જામનગરમાં પ્રજાની રક્ષા માટે હનુમાન સાબિત થઈ રહેલ પોલીસ કર્મીઓનું સોસાયટીની મહિલાઓ દ્વારા કરાયું અભિવાદન.- સંજીવ રાજપૂત જામનગર:

સમાચાર

ભારતમાં કોરોનાનો કહેર વધી રહ્યો છે ત્યારે સમગ્ર ભારતમાં લોકડાઉન ની જાહેરાત કરવામાં આવી ત્યારે લોકો પૂર્ણતઃ લોકડાઉન નો અમલ કરે તે માટે ચોવીસ કલાક રાત દિવસ સમય ને ના જોતા સતત કાર્યશીલ સજાગ એવી ગુજરાત પોલીસ શાંતિ અને સુરક્ષા સાથે સાથે સેવા માં પણ જોડાઈ તતપર જોવા મળી રહી છે. ઘરના તમામ સભ્યો અને પ્રશ્નોને ભુલી ખડેપગે પોલીસકર્મીઓ ગુજરાતની પ્રજાના રક્ષણ માટે પોતાની ફરજ બજાવી રહ્યા છે અને લોકોને પોતાના સ્વાસ્થ્ય સચવાય તે માટે તેમને ઘરે જ રહેવા અપીલ કરી રહ્યા છે. આવા સમયમાં પ્રજા નું સુરક્ષા અને શાંતિ સાથે ધ્યાન રાખતી જામનગર શહેરના ગુલાબ નગર પોલીસ ચોકી ખાતે રાત દિવસ પ્રજા માટે ખડેપગે ફરજ બજાવનાર અને સુરક્ષા રૂપી ભગવાન હનુમાન સાબિત થનાર પોલીસ કર્મીઓનું હનુમાન જયંતીની રાત્રે ગુલાબનગર સત્ય સાંઈ સોસાયટીની મહિલાઓ દ્વારા આ કપરા સમયમાં તેઓની રક્ષા કાજે ઉભા રહેવા અને તેમના આ કાર્ય બદલ તેમનું સ્વાસ્થ્ય જળવાઈ રહે અને લોકોને મળી રહેલ શાંતિ અને સેવા બદલ વિજય તિલક કરી પુષ્પ અર્પણ કરી સન્માન કરવામાં આવ્યું હતું અને નાની બાળા દ્વારા તમામ પોલીસ કર્મીઓનો તેમની ઉત્કૃષ્ટ સેવા અને ફરજ બજાવવા બદલ આભાર પ્રગટ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત બુંદી અને ગાંઠિયા નો પ્રસાદ તમામ પોલીસકર્મીઓને વહેંચવામાં આવ્યો હતો. પોલીસ પ્રજા માટે મિત્ર બની પૂર્ણ સહકાર સાથે સેવા અને સુરક્ષા પુરી પાડી રહી છે જે દરેક નાગરિક માટે ગર્વની વાત કહી શકાય આજે કોરોનાના મહાસંકટ સમયમાં ગુજરાત પોલીસ યમદૂત બની ઉભરતી જોવા મળી રહી છે અને રાત દિવસ ભૂલી સતત પ્રજા માટે કાર્યશીલ જોવા મળી રહી છે તો બીજી તરફ જામનગરના બાહોશ અધિકારીઓ એવા એસપી શરદ સિંઘલ, એએસપી સફિન હસન ડીવાયએસપી ચિરાગ દેસાઈ, પીઆઇ વાળા તેમજ ગુલાબનાગર પોલીસ ચોકી ખાતે 24 કલાક પ્રજા માટે પોતાની ફરજ બજાવી રહેલ પોલીસ કર્મીઓ ભીખુભા ઝાલા, હિતુભા જાડેજા અને સમગ્ર પોલીસ ટિમ સતત સુરક્ષા માટે રાત દિવસ એક કરી રહી છે જે જોતા સમગ્ર ગુજરાત અને જામનગર પોલીસ કર્મીઓ માટે ગર્વની પ્રતીતિ થાય એમાં કોઈ બેમત નથી. ધન્ય છે એવા તમામ પોલીસ કર્મીઓને જેમના અથાગ પ્રયત્નથી ગુજરાતની પ્રજા સુરક્ષા શાંતિ અને સેવાનો અનુભવ કરી રહી છે. એક સલામ જામનગર પોલીસ કે નામ..?

TejGujarati