ઉકાળો – અમરીષ પટેલ.

આંતરરાષ્ટ્રીય કલા સાહિત્ય ગુજરાત ટેક્નોલોજી ધાર્મિક ભારત મનોરંજન રાજનીતિ વિશેષ સમાચાર

*કોરોના કે બીજા વાયરલ રોગો શરદી, ખાંસી,-તાવ, ઋતુ-એલર્જી, કફ-વાત-પિત માટે લાભદાયી ઉકાળો :-*

જેમનો ઇમ્યુનિટી પાવર (રોગ પ્રતિકારક શક્તિ) ઓછો હશે તેમને કોરોના કે ગમેતે વાયરસ રોગ ઝડપથી લાગુ પડશે અને વારંવાર માંદા જ રહેશે.

આજે આપણે ઇચ્છવા છતાં સારો આહાર સેવન કરવા અસમર્થ છીએ, કારણ કે બજારમાં મળતા ખાદ્ય પદાર્થો જ અશુદ્ધ હોય છે અને એ લીધા વગર આપણો છૂટકો પણ નથી.ઓર્ગેનિકના નામે મળતા ખાધોનો ભરોસો કરવો મુશ્કેલ છે.આવી પરિસ્થિતિમાં ઋતુ પરિવર્તન ના લીધે કોરોના કે બીજા વાયરલ રોગો શરદી, ખાંસી,-તાવ, ઋતુ-એલર્જી, કફ-વાત-પિત અને જેની રોગ પ્રતિકારક નબળી હોય કે કફ-વાત-પિતના બેલેન્સ બગડવાથી ઉભી થતી સમસ્યા છે તેવી વ્યક્તિઓને નાની મોટી કોઈક ને કોઈક સીઝનલ શારીરિક સમસ્યા ઉભી થવી સ્વાભાવિક છે.ઉભી થતી આવી સમસ્યાઓનું સહજ અને સરળ નિરાકરણ આપને જો મળી રહે તો સારવારના ચક્રવ્યૂહમાથી બચી શકો તેવા હેતુથી એક અનુભવજન્ય ઉપાય (ઉકાળો ) આપની સાથે શેર કરી રહેલ છું. જેનું સેવન આવી કોઈ સમસ્યા હોય કે ન હોયતો પણ (Prevention is better than cure પ્રીવેનશન ઇઝ બેટર ધેન ક્યોંર) અનુસાર કરી શકો છો.

રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે *તુલસી, આદુ, મરી, હળદર, લવીંગ, તજ, અજમો, ફુદીનો, લવિંગ, ઇલાયચી, દેશી ગોળ/મધ* (પ્રમાણ માટે ⬇️) પાણીમાં નાખી ઉકાળવું. આ ઉકાળામાં દેશી ગોળ પણ નાખી શકો છો. ઠન્ડો થાય પછી મધ પણ નાખી શકો છો.

આ ઉકાળો દિવસમાં ૨ થી ૩ વખત પીવો.

આ ઉકાળો જેમને કોરોના થયો છે તેમને દૂર નહિ કરી શકે પરંતુ જેમને નથી તેની રોગપ્રતિકારક શક્તિ વધારશે. માટે ઝડપથી કોરોના કે અન્ય રોગ લાગવામાં લડત આપશે. માટે બને તો કામ સિવાય ઘરની બહાર નીકળવાનું ટાળો. અને સરકારશ્રીના નિયમોનું પાલન કરવા માટે આયુર્વેદિક જીવનશૈલીની પુરી ટીમ અપીલ કરે છે..

*(૧) પદાર્થોની યાદી
(એક દિવસ નો બે વખતનો ડોઝ):-*

1. એક ટી સ્પૂન (મોટી ચમચી) – દળેલી હળદર (લીલી હળદર છીણી ને નાખી શકો તો ઉત્તમ)

2. એક ઇચનો આદુ ટુકડાની છીણ (અથવા સૂંઢ)

3. કાળા મરી – ૭ નંગ

4. તુલસી પાન – ૧૧ (પાન લેવા અને ડાળખું કાઢી નાખવું – પાન ના મળે તો પાવડર અથવા અર્ક),

5. ફુદીનો -૨૫ ગ્રામ (પાન લેવા અને ડાળખું કાઢી નાખવું – પાન ના મળે તો પાવડર અથવા અર્ક)

6. ઇલાયચી – ૩ નંગ

7. તજ – ૧ નાનું લાકડું

8. અજમાના પાન-પાંચ (અથવા અજમા પાવડર)

9. લવિંગ – ૨ નંગ

11. ગોળ કે મધ – ૧ – ૨ ચમચી

*(2) ઉકાળો બનાવવાની રીત:-*

સૌ પ્રથમ એક સ્ટીલની તપેલીમાં ચાર ગ્લાસ પાણી લો અને તેમાં ઉપરની બધી આઈટમ (૧-૨ આઈટમ ના મળે તો ચાલે) પાણીમાં નાખી ધીમા તાપે, તપેલી ઢાંકીને ઉકળવા મુકો. મોટાઓ માટે એક ગ્લાસ અને બાળકો માટે બે ગ્લાસ રહે ત્યાં સુધી ઉકાળી નીચે ઉતારી ઢાકીને ઠારવા મુકો.ઠરી જાય એટલે મિક્ષરમાં ક્રશ કરી ગાળી તેમાં એક ટી સ્પૂન શુદ્ધ મધ ઉમેરી ધીમે ધીમે (ઘૂંટડે ઘૂંટડે) પીવો.

(૧) દિવસમાં બે – વખત લઈ શકો છો.

(૨) એક સમયે 50 m.l .લઈ શકો છો.

(૩) એક-બે વર્ષના બાળકને દિવસમાં ત્રણ વખત એક એક ચમચી મધ સાથે આપી શકાય જ્યારે મોટા છોકરાઓને બે વખત 25-25m.l. નો ડોઝ આપી શકાય

(૪) નરણા કોઠે /ખાલી પેટે લેવાથી સારો લાભ મેળવી શકાય છે.

_(૫) NBP New Diet Systemના સાધકો છ કલાકના દૈનિક નિર્જળા ઉપવાસ બાદ પ્રથમ પાંદડા રસહાર કર્યા બાદ અને બીજી વખત રાત્રે 9 વાગે લઈ શકો છો. (આ પ્રયોગ અમારી NBP નવી ભોજન પ્રથા ના વિરુદ્ધ માં છે પરંતુ તાત્કાલિક રાહત માટે તથા જે NBP નથી કરતા તેમના માટે આ ઉત્તમ ઉપાય છે._

(૬) આપેલ માપ બે વખતનું છે.

તંદુરસ્ત વ્યક્તિ પણ આ ઉકાળો નિયમિત પીવે તો માંદગી થી દુર રહી શકે છે.

આ વિશે વધુ સમજ માટે અથવા નવી ભોજન પ્રથા ની સંપુર્ણ સમજ(નિઃશુલ્ક) માટે સંપર્ક કરો ,??
*☑️- અમરીષ પટેલ ,અમદાવાદ*
પ્રચારક – 9879926220.

TejGujarati