“લોકડાઉન” સમય છે, આપના બાળકને સમય આપવાનો.

આંતરરાષ્ટ્રીય કલા સાહિત્ય ગુજરાત ટેક્નોલોજી બિઝનેસ મનોરંજન રમત જગત રાજનીતિ સમાચાર

વાલી મિત્રો,અત્યારે લોક ડાઉનની સ્થિતિમાં હું આપને કોરોના વિશે માહિતી નથી આપતો પણ આપનાં મનોદિવ્યાંગ બાળકને આ સમય આખ્ખુ ફેમિલી આપશે તો આ સમય આપને ભવિષ્ય માં સુવર્ણ સમય લાગશે. ખાસ જે બાળકોને પેરેન્ટ્સ દ્વારા સમયના અભાવે એક્ટિવિટી ઓફ ડેઈલી લીવીંગ,એકેડેમીક,બિહેવયપ્રોબ્લેમ્સ જેવી તાલીમ માટે તક મળતી નથી તો એવા પેરેન્ટ્સ કે જે હાલમાં સમય જ સમય ધરાવે છે તેઓ ઘરે બેઠા બાળકને જમવું,ટોઈલેટ,હાથ ધોવા,કપડા પહેરવા,નાહવુ,લેખન-વાંચન વગેરે જેવી ક્રિયાઓ ની તાલિમ આપે અને બાળકને તક આપે.

આજે આગામી ઘણા દિવસો સુધી આપની પાસે સમય છે.સમયના અભાવે બાળકના બધા જ કાર્યો આપ કરી લો છો પણ સમય છે તો તેને કાર્ય કેવી રીતે કરવું એની સમજ આપો અને કાર્ય કરવાની તક પણ પૂરતી આપો. આખુ ફેમિલી ભેગા થઈ જે તે એક્ટિવિટી માટે સમજ અને તક જો બાળકને રોજ આપશે તો આ લોક ડાઉન સમય આપના દિવ્યાંગ બાળકના વિકાસ નો પિરિયડ બની રહેશે અને ભવિષ્યમાં લોક ડાઉન નોસમય આપને સુવર્ણ સમયે લાગશે.

જેથી મારી આપને વિનંતી છે કે હાલ ખોટા બહાને બહાર ન નીકળો,ટીવી-મોબાઈલ-ગેમ કે અન્ય માધ્યમોથી સમય પસાર કરવાના બદલે ફક્ત આપના દિવ્યાંગ બાળકને જે એવી તકલીફ હોય છે કે જે સમયના અભાવ કે તક ન આપી શકવાનાં કારણે શીખવી ન શકતા હોય તો આ સમય શ્રેષ્ઠ છે.બાળકને આપો અને આપે પસંદ કરેલ પ્રવૃત્તિની એને સમજ આપી તેને જાતે કરવા પ્રોત્સાહન આપી યોગ્ય અને વધુ તક આપશો.

આભાર….
નિલેશ પંચાલ
(સ્પેશ્યલ એજ્યુકેટર).

TejGujarati