લોકડાઉન કે મેમરીઅપ…!!! – જયશ્રી બોરીચા વાજા.

સમાચાર

લોકડાઉન કે મેમરીઅપ…!!!
( Lockdown or Memoryup)

લો – લો મનમાં સંકલ્પ.
ક – કરો મનગમતી પ્રવૃત્તિ.
ડા – ડાલો એમાં પ્રેમ ની મીઠાશ.
ઉ – ઉતારી નકકામા વિચારો નો જોળો.
ન – નવી યાદોનો કરો સંગ્રહ.
ર – રહો પરિવાર સાથે.
હો – હોમ ને સ્વીટહોમ બનાવો.

અત્યારે આપણે સૌ એક ખુબ જ ગંભીર પરિસ્થિતિ માંથી પસાર થઈ રહ્યાં છીએ. ને એનું એકમાત્ર સોલ્યુશન છે ભીડથી, એકબીજા થી દૂર રહેવું. ચલો માન્યું અઘરું છે, પણ અશક્ય તો નથી જ. હા, આ સોશિયલ નેટવર્કિંગ થી જ આપણે નવા લોકો થી, વષોૅ પહેલાં જુદાં થયેલાં લોકો ને મળ્યા, એકબીજા ને મળવાનો સિલસિલો ચાલુ થયો, રજાઓ પડે એટલે બસ આખો દિવસ બહાર ફરવું, બહાર જમવું, ફિલ્મ જોવા જવું વિગેરે… તો હા સરળ નથી.. પણ એ જ સંપૂર્ણ મજા – મસ્તી આપણાં પરિવાર સાથે માણવા મળે એ વાત જ કેટલી સુંદર..!!!

હું વ્યવસાયે વકીલ છું. સાથે કથક અને ભરતનાટયમ નાં ક્લાસ માં પણ જાવ છું. શીખવા માટે હો..!!!
શીખવાની કોઈ ઉંમર નથી હોતી.. ને હું તો કહીશ કે, જીંદગી દરેક પળે તમને એક નવો પાઠ શીખડાવે છે. હા જોકે ઘણીવાર આપણે ખુશી થી શીખીએ છીએ, ક્યારેક જાણીને એના થી દૂર ભાગે છીએ, તો ક્યારેક નાસમજ થઈ તેને ગુમાવી દઈએ છીએ.
કોઈને કોઈ કામથી મારે મોટેભાગે બહાર આવન-જાવન કરવી પડતી. હું ને મારી હોન્ડા સિટી.. ‘I love to drive.’ જે દિવસે ગાડી ના ચાલવું તો અધુરુ લાગતું. સાચ્ચું કહું તો શરૂઆત માં મને પણ આ લોકડાઉન અઘરું લાગ્યું.
પણ જ્યારે જોયું કે, ડોકટરો, તેઓનો સ્ટાફ, પોલીસ જવાનો, આપણી સરકાર સતત આપણી માટે આટલાં પ્રયત્નશીલ છે તો શું લોકડાઉન આપણી જ હેલ્થ માટે રહેવું અઘરું છે? જી નહીં.. બિલકુલ નહીં. બસ ત્યારથી જ સંકલ્પ કર્યો, ને ઘરમાં પણ જુદી જુદી પ્રવૃત્તિઓ કરીને કાયૅરત રહી શકાય છે એ વિચાર કર્યો.
વષોૅ પહેલાં નો શોખ પેઇન્ટિંગ નો, જે આ ભાગદોડમાં ક્યાંક છૂટી ગયો હતો તે કરવા માટે મન નાં પતંગિયા બેચેન બન્યાં.
ને બસ આપણે પણ પેપર ને પેન્સિલ લીધી ને બેસી ગયાં સ્કેચ બનાવવા.. ને એ બન્યા પછી જે ખુશી થઈ એ અદ્ભુત હતી.
આ સાથે બંને ડાન્સ ની પ્રેકટીસ કરવી, ક્યારેક ગીતો ગાતા ખુદમાં જ ખોવાઈ જવું, ને સૌથી સુંદર પરિવાર નાં સભ્યો નું સાથ હોવું. બસ બીજું શું જોઈએ પછી.. લોકડાઉન સરળ થઈ ગયું.
આપ સૌને પણ વિનંતિ.. ઘરે રહો સુરક્ષિત રહો.

આ લોકડાઉન આપણી જ સુરક્ષા માટે કરવામાં આવ્યું છે. તો શું આપણે એટલું તો કરી જ શકીએ ને..!!!!
જરૂર કરી શકીએ, બસ તમારા પરિવાર સાથે નાં આ સમયને વધુ સુંદર બનાવો, એકબીજા ને સમજો, તમારા સંબંધો ની મીઠાશ ને જાણો અને આ લોકડાઉન ને મેમરીઅપ કરો. ( સુંદર યાદોને એટલી ઉંચાઈ પર લઈ જાવ કે સંબંધ માં કદી કોઈ અનબન ના થાય)
જીવનમાં પરિવારનો પ્રેમ અમૂલ્ય છે તો એની કાળજી કરો.

ધન્યવાદ.

જયશ્રી બોરીચા વાજા.

TejGujarati