પૃથ્વી પર આપણે જલસા કર્યા છે, કોરોના પણ ઉધારી જેટલી જ કિંમત માંગે છે…

સમાચાર

યશ ચોપરા કભી કભી ફિલ્મમાં લક્ષ્મીકાંત પ્યારેલાલને સંગીતકાર તરીકે લેવા માંગતા હતા, પણ ફિલ્મના ગીતકાર સાહિર લુધિયાનવી ખૈયામને ઇચ્છતા હતાં, સંગીત ખૈયામનુ આવ્યું અને ગીતો માટે કભી કભી માઇલસ્ટોન બની ગયું.
સાહિર માટે જાવેદ અખ્તરે મઝેદાર કિસ્સો કહ્યો છે. જાવેદે યુવાનીમાં સાહિર પાસે બસો રુપિયા ઉધાર લીધા હતાં. જાવેદ સ્થિર થયા પછી સાહિરને મળતા, ત્યારે બસો રુપિયા યાદ કરાવીને કહેતા કે હુ પૈસા નહીં આપું. સાહિર નિધન પામતાં કબ્રસ્તાનમાં તેમની અંતિમ વિધિ કરાવીને બહાર નીકળતી વખતે સાહિરની નિકટવર્તી વ્યક્તિ જાવેદ અખ્તર પાસે દોડીને આવીને કહ્યું કે કબ્રસ્તાનમાં પૈસા આપવાના છે પણ પૈસા લાવવાના ભૂલી ગયો છું. જાવેદ અખ્તરે પૂછ્યું કેટલા રુપિયા આપવાના છે? જવાબ મળ્યો, બસો રુપિયા.
પૃથ્વી પર આપણે જલસા કર્યા છે, કોરોના પણ ઉધારી જેટલી જ કિંમત માંગે છે…

“कल और आयेंगे नगमो की खिलती कलियाँ चुनने वाले,
मुझसे बेहतर कहनेवाले,
तुमसे बेहतर सुननेवाले;
कल कोई उनको याद करे,
क्यूँ कोई मुझको याद करे?
मसरूफ ज़माना मेरे लिए
*क्यूँ वक़्त अपना बर्बाद करे?”*

Deval Shastri🌹

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •  

Leave a Reply