એકાંતોત્સવ. – હૃદય બુચ.

આંતરરાષ્ટ્રીય કલા સાહિત્ય ગુજરાત ધાર્મિક બિઝનેસ મનોરંજન રાજનીતિ સમાચાર

બસ આ જ તો સમય છે જ્યારે નવરાશની પળોમાં પોતાની અધૂરી રહી ગયેલી ઇચ્છાઓ પૂરી કરી શકાય.હૃદયભાઇ બુચ વ્યવસાયે વકીલ પણ સાહિત્ય પરત્વેની પ્રીતિ એ તેમને આ નવરાશની પળોમાં શબ્દ સાથે જોડી દીધા છે. આપણે એમના શબ્દપ્રેમને તો વધાવીએ પણ સાથે સાથે એમાં જે સંદર્ભ રહ્યો છે એને પણ સમજીએ તો કદાચ એમણે છેલ્લે કરેલાં સૂચન સુધી પહોંચી શકાય.

આભાર હૃદયભાઈ

Elite – ગુજલીશ માં લખવાનો પ્રયોગ

જુનાગઢમાં Elite Tailors નામની વાલજીભાઇ-જનકભાઇની દરજીની દુકાન હતી. ત્યારે આ શબ્દ elite સાંભળેલો. જેમ જેમ ઉંમર વધી એમ સમજમાં પણ આવવા લાગ્યો. Elite એટલે કે ભદ્ર – કોઇક રીતે વિશિષ્ટ હોય તો જ સર્વોપરી કે સર્વોત્તમ ગણી શકાય.. સમાજ આવા વ્યક્તિ વિશેષ કે વિદ્વાનો ને સ્વીકરે જ છે.. પણ મારી વાત self-proclaimed ‘elitists’ ના અમુક લક્ષણો (characteristics) વિષે છે.

કોઇ વિશિષ્ટતા કે ઉપલબ્ધી નહિ હોવા છતાં પણ પોતે જુદા છે એવો સતત પ્રયત્ન કરી ભદ્ર સમાજમાં તેમની ગણના થાય તેવો રહે. ‘આમ નહિ ફાવે મને કે હું તો આમ જ કરું’ અથવા ખાંડ વગરની ચા થી શરુ થતો સીલસીલો જોત-જોતામાં black tea કે કડવી black coffee સુધી પહોંચી જાય. ખોટે-ખોટી પ્લેનમાં business class ની ટીકીટ લે અને પંચતારક હોટેલમાં ઉતરે. વળી, crosswordમાં basket ભરીને ચોપડીઓ લે અને આજુ-બાજુ જોયા વગર પણ બીજા જોવે એમ હોય ત્યારે જ billing counters ઉપર જાય. રાગ ન સમજાય છતાં શાસ્ત્રિય સંગીતની CDs લે કે mobile ma download કરે. Parties કરે કે ગીતો ગાય (શોખ માટે) !! જાત-ભાતની brandsથી મોહી જાય. ખૂબ health conscious થાય. બહાર જમવામાં salads અને cut fruits લે. આવાં અનેકવિધ લક્ષણો વાળા લોકો ભદ્ર સમાજનો દરવાજો ખખડાવીને ઉભા છે અથવા વંડી ઠેકીને કે બારીમાંથી અંદર ઘુસવાના સતત પ્રયત્નમાં રહે છે. ઘણા successful પણ થયા જ છે.

આથી ઉલ્ટું સાવ અમુક કિસ્સામાં જોયું છે. વિશિષ્ટ લાયકાત ને લીધે સામાજીક મોભો હોય અને આર્થિક મોકળાશ હોવા છતાં માત્ર લોકોથી જુદા તરી આવવા માટે પ્રયત્નશીલ હોય. ‘અરે તમે ટ્રેનમાં’ કે ’કેમ તમે તાજ હોટેલમાં નથી રહેતા’ અથવા ‘કેમ તમે jaaz લીધી Mercedes જ લેવાય’ – આવા સવાલોના જવાબ – ‘ના ના મને એવો શોખ નથી’ કે ‘શેની માટે airline ને પૈસા આપી દઉં’ કે ‘ગાડી ગમે તે હોય ચાલે છે ને’ – આપવા ઉત્સુક હોય છે. Always have a view which is different from the mass only then you are a class !

Somehow, the society fairly allows to have such attitude. સમાજવાદી વિચાધારા રાખી અને મૂડીવાદી દેખાવ કે ઉલ્ટું મૂડીવાદમાં માનનારા સમાજવાદીઓ નો વ્યાપ સમાજમાં વઘતો જાય છે. We need to identify this to save the society from hypocrisy and double-standards..

Let’s introspect..

Hriday Buch

TejGujarati