#લોકડાઉન_ના_પંદર_દિવસ_મારી_દ્રષ્ટિએ,,
૨૨ માર્ચ ને રવિવારે આપણે સૌએ #આદરણીય #વડાપ્રધાનશ્રી_નરેન્દ્રભાઈ_મોદીએ આપેલ આહ્વાન મુજબ.. મેડિકલ, પોલીસ અને સફાઈ કર્મયોગીઓને તથા કોરોના સામેની લડાઇમાં સામેલ તમામ #વોરીયર્સ ના ખૂબજ સરાહનીય રીતે #વધામણા કર્યા..
પણ મારે અહીં એક અલગ જ વાત કરવી છે.. વાત કદાચ લાંબી લાગશે પણ છે મુદ્દા ની..
#અથર્વ..
મારા વ્હાલીડા #માધવ ના આ ફોટાઓમાં સમગ્ર ભારતવર્ષ ના લાખો બાળકો પ્રતિબિંબિત થાય છે..
#અથર્વ હજુ તો ૨૭ મહિના એટલે કે બે વર્ષ ત્રણ મહિના ની જ ઉંમર નો થ્યો છે..
લોકડાઉન ના પ્રથમ દિવસે સવારે ચા/પાણી/નાસ્તા બાદ રાબેતા મુજબ મારો હાથ પકડી ને કહે હાલ્લો.. (કુતરા ને બિસ્કીટ નાખવા અને વોકીંગ કરવા જે અમારો નિત્ય ક્રમ છે)
મેં ના પાડી તો થોડી જીદ્ કરીને રડ્યો.. એટલે હું તેને મારા ઘરના દરવાજા પાસે લઈ ગયો અને શેરી ના કુતરાઓને બિસ્કીટ ખવડાવી ત્યાં જ પાંચેક મિનિટ રમ્યા..
#રામ ની સ્કુલ પણ બંધ હોવાથી તેમની કંપની પણ અમને મળી.. આવું ચાર/પાંચ દિવસ ચાલ્યું, થોડી જીદ્, થોડું રડવાનું..
હવે આવી મુદ્દા ની વાત કે #અથર્વ એ સમજણ કેળવી લીધી..
બસ સોસાયટીની દુકાને હું કાંઈ જીવનજરૂરી ચીજવસ્તુઓ લેવા જઉં ત્યારે મારી સાથે આવવા ની તેની ઉત્સુકતા તેના ચહેરા પર સ્પષ્ટ રીતે જોઈ શકાય.. પણ હું ના પાડું એટલે તૂરત જ સોફા માં બેસી જાય.. બહાર થી આવી ને હું હાથ-પગ ધોઉ અને સેનેટાઈઝર લગાડું એટલે તે પણ તે જ રીતે કરે,,
હવે તો છેલ્લા દસ દિવસથી #દાદા_દાદી અને અમારા #રામ_માધવ બસ ઢગલોએક રમકડાં, ટીવી, મોબાઈલ અને ગેલેરી નો અમારો હિંડોળો તેથી જ આખો દિવસ ઘરમાં એટલે ઘરમાં જ હો..
#આ_દસ_દિવસ_નું_મારૂં_તારણ,,
જે કદાચ મોટા ભાગના બાળકો માં પણ બન્યા હોય એવું પણ બને ખરું કે..
આ મહામારી ના કપરા દિવસો માં તેઓ તેમના મિત્રોને મિસ કરતા હશે..
તેમની સ્કૂલ અને તેમના સહાધ્યાયીઓ યાદ આવતાં હશે,
સ્કૂલ/ટ્યુશન બાદ સોસાયટીમાં ક્રિકેટ કે ફૂટબોલ મેચ રમવા જવાનું કેટલું યાદ આવતું હશે., સોસાયટીના એ રમતગમતના મેદાનમા આ ભુલકાઓની ચિચિયારીઓ વિના કેટલો સન્નાટો હશે..
નાના ટેણીયાઓને સાંજે શેરી માં ત્રણ પૈડાં વાળી સાયકલ થી ધમાચકડી મચાવવા માટે કેટલો વલવલાટ હશે.. (અમારી શેરીના અથર્વ જેવડા બાળકો પોતાના દાદા, દાદી કે મમ્મી, પપ્પા ના ખભા પર બેસી ને દરવાજા પાસેથી એકમેકને ટગર ટગર જોયા કરે છે.. બીજું કરી પણ શું શકીએ)
આ રીતે રાતોરાત તેમની દુનિયા બદલાઈ ગઈ.. તેઓ બદલાઈ ગયા.. #અહ્હા_કેટલું_પરિવર્તન,,
આ સિવાય પણ ઘણુંબધું હોય શકે છે.. તમે પણ જણાવી શકો છો.
#માનવી_પડે_તેવી_સારી_વાત..
#અથર્વ ની ઉંમર ના બાળકોએ ઘણીજ સમજણ કેળવી લીધી,
#રામ ની ઉંમર ના બાળકો સમય કરતાં ઘણાં વહેલા પરિપકવ બન્યા..
સમય સંજોગો પ્રમાણે પરિવર્તન સ્વીકારતા થયા,,
આવી તો ઘણી બધી બાબતો આ દિવસો દરમિયાન બની હશે..
તમે પણ તમારા બાળકને આવું બધું ફીલ કરતા જોયું હશે..
એટલે હું કોઈ ને #ટેગ કરીને #Challenge નથી આપતો પણ તમે તમારા બાળકના ફોટા અને તેમનામાં આવેલ પરિવર્તન ની માહિતી શેર કરશો તો મને ખૂબ ગમશે..
#કારણકે એજ ટીવી,
એજ કોરોનોલોજી ના જ્ઞાન નું પ્રસારણ..
એજ મોબાઈલ નું,
વોટ્સએપયુ ઘમસાણ..
આપણાં સૌની કસોટી ની એરણે ચડ્યું છે.. તો આ બધા તો #પારિજાત ની #કોમળતા જેવા #પહુ છે.. #ધન્યવાદ છે કોરોના ના #અનસંગ_હિરોઝ_એવા_વોરિયર્સ_ને.
#અંતત:
જો તમને મારી આ પોસ્ટ ની લાગણીસભર વાત ગમી હોય તો..
આવો આપણા આ #અનસંગ_હિરોઝ ને સામે ઉભા રાખીને સૌ પરિવારજનો સાથે #તાળીઓ ના #ગડગડાટ થી વધાવીએ..
આપણાં #આલિંગન માં જકડી ને #વ્હાલ વરસાવીએ..
આ તબક્કે હું મને બાળકો માટે આવું લખવા માટે જેમની વોટ્સએપ પોસ્ટ માંથી પ્રેરણા મળી છે તેવા મારી દિકરી #Falguni મારા પુત્રવધુ #Payal તેમજ Above all અમારા પ્રજા પરિવાર ના મુખિયા અને વોટ્સએપ ગૃપ ને સામાજીક ક્ષેત્રે અલગ રીતે જ પ્રવૃત્તિઓ ની અનન્ય મિશાલ બનાવનાર My dearest #Praja_Prakash_Jadawala નો આભારી રહીશ.
#મને_મારા_બાળકો_માટે_ગૌરવ_છે_અને_હરહંમેશ #રહેશે.
જય હિન્દ,
વંદે ભારત માતરમ્..
સમગ્ર ભારતવર્ષ ના બાળરાજાઓને લાખો સલામ.
*ડો. મુકેશ નિમાવત જામનગર..*
તા : ૯/૪/૨૦૨૦ ગુરુવાર.
?❤?❤?❤?