*બી. એ. પી. એસ શ્રી સ્વામિનારાયણ મંદિર અટલાદરા, વડોદરા, દ્વારા એક લાખ કીટ ભરવાની કામગીરી*

સમાચાર

કોરોના મહામારી ની સામેના જંગમાં લોકડાઉનના કારણે મુશ્કેલી અનુભવતા ગરીબ પરિવારો ને સહાયરૂપ થવાના જિલ્લા વહીવટીતંત્રના પુરુષાર્થમાં બી.એ.પી.એસ શ્રી સ્વામિનારાયણ મંદિર અટલાદરા, વડોદરા, ખભે ખભા મિલાવી રહ્યું છે.

જરૂરિયાતમંદ લોકોને જીવનનિર્વાહ માટે આવશ્યક પુરવઠાની કીટ તૈયાર કરવાની ભગીરથ કામગીરીમાં સંસ્થાના સંતો સાથે ૫૦૦ થી વધુ સ્વયંસેવકો જોડાયા છે.

દરેક કીટ માં ઘઉં, ચોખા, દાળ, ખાંડ, મીઠું પર્યાપ્ત પ્રમાણમાં ભરીને એક કુટુંબ માટેની કીટ તૈયાર કરવામાં આવે છે.

પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ ની પ્રેરણાથી ચાલતા આ સેવાયજ્ઞમાં જોડાયેલ તમામ સ્વયંસેવકોએ પ્રવર્તમાન સંજોગોને અનુરૂપ રીતે સલામત અંતરે બેસીને આ કામગીરી કરેલ હતી.

TejGujarati