક ખુલ્લું ન જ રાખો.

તમારી આજુબાજુ કોઈ વ્યક્તિ કે દુકાનદાર
નાક ખુલ્લું રાખી તમારી સાથે વાત કરે
તો તેને નાક પર માસ્ક ચઢાવ્યા બાદ જ વાત કરવા કહો.
માસ્ક નીચો રાખવાથી તેનો પરપઝ માર્યો જાય છે.
નાક પર સહેવાતું ન હોવાથી આપણે
કારમાં બેઠા પછી એને ઉતારી દઈએ છીએ
એ ડેંજરસ છે.
કારણકે ઉતારવા ચઢાવવા માટે
તમે તેને ટચ કરો તો
કોરોના વાઇરસ હાથ પર લાગી શકે છે.
આ બધી શક્યતાઓ છે
પણ આ શક્યતાઓને અવગણવાથી
અમેરિકા જેવા દેશોમાં લાખો લોકોને
કોરોના વાઇરસનું ઇન્ફેક્શન થયું છે.

સર્જન હોવા છતાં માસ્ક પહેરી રાખવાનું
મને ફાવતું ન હતું છતાં એનું મહત્વ સમજી
મેં માસ્ક સાથે એડજસ્ટ કર્યું છે.
આ જરૂરી છે.

માસ્ક માત્ર તમારી હાજરીમાં કોઈ
ખાંસે કે છીંકે તેનાથી જ રક્ષણ માટે છે
એવી ગફલતમાં ન રહેશો.
તમારી પહેલા એ દુકાનમાં કે એ જગ્યાએ
કોઈ ખાંસી કે છીંકીને ગયું હશે
એની તમને જાણ ન હોય, અને
એનાથી સંભવિત સંક્રમણ થઇ શકે
એનાથી પણ બચવા માટે માસ્ક છે.

ઉતારતી વખતે માસ્કને ટચ ન કરો
નીચેની લેસ પહેલા ખોલો
ઘણા લોકો ઉપરની લેસ ખોલી માસ્કને શર્ટ પર લટકવા દે છે
એનાથી સંભવિત કોરોના વાઇરસ માસ્કપરથી શર્ટપર જશે
માટે નીચેની લેસ પહેલા ખોલો
અને ઉપરની ગાંઠ સાથે અથવા ખોલીને
એને ડસ્ટબિનમાં ડિસ્પોઝ કરી દો.
વોશેબલ માસ્ક હોય તો ક્યાંય બીજે કાઢ્યા વગર એને
વોશમાં નાખી દો.
માસ્કને વોશમાં નાખતા સુધી પહેરી રાખો
એને કાર-સીટ પર કે ટેબલ પર મુકવાથી
કોરોનાનું સંભવિત સંક્રમણ થશે.
એનાથી ઘરની બહાર ન ગયેલા સ્વજનોને પણ
લાગી શકે છે.

માસ્ક બાબતે કે
હાથ ધોવા કે સેનિટાઇઝ કરવા બાબતે
કરકસર ન કરશો.
એમાં લાંબા ગાળે વધુ નુકસાન છે.
સરકાર દ્વારા પકાશિત સુચનોનું પાલન કરો
એ આપણા જ લાભમાં છે.

કોરોના વાઇરસના ઇન્ફેક્શન બાબતમાં
આપણી માહિતી હજુ અપૂરતી હોવાથી
આપણે એક ફ્રન્ટપર નહીં
તમામ ફ્રન્ટ પર તકેદારી રાખવાની રહેશે.
વધુ પડતી લાગતી તકેદારીથી જ
આપણે આ જંગ જીતી શકીશું.

Jai Hind!
-ડો મુકેશ બાવિશી 09.04.20

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •