*રામકૃષ્ણ મઠ અમદાવાદ દ્વારા કોરોના વાયરસ રાહત કાર્યનો પ્રારંભ* *જરૂરિયાત મંદ ૨૦૦ પરિવારોને આવશ્યક જીવનજરૂરી કીટનું વિતરણ*

સમાચાર

ભગવાન રામકૃષ્ણ દેવે પ્રબોધેલા સંદેશ ‘શિવજ્ઞાનથી જીવસેવા’ને મૂર્તસ્વરૂપ આપવા માટે સ્વામી વિવેકાનંદે રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશન સંસ્થાઓની સ્થાપના આજથી લગભગ ૧૨૦ વર્ષો પૂર્વે કરી હતી. જેની સમસ્ત વિશ્વમાં લગભગ ૨૨૦ શાખા- કેન્દ્રો અનેકવિધ સેવા પ્રવૃત્તિઓમાં રત્ત છે.હાલમાં કોવીડ- ૧૯ના કારણે ઉદભવેલા વૈશ્વિક રોગચાળાને પરિણામે અનેક લોકો વિપત્તિગ્રસ્ત છે ત્યારે રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના દેશ વિદેશના વિવિધ કેન્દ્રો દ્વારા પરંપરા પ્રમાણે મોટાપાયે રાહત કાર્ય ચાલી રહ્યું છે. રામકૃષ્ણ આશ્રમ રાજકોટ ના ‌પેટા કેન્દ્ર રામકૃષ્ણ મઠ અમદાવાદ દ્વારા તારીખ ૩૧ માર્ચના રોજ ભાડજ સાયન્સ સિટી રોડ ઝુંપડપટ્ટી વિસ્તારનાં ૧૦૦ ગરીબ કુટુંબ તથા મહાજન નો વાડો, વસંત રંજન પોલીસ ચોકી સામે જમાલપુરના ૧૦૦ ગરીબ પરિવારોને જીવન જરૂરી કીટનું વિતરણ કર્યું હતું જેમાં પાંચ કિલો ચોખા પાંચ કિલો ઘઉંનો લોટ મગની દાળ બે કિલો ખાદ્યતેલ એક લીટર બે કિલો બટાકા તથા બે નંગ સાબુ નો સમાવેશ થાય છે

રામકૃષ્ણ આશ્રમ રાજકોટ દ્વારા આ વિકટ સમયમાં રાજકોટ અને સમગ્ર ગુજરાતના વિવિધ ભાગોમાં મોટા પાયે રાહત કામગીરી હાથ ધરાઇ હોવાનું રાજકોટ આશ્રમના અધ્યક્ષ સ્વામી નિખિલેશ્વરાનંદજીએ જણાવ્યું છે. જો કોઈ વ્યક્તિ આ કાર્યમાં આર્થિક સહયોગ આપવા ઈચ્છતા હોય તો રાજકોટ રામકૃષ્ણ આશ્રમની વેબસાઈટ rkmrajkot.org પર કોરોના રીલીફ ફંડમાં પોતાનો ફાળો આપી શકે છે.આશ્રમને અપાતું દાન કલમ ૮૦ જી હેઠળ કરમુક્ત છે. વધુ વિગત માટે આશ્રમના વ્હોટ્સએપ નંબર ૯૩૨૮૮ ૫૯૭૧૯ પર સંપર્ક કરી શકાશે.

TejGujarati