એકાંત : નિરવ.જે.શાહ. (એમ.કોમ,બી.એડ.) લેખક, શિક્ષક,મોટીવેશનલ સ્પીકર.

આંતરરાષ્ટ્રીય કલા સાહિત્ય ગુજરાત ટેક્નોલોજી ભારત રમત જગત રાજનીતિ લાઇફ સ્ટાઇલ સમાચાર

” रहिए अब ऐसी जगह, चल कर जहाँ कोई न हो ।
हम सुखन कोई न हो और हमजबां कोई न हो ” । – मिर्ज़ा ग़ालिब

ગાલિબ સાહેબની આ પંક્તિઓ વર્તમાન સમય માટે શબ્દ સહ: અનુભવાતી હોય તેમ લાગે છે. સમગ્ર દેશ લોકડાઉનના શકંજામાં છે, ત્યારે આપણને સૌને એકાંત મળ્યું છે. માર્કેટ, ટાર્ગેટ અને વ્યવહારુ દુનિયાની ઘણીબધી પરિસ્થિતીથી અળગા રહેવાનો સમય મળ્યો છે, ત્યારે આ સમયમાં કેમ આપણે આપણી જાત સાથે ના વિતાવીએ !! આ સમયમાં મળેલું એકાંતએ પોતાનાથી પોતાને મળવાની તક છે. વર્તમાન પરિસ્થિતીમાં તો એવું લાગે છે કે એકાંત જેવી આલહાદ્ક બીજી કોઈ વસ્તુ હોય જ ના શકે. આ એવી કિંમતી ક્ષણો છે જે આપણા વિચારોને ઉત્તેજન આપે છે. પોતાની જાતની આકારણી કરવાનો સમય મળ્યો છે. સાચું કહીએ તો, જીવનને સમાયોજિત કરવા માટે ઉર્ઝાના સ્ત્રોત તરીકે એકાંતને જોવું જોઈએ. એકાંત હંમેશા આપણા અસ્તિત્વની ચેતનાને જાગૃત કરે છે. કેટલાક વણઉકેલાયેલા પ્રશ્નોના જવાબો શોધવા અને નવા પ્રશ્નોના જન્મની કાલ્પનિક પ્રક્રિયાને સતત રાખવા માટે એકાંત પણ જરૂરી છે. પ્રકૃતિની નજીક જવા અને જીવન પ્રત્યેની આસ્થા જાળવવામાં એકાંતની પણ મહત્વપૂર્ણ ભૂમિકા છે. આપણને સૌને અર્થપૂર્ણ એકાંતની જરૂર છે .
એકાંત અને એકલતા વચ્ચે થોડો ફરક છે, જ્યારે એકલતા હોય છે ત્યારે આપણી સાથે કોઈ જ નથી હોતું, માત્ર ઉદાસીનતા હોય છે, જ્યારે એકાંત આપણે જાતે મેળવ્યું હોય છે, એ ક્ષણિક હોય છે, પણ એ સમયમાં આપણે આપણી જાત ને મળીએ છીએ, એકાંતમાં આપણને સમય મળે છે પોતાની જાતને જોવાનો, પોતાને પોતાની સાથે જોડાવવા માટે, પોતાના વિચારોનો વિચાર કરવા માટે, પોતાની શોધ કરીને કંઈક નવું બનાવવાનું . કેટલીકવાર એકાંત તમને તમારી સાથે વાત કરવાનો અને તમારા વિશે વિચારવાનો આનંદ આપે છે. ગૂગલની અટારીએ થી આપણે સૌને શોધી રહ્યા છીએ બસ આપણે આપણી જાતને શોધવાની બાજુમાં મૂકીએ છીએ. માટે ફરીથી એજ વાત કે એકાંત ને અનુભવવા માટે એકાંતની જરૂર પડે છે.
છેલ્લે …
આપણાં કાબૂ બહારના આપણાં વિચારો અને આપણી ભાગદોડવાળી જીંદગીની વચ્ચેથી થૂપ્પિસ કહીને જો થોડો સમય એકાંતને આપીશું ત્યારે જ સમજાશે કે એ એકાંતની જીવનમાં અહમ ભૂમિકા છે.
નિરવ શાહ.

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •  

Leave a Reply