કોબા ગામના સરપંચશ્રી યોગેશભાઈ નાઈ તરફથી પોલીસ જવાનોની તંદુરસ્તી માટે પૌષ્ટિક તેવું લીંબુનું શરબતની વ્યવસ્થા કરવામાં આવી.

સમાચાર

સમગ્ર વિશ્વ કોરોનાની મહામારીથી ત્રાહિમામ થઈ ચૂકયા છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ૨૧ દિવસ માટે lockdown એટલે કે સ્વયંભૂ બંધનું એલાન આપવામાં આવેલું છે, આ બંધના એલાનમાં ચુસ્તપણે અમલ કરાવવા માટે 24 કલાક પ્રજાની સલામતી અને સુરક્ષા માટે ખડે પગે ફરજ બજાવતા પોલીસ જવાનો માટે કોબા ગામના સરપંચ શ્રી યોગેશભાઈ નાઈ તરફથી પોલીસ જવાનોની તંદુરસ્તી માટે પૌષ્ટિક તેવું લીંબુનું શરબતની વ્યવસ્થા કરવામાં આવી હતી. જનસેવા એ જ પ્રભુસેવા ના ઉદ્દેશ્ય સાથે કોબા ના સરપંચ યોગેશભાઇએ પોલીસ જવાનોને શુભેચ્છાઓ આપી હતી.

TejGujarati