લોક ડાઉનનાં 7 દિવસ રહ્યા! કાઠું પડે છે ને? કેમ પડે છે? -તો આ રહ્યો જવાબ તાજી રચના માં – ગમે તો કહો ગમી! – મેહુલ ભટ્ટ.

ઓટોમોબાઇલ ટેક્નોલોજી ધાર્મિક બિઝનેસ મનોરંજન રાજનીતિ સમાચાર

*મિત્રો, લોક ડાઉન ના સાત દિવસ રહ્યા! કાઠું પડે છે ને? કેમ પડે છે? -તો આ રહ્યો જવાબ તાજી રચના માં – ગમે તો કહો ગમી! – મેહુલ ભટ્ટ*
****** ****** ***** ******
જાત સાથે જીવવાની આદત નથી, માટે કાઠું પડે છે,
કંઈ ચલાવી લેવાની ફાવટ નથી, માટે કાઠું પડે છે!

કોઈ સર્જન ની આવડત નથી, માટે કાઠું પડે છે,
કુદરત ને પામવા ની ચાહત નથી, માટે કાઠું પડે છે!

પુસ્તકો સાથે મિત્રતા નથી, માટે કાઠું પડે છે,
સૌ ને ફોન કરવા ની નમ્રતા નથી, માટે કાઠું પડે છે!

જીવન માં સુસંગતતા નથી, માટે કાઠું પડે છે,
પરિવાર સાથે અંગતતા નથી, માટે કાઠું પડે છે!

ખુદ ની કોઈ સજ્જતા નથી, માટે કાઠું પડે છે,
જીવન માં સહજતા નથી, માટે કાઠું પડે છે!

સહજ પ્રગટતો આનંદ નથી, માટે કાઠું પડે છે,
ટહુકા સંભાળવા નું સંવેદન નથી, માટે કાઠું પડે છે!

ભીતરે પ્રગટેલી પૂર્ણતા નથી, માટે કાઠું પડે છે,
ઈશ્વર પરત્વે પણ શ્રદ્ધા નથી, માટે કાઠું પડે છે!

*- મેહુલ ભટ્ટ (7.4.2020)*

TejGujarati