“અમે ઇચ્છ્યું એવું.”કવિશ્રી માધવ રામાનુજ. – વિજયસિંહ ચાવડા.

સમાચાર

અમે ઇચ્છ્યું એવું………
કવિ Shri માધવ રામાનુજની આ કવિતા ગુજરાતી સાહિત્યની એક અમર કૃતિ છે.ઇચ્છાઓ અમર છે દરેક વ્યક્તિ ને જીવનમાં કંઇક ને કંઇક મેળવવાની ઇચ્છા
જરૂર હાેય છે.દરેક વ્યક્તિ ઈશ્વર પાસે માેટાભાગે પાેતાને ધનસંપતિ બંગલા્ ગાડી્ વૈભવ મળે તેવી જ ઇચ્છા ધરાવતાે હાેય છે.પરંતુ પ્રસ્તુત કાવ્યમાં કવિ એનાથી બે ડગલા આગળ વધીને કહે છે તેઓને આ વિશ્વની અબજાેની વસતીમાં ધન વૈભવ ગાડી બંગલા્ સુખ સંપતિ નથી જાેઇતા પરંતુ કવિને તાે એક એવા ઘરની તલાશ છે જે ઘરે તેઓ સહજ રીતે કાેઇપણ કારણ વગર પણ જઇ શકે. કેટલીક વસ્તુઓ સતત સઘનરીતે સમજવા છતાં વણ ઉકેલેલા કાેયડાની જેમ અખંડ રહી જાય છે. તેવી જ એક ઘટના છે માણસનું માણસને ખાેળવું. આખા દેશ અને દુનિયામાં કયાં છે એવા માણસાે કયાં છે એવા ઘરાે જયાં પાેતીકાે ભાવ હાેય ! ગમે તેવા નિકટતમ સંબધ હાેય અને તમે અમસ્તા જ જાઓ તાે પણ થાેડીવાર પછી તેઓ અચુક પુછશે કેમ આવવું થયું ?
શહેરાેની ઉંચી ઉંચી ઇમારતાેમાં વસતા માણસાેએ પરસ્પર વિશ્વાસ ગુમાવી દીધાે છે.બારણાં પણ બિડાયેલા રહે છે અને મન પણ! આજના અવસર પણ લાેકાે ઘરે કરવાનાં બદલે લકઝરી હાેટલાે અને ખાનગી એજન્સીઓને આપી માણસને સામાજિકપા્ણી માંથી વ્યવસાયીકપા્ણી બનાવી દીધેલ છે.કાેઇ ઘરે આવે જ નહી.જેના પરીણામે માણસ માણસથી દૂર થતાે ચાલ્યો છે.સંબધાે પણ સંપતિનાં માેહતાજ થઇ ગયા છે.લાેભામણી વાતાે દેખાદેખી સ્વાર્થવૃત્તિ ઇષાઁવૃતિ એ માઝા મુકી છે.જેવી સંપતિ એવા સંબધાેની રખાવટ થઇ ગઇ છે.અને એટલે જ કવિને એક એવા ઘરની શાેધ છે જયાં કશા કારણ વિના પણ જઇ શકાય. સવાલ એ છે કે આ વિશ્વમાં આવું કાેઇ ઘર મળી શકે ખરું? સ્વાભાવિક છે કે કવિને એવું ઘર તાે ક્યાંથી
મળે જયાં નિ:સ્વાર્થભાવે કાેઇ ઓવારણા લેવા રાહ જાેતું ઊભું હાેય! અને એટલે એવું
આંગણું પણ ક્યાંથી મળે જયાં અકારણ શૈશવ મળ્યાની અનુભૂતિ થાય!
પે્મ અને પ્ કૃતિ કવિની કવિતાના મુખ્ય
વિષય રહ્યા છે.જયારે મનથી મન વાત કરતું હાેય અને હદયથી હદય વાત કરતું
હાેય ત્યારે પરસ્પર કાેઇ અંતર ઉભયપક્ષે હાેતું નથી. પે્મની આ વિશિષ્ટ અનુભૂતિ પણ કેવી છે જયાં કેમ છાે? તેવું પુછવાનાે કાેઇ મતલબ નથી કારણ કે જાેજનવા દૂર પણ મનથી મન સુધી મળી લેવાતું હાેય છે.પે્મ એ ત્યાગ છે્ સમર્પણ છે્ અનુભૂતિ છે્ ઉમિઁઓનું ગામ છે્ પે્મ એ પૂજા છે્પે્મએ
કરાર નથી વચન છે્ પે્મ એ વિકાસ છે અને વિકાસ એ જ જીવન છે વિકાસ નાે અભાવ એટલે જ મૃત્યુ. કવિને આવાે પે્મભયાઁ સાથ એક ભવનાે નહી પરંતુ ભવેભવનાે જાેઇએ છે.એટલે કવિની માનસિકતા ક્ષણિકની નહી પરંતુ ચિરંજીવી છે.
જ્યારે પરસ્પર એકમેકમાં એકાકાર ભાવ જાગે છે ત્યારે આમંત્રણને અવકાશ જ રહેતાે નથી જવાનું જ હાેય છે કાેઇ બાેલાવે નહીં તાે પણ.ભાવ નિરૂપણમાં કવિની આ ભાવના કેટલું બધુ નિરાડંબરપણું દર્શાવે
છે.સાંપ્ ત સમયમાં લાેકાે જ્યારે અભિમાનની હીન ભાવનાથી પીડાય છે ત્યારે કવિએ અહીં એ પીડાથી ઉપર ઉઠી પાેતાની ઇચ્છાને સરળ અને સહજ રીતે સુપેરે વ્યક્ત કરી છે.વસંત કરતાં પાનખર ઋતુ કવિને વધારે અસર કરી ગઇ છે એટલે જ કોયલના એક ટહુકામાં જ રુંવે રુંવે પાનખર ના આગમનના શબ્દ સંભળાય તેવી કવિએ ઇચ્છા વ્યક્ત કરી છે.
આ “હળવા તે હાથે ઉપાડજાે રે અમે કાેમળ કાેમળ”ના કવિ છે એટલે મૃત્યુ નાે તાે એમને કાેઇ ડર નથી. પરંતુ તે પહેલા તેમની જે ઇચ્છાઓ છે—ગામ શહેર દેશથી પણ ઉપર ઉઠી આખા વિશ્વમાં ફકત એક જ ઘર એવું મળે જયાં અકારણ જઇ શકાય,?એક નગર મળે જયાં અજાણ્યા
થઇ શકાય? કાેઇનાે સાથ એવાે ભવેભવનાે મળી શકશે? ભરેલ ડાયરામાં કાેઇ બાેલાવે નહી તાેય જઇ શકાશે?આ બધી ઇચ્છાઓ
પુરી થાય પછી કવિ કહે છે કે મૃત્યુ મળે તાે પણ કંઇ દુખ નથી.
પ્રસ્તુત કાવ્યમાં કવિની અસરકારક
વેધક અભિવ્યક્તિ, ઉત્કૃષ્ટ ઇચ્છાઓના
આગવા મિજાજ અને પાેતીકા વૈભવ સાથે પ્રગટ થઇ છે.ગુજરાતી સાહિત્યની અમર કૃતિ.આવી અન્ય રચનાઓ પણ મળતી રહે તેવી શુભેચ્છા સાથે.?
—વિજયસિંહ ચાવડા
ગાંધીનગર
9426048447

TejGujarati