લોક ડાઉન ને કડક બનાવવામાં તંત્ર સાઇલેન્ટ કરીઅર ને શોધવામાં પાછળ રહી ગઈ છે. – કલગી રાવલ.

આંતરરાષ્ટ્રીય કલા સાહિત્ય ટેક્નોલોજી ધાર્મિક ભારત રમત જગત રાજનીતિ સમાચાર

ગુજરાત માં લોક ડાઉન સમય દરમિયાન આરોગ્ય વિભાગ અને સરકારે કોરોના ના કેસો શોધવા માં ટ્રેકિંગ, ટ્રસિંગ અને ટેસ્ટીંગ ના બદલે વિદેશ થી આવેલા પ્રવાસીઓ ને corintine માં રાખવા અને લોક ડાઉન નો કડક અમલ કરાવવામાં જ 15 દિવસ પસાર કરી દેતા હવે ગુજરાત માં થી લોકલ ટ્રાન્સમિશન અને સાઇલેન્ટ કરીઅર ના કેસો વધવા લાગ્યા છે,
લોક ડાઉન ના પ્રથમ દિવસ થી જ સરકારે corontine ના બદલે આંતર રાજ્ય અને બીજા જિલ્લામાં હેરફેર કરનાર પર ધ્યાન કેન્દ્રિત કર્યું હોત તો સાઇલેન્ટ કરીઅર પણ શોધવો સહેલો પડી શકે તેમ હતો.
બીજા રાજ્યો અને અન્ય દેશોમાં તો લોક ડાઉન દરમિયાન વિદેશી પ્રવાસીઓ ની સાથે લોકલ સંક્રમણ અને પોઝિટિવ કેસો વાળા વિસ્તારો ની સાથે તેના કનેક્શન શોધી કાઢવા લાગ્યા હતા તો ગુજરાત સરકાર દ્વારા corntine ની સાથે અલગ અલગ વિસ્તાર અને શંકાસ્પદ લોકો ને ટ્રેસ કરવા ની સાથે, પોઝિટિવ દર્દીઓ ની હિસ્ટ્રી અને તેના સંપર્કો ને ટ્રેક કરવા અને તેમના ટેસ્ટ કરવામાં બહુ ઢીલી નીતિ અપનાવી હતી જેના લીધે કોરોના પોઝિટિવ ના દર્દીઓ શોધવા મુશ્કેલ પડી ગયા હતા, હોવી જ્યારે એકાએક ગુજરાત માં અલગ અલગ હોટ સ્પોટ વધવા લાગ્યા તયારે કલસ્ટર અને કન્ટેનમેન્ટ કરી ને હેલ્થ ચેકઅપ શરૂ કર્યું છે પરંતુ બહુ મોડું થઈ ગયું છે
ગુજરાત માં હાલ ની કોરોના ની સ્થિતિ જોતા, સાઇલેન્ટ કરીઅર એટલે કે બીજા રાજ્ય કે જિલ્લામાં થી આવેલા લોકો ને 5 થી7 દિવસ પછી કોરોના પોઝિટિવ ના લક્ષણો બહાર આવી રહ્યા છે, જેના કારણે આ કરીઅર 7 દિવસ માં અનેક લોકો ને ચેપ લગાડી ચુક્યા હોય છે, તેથી ગુજરાત સરકાર દ્વારા શરૂઆત થી જ બીજા રાજ્ય કે જિલ્લામાં થી આવેલા લોકો ને અલગ તારવી ને તેમનું ચેકઅપ કર્યું હોત તો ગુજરાત માં કોરોના પણ વહેલો કાબુ મેળવી શકાયો હોત..

TejGujarati