એક તરફ લોકોની મદદ અને બીજી તરફ ગરીબોનું નુકશાન : વાહરે ગુજરાત પોલીસ વાહ.

સમાચાર

એક તરફ લોકો ની મદદ અને બીજી તરફ ગરીબો નું નુકશાન : વાહરે ગુજરાત પોલીસ વાહ.

સોશ્યિલ મીડિયા માં ફેલાઈ રહેલ વિડિઓ માં આપ જોય શકો છો,

કહેવાય છે, કે, પોલીસ પ્રજા નો રક્ષક છે પણ ક્યાંકને ક્યાંક પોલીસ પ્રજા નો ભક્ષક પણ છે??

કોરોના વાઈરસ પુરા વિશ્વ માં ફેલાઈ રહીયો છે અને
કોરોના ના સંક્ર્મણ થી બચવાં ભારત સરકાર દ્વારા એકવીસ દિવસ નું લોક ડાઉન જાહેર કરવામાં આવ્યુ છે.
લોક ડાઉન દરમિયાન રોજ બે રોજ કમાવનાર અને ખાનાર ગરીબ તેમજ મધ્યમ વર્ગ ભારે જહેમત ઉઠાવી ને કોરોના ના સંક્રમણ થી લડી રહી છે.
તેમજ સમગ્ર પોલીસ સ્ટાફ પણ ચોવીસ કલાક ખડે પગે રહી ને લોકો ને કોરોના ની બીમારી થી જાગૃત કરે છે અને પોતાની ઈમાનદારી થી ફરજ પર રહીને જરૂરિયાત મંદ તેમજ ગરીબ લોકો ને મદદ કરી એક માનવતા નું ઉદાહરણ પૂરું પાડી એક સરાહનીય કામગીરી કરી પ્રજા ના દિલોને જીતી લીધા છે.

આ લોકો ડાઉન માં રોજ બે રોજ ની જીવન જરૂરિયાત ની વસ્તુ ની તો સરકાર એ આ લોક ડાઉન દરમિયાન પ્રજા ને જરૂરિયાત મુજબ ની વસ્તુ આસાની થી મળી રહે તેથી સમય રેખા નક્કી કરી ને જીવન જરૂરિયાત વસ્તુ ની વેચવા પર છૂટ પણ આપવામાં આવી છે. કે લોકો ને જીવન જરૂરિયાત વસ્તુ લેવા માં કોઈ તકલીફ ના પડે.

ત્યારે વાત કરીયે આપણે

સોશ્યિલ મીડિયા માં એક તરફ એક વીડિયો વાયરલ થયો છે.
વીડિયો માં ફરઝ બજાવતા પોલીસ કર્મી છે.

જે કોઈ પણ સૂચના આપીયા વિનાજ ગરીબ લોકો ના પેટ પર પાટુ માર્યા સમાન પોતાના પેટ નો ખાડો ભરવા રોજી રોટી કમાવવા આવતા વેપારી જે ખાવવા ની જીવન જરૂરિયાત વસ્તુ વેચી રહ્યા છે. તે વેપારી લોકો પાસે અચાનક પોલીસ આવીને કોઈ સૂચના આપીયા વિના ત્યાંના રોજી કમાવવા બેઠેલા મજબૂર લારી વાળા ને ત્યાં આવી તુરંત શાકભાજી ની લારી ઓ ઉંધી વાળી દઈ ને પોતે પોતાની ફરઝ અને ડ્યુટી ઈમાનદારી થી કરે છે તેવો અહેસાસ આવા પોલીસ કર્મી કરી રહ્યા હોય તેવું લાગી રહીયુ છે.
આવા પોલીસ કર્મી પોતે પોતાની વર્ધી નો ગેર ઉપયોગ કરી આવા ભક્ષક બની ને પોતાની ડ્યુટી કરે છે,અને આખા પોલીસ ડિપાર્ટમેન્ટ તરફ આંગળી ચિંધાઈ જાય છે તયારે આવા પોલીસ કર્મી સામે ઘણાં પ્રશ્નો પ્રજા કરી રહી છે અને લોકો માં આવા પોલીસ કર્મી સામે રોષ ની લાગણી ફેલાઈ રહી છે તયારે આવા પોલીસ કર્મી સામે સરકાર કડક કાયદેસર ના પગલાં લઈ ને જરૂરી તજવીજ હાથ ધરે તેવું લોકો ઈચ્છી રહ્યા છે.

TejGujarati