મસ્તી તેની મસ્તીમાં મસ્ત થઈને પર્સ જુલાવતી, ચાવી નચાવતી ડોરબેલ ઉપર તૂટી પડી,,, ડીંગ.. ડોંગ.. ડીંગ….. ડોંગ… ડીંગ ડોંગ. – અસ્મા કલીવાલા લાખાણી ભાવનગર.

સમાચાર

ધમાલ મચાવીને સાથોસાથ દેકારા ચાલુ કર્યા ખોલો ખોલો ખોલો…… ખબર નથી પડતી, આ મસ્તી ને આવવાનો સમય થઈ ગયો છે? કોણ તમારા ઘરને લૂંટી જવાનું છે? કોણ ઘરમાં આવી જવાનું છે? આટલા બધા બારણાં બંધ કરીને અંદર શું કરો છો બધા? સમજાતું નથી મને !આખો દિવસ રહેતા આયા માસી એટલે કે વીણા માસી એ મસ્તી ની બૂમો સાંભળી ગોઠણ દુખતા હોવા છતાં પણ ધીમી દોટ લગાવી….

તેને ખબર હતી કે મસ્તી મેડમ પધાર્યા દરવાજો ખોલી ને સીધા સાઈડમાં થઈ ગયા,,,,,વીણા માસી! તેમને ખબર હતી કે હમણાં દરવાજાને લાત પડશે અને હું તો ઊડી જ જવાની છું એટલે તેઓ સાઈડમાં વિનયપૂર્વક ઊભા રહી ગયા જાણે કે મસ્તી એ ઘા કરેલા પર્સ ને કેચ કરવાની તૈયારીમાં કેમ હોય? અને ધાર્યા પ્રમાણે જ મસ્તી એ બેગ નો ઘા કર્યો અને સીધુ જ બેગ આલીશાન દીવાનખંડ માં ગોઠવાયેલા ઇટાલીના આલીશાન સોફા પર પટકાયું

મસ્તી શુઝ કાઢવાની કોઈ પરવા કર્યા વગર જ સીધી રસોડામાં પહોંચી, મોમ! શું બનાવ્યું છે? ખૂબ ભૂખ લાગી છે “ધાર્મિક વૃત્તિ ધરાવતા મોમે કટાણું મોં ઊંચું કર્યું અને રોજની જે કંટાળા ભરી નજર હતી એ જ આજે પણ મસ્તી પર નાખી,લાગતું હતું તે એકવીસ વર્ષ ની મસ્તી ના આવા અલ્લડપણા થી ખુશ ન હતા,

મસ્તીના તોફાન જોઈને માનસી બેન તો ચિંતામાં સરી પડતા કે આ છોકરી હવે ક્યારે મેચ્યોર થશે? આ છોકરી નું શું થશે? અને સૌથી મોટો પ્રશ્ન હતો આ છોકરી ક્યાં જઈને સમાશે? માનસી બેન એ રોજનો જ ડાયલોગ આજે પણ રિપીટ કર્યો… મસ્તી શુઝ કાઢીને તો કિચનમાં આવ…. બેટા રોજ આવી રીતે તું કિચનમાં આવે છે ને મને સહેજ પણ ગમતું નથી, તારી ધમાલ તારે ગેટ પાસે મૂકીને આવવી, ઘરમાં આવીયે તો સેજ તો સભ્યવર્તન કરવું પડે કે નહિ?

ત્યારે મસ્તીએ જોરદાર ની તાળી પાડી અને મોમ સામે હસી ને કહેવા લાગી મોમ તમને એવું લાગે છે કે આ ફક્ત તમારું જ ઘર છે ? બાય ધ વે આ ઘર મારું પણ છે તેમ છતાં ચાલો! મારી વાહલી માતૃશ્રી તમે કહો છો તો હું શૂઝ કાઢી આવું છું તમે મારી માટે ફટાફટ ગરમ ગરમ જમવાનું પીરસો…….. ! એમ કહી માનસી બેન ને પરાણે વહાલ કરતી પાછળથી ચીપકીને ગાલ ચૂમી લેતી મસ્તી માનસી બેન ને વધારે હેરાન કરવા તેનો અંબોડો જોરથી ખોલી અને બહાર ભાગી ગયી શૂઝ ઉતારવા,

માનસી શૂઝ ઉતારી સોફા પર ધબ્બ કરીને પછડાઈ, ટોમી હિલફિગર ની પેન્ટ, ચપોચપ ટીશર્ટ અને અવનવા કલરથી રંગેલા મસ્ત સ્ટ્રેટ કરેલા વાળ ને ફેલાવીને મસ્તી એપલ ના હમણાં જ લીધેલા નવા મોબાઇલમાં વ્યસ્ત થઈ,

એપલ ના મોબાઈલ માં સ્નેપચેટ ખોલીને પોતાની સેલ્ફી લઇ પોસ્ટ કરી રહી હતી ત્યાં જ મોટીબેન ચાર્મી ઉપરથી દાદરા ઊતરતાં ઊતરતાં મસ્તી ને હેરાન કરવાના મૂડમાં બોલી: “મસ્તી આજે તારી માટે ખુશ ખબર છે !”
મસ્તી ફોન બંધ કરી ને ચાર્મી પાસે ગઈ, તેનો હાથ તેને ખેંચી સોફા પર બેસાડી, બંને પગની પલાંઠી મારીને બોલી:” દીદી હવે ફરી વળી ખુશ ખબર? કોણ ફસાવવાના મૂડમાં છે? મમ્મી એ શોધ્યો છે?

ચાર્મી એ હકાર માં ડોકું હલાવી જવાબ આપતાં કહ્યું કે મમ્મી એ બોલાવ્યો છે કાલે તને જોવા માટે!

મસ્તી બોલી ” ઓહો એવું !આ મમ્મીને પણ શાંતિ નથી, મારુ ટી.વાય પૂરું થયું છે ને ત્યારથી મમ્મી રોજ એક નમૂના ને શોધી આવે છે….. કેટલા કેટલા ને ભગાડુ? કેટલા તો બિચારા મૂંઝાઈને ગુમ જ થઈ જાય છે….. હા હા હા….. ત્યાં સુધી કે જવાબ દેવા પણ રોકાતા નથી….
તેમ છતાં આ લોકો ની હિંમત કેટલી છે કે રોજ એક નવો નમૂનો શોધતા રહે છે મારી માટે, ત્રાસ થઈ ગયો છે, તારે શાંતિ હો.. દીદી..! કોલેજ માં જ જીજુ શોધી લીધા ને ટૂંક માં પતી ગયું મને તો ત્રણ વર્ષ માં કોલેજ માં પણ કોઈ મારા યોગ્ય ન લાગ્યું… …..અને હવે મારે રોજ ઘરે નવા નવા
નમૂના ને પારખવાના ….

ચાર્મી :બહુ ફાંકા મારવાનું બન્ધ કર, હવા માં ઉડવા થી પંખી નહિ બની શકે તું.. ખોટો એટિટ્યૂડ અને એરોગન્સ સારો નહિ મસ્તી…

મસ્તી :ઇટ્સ નોટ એટિટ્યૂડ ડીઅર… એક્ચુલી મારી અદા જ એવી છે કે લોકો ચાન્સ તો લઈ જ લે, એમાં પણ બિગ બિઝનસ મેન મિસ્ટર મયુર ની દીકરી…. ત્યારે તો વાત જ પુરી..
બાય ધ વે ચાર્મી દીદી…. ભૂખ લાગી છે કકળી ને !
એક કામ કર ને મારુ !કિચનમાંથી મમ્મી એ કઈ બનાવ્યું હોય તો લઈ આવ પ્લીઝ… પછી આપણે ટ્વેન્ટી ટુ નમ્બર ના કેન્ડિડેટ ને કેવી રીતે ભગાવીશું એ વિચારીયે…

ચાર્મી :એ મસ્તી સીધી રે,,,, જો કોઈને ભગાવવાના પ્લાન વિચારતી નહિ, હવે આ વખતે ડેડી ને ખબર પડશે ને કે તે કોઈ કાંડ કર્યું છે તો તારી વાટ લગાવી દેશે, હવે તો તારા હાથ પીળા કર્યે જ છૂટકો છે, મેડમ !એક દિવસ આ આલિશાન બંગલો તમારે છોડવો જ પડશે,ઓડી કાર ના સપના હવે બંધ કરો અને બીએમડબલ્યુ ની આદત ઓછી કરો…. આટલુ બોલી ચાર્મી ઉભી થઈ ભાગી તેને ખબર હતી હમણાં મસ્તી એટેક કરશે,

થયું પણ એમજ… મસ્તી ભાગી…. ચાર્મી આગળ અને મસ્તી પાછળ બંને જણા એ આખા ઘરમાં દોડમદોડ મચાવી દીધી અને અંતે મસ્તી એ ચાર્મી ને બરાબર કસકસાવીને પકડી અને તેને જોરદાર ગલપચી કરી…..નિખાલસ પ્રેમ સ્વરૂપે બંને બહેનોએ ખૂબ જ મોજ કરી એટલામાં જ આયા માસી મસ્તી માટે નાસ્તો લઈને આવી પહોંચ્યા અને આલીશાન હોલની સામે કાચના બનેલા ડાઇનિંગ રૂમમાં ડાઇનિંગટેબલ ઉપર નાસ્તો મૂકી મસ્તી ને નાસ્તો કરી લેવા અવાજ કર્યો એ સાંભળી મસ્તી ફટાફટ હાથ ધોઈ અને નાસ્તો કરવા બેસી ગઈ,

માનસી બેન કિચનનું કામ પતાવી ફ્રેશ થઈ અને શાંતિથી ડાઈનીંગ ટેબલ પર આવી મસ્તી પાસે બેસી ગયા,

માનસી બેન :બેટા તારી સાથે વાત કરવી છે!

મસ્તી એ મોઢામાં જતી ચમચીને સ્થિર કરી અધવચ્ચે જ અટકાવી ખુલ્લુ મોઢું વધારે પહોળું કરી અને મોં જેટલી જ મોટી સાઇઝની આંખો કરી અને માનસી બેન ની સામે જોઈ લીધું…

માનસી બેન સમજી ગયા કે મસ્તી ને આ વાત ન ગમી… તેણે હસીને વાતો નો દોર આગળ વધારતા કહ્યું :”બેટા દર વખતે દરેક વાતને હસી મજાકમાં ન કઢાય અમુક વાર અમુક વાતો ને શાંતિથી સાંભળીને તેને જરૂરી મહત્વ આપવું જોઈએ !જીવન જીવવા માટે અમુક શરતોને આધીન થવું જોઈએ
મા બાપ ની ફરજ છે કે તેના બાળકોને સારે ઠેકાણે પાર પાડે, તેને સારી જગ્યાએ પરણાવે આવે. તેને સુખી થતા જુએ…. આગળની લાઇન મસ્તી જ બોલી ગયી ” તેમાં જ મા બાપનું હૈયું ઠરે… રાઈટ… મમ્મી !તારે રોજનું છે રોજ તું મને એક વાર તો આ વાત કર જ?એટલે હવે યાદ રહી ગયી છે

ઠીક છે મોમ ચિંતા ના કરો હું રેડી થઈ જઈશ કાલે પણ એટલું તો જણાવો કે કોણ આવવાનું છે? ક્યાંથી આવવાનું છે? ક્યારે આવવાનું છે? શું વાત છે? કોણે બોલાવ્યું છે?

અરે અરે……. મસ્તી આટલા બધા તારા પ્રશ્નો નો એક જ જવાબ એટલો જ હું આપીશ કે પુના થી એક છોકરો આવવાનો છે મધ્યમવર્ગ નો સઁસ્કારી છોકરો છે અમે તેની સાથે તારું સગપણ કરવાનું વિચારીએ છીએ…
વડીલો વચ્ચે વાત થઈ ગઈ છે એકબીજાના ઘરબાર ની માહિતી લેવાઈ ગઈ છે બધું બરાબર છે બધું સારું છે બસ હવે તું અને તે એટલે કે મસ્તી અને માનવ બંને એકબીજાને મળી અને પસંદ કરો એટલે કરી દઈએ કંકુના…. માનસી બેન મસ્તી ને સમજાવતા બોલ્યા….
આગળ વાત વધારતા તેઓ ફરી બોલ્યા “મસ્તી !એને ધમકાવતી નહીં એને જો તારે ના કરવું હોય તેને સાજો સારો ઘરે પાછો જવા દેજે, ડિપ્રેશનમાં સરી પડે એવા ધંધા ના કરતી,

માનસી બેન ને ગુસ્સાના ભાવ સાથે મસ્તી ને ઓર્ડર પાસ કર્યો ત્યાં જ એપ્પલ ની રીંગ રણકી અને સ્ક્રીન પર દ્રષ્ટિ લખેલું આવ્યું .. મસ્તી
હમણાં જ દ્રષ્ટિ સાથે જોડે વાત કરીને આવું છું કહી પોતાના ફોનમાં મશગુલ થઇ ગઈ..

બીજા દિવસે સવારે મસ્તી સ્વિમિંગમાં ના ગઈ, એટલે માનસી બેન ને ચિંતા થઈ, શું થયું હશે આજે આ છોકરી કેમ સ્વિમિંગ નથી ગયી… ચિંતા ના ભાગ રૂપે માનસી બેન મસ્તી ના રૂમ માં ગયા

માનસી બેન :કેમ આજે સ્વિમિંગ નથી જવાનું?
મસ્તી :મોમ આજે મારે ઓફિસ એકઝેકયુટીવ ના ક્લાસીસ છે એટલે સ્વિમિંગ માં નથી જવાની..

તું ક્યારે આવીશ મસ્તી? માનસી બેન એ પૂછ્યું.

મસ્તી :મોમ હું બપોર પછી ઘરમાં જ છું આમ પણ માનવ માટે થોડું તૈયાર થવું પડશે ને!

માનસી બેન ને હાશ થઇ કે કમ સે કમ આજે મસ્તીને તૈયાર થવા માટે મનાવવી નહીં પડે કારણકે મસ્તી એ સામેથી જ કહ્યું છે કે મારે માનવ માટે તૈયાર થવું પડશે, ઓફિસ એક્ઝેક્યુટીવ ના કોર્સ ના કોચિંગ પતાવી મસ્તી જલ્દી ઘરે આવી ગઈ આજે ડેડી પણ થોડા હળવા મૂડમાં હતા, તેઓ ઘરમાં કોઈ વાતાવરણ ટેન્શન વાળુ ઉભું કરવા માંગતા ન હતા કારણ કે તેને મસ્તી ના સ્વભાવ ની ખબર હતી કે જો તેનું એક વાર છટકે તો ફરી સેટિંગ આવતા લગભગ એકાદ અઠવાડિયું થઇ જાય..

આમ જોઈએ તો સ્વચ્છંદી અને આમ જોઈએ તો સ્વતંત્રતાને ભારોભાર માણતી મસ્તી સ્વભાવે ચંચળ અને હાથ ની છુટ્ટી પણ ખરી, સાથોસાથ દાન ધરમ પણ કરી લેતી… કપડા, વાળ અને નખ એ બધી કચકચ કરતા વડીલો સાથે તેને ક્યારેય નહોતું ફાવતું, આવા કપડા કેમ પહેર્યા? આવા વાળ કોઈ કપાવે? આટલા મોટા નખ કેમ રાખ્યા? આવી બધી ઝંઝટ કરતાં વડીલોથી તે બે ચાર ફૂટ દુર જ રહેતી અને એટલા માટે જ કદાચ આજ સુધી તેનું ગોઠવાયું ન હતું, ફાઈનલી સાંજ પડી માનવ અને તેના માતા પિતા આવી પહોંચ્યા.. માનવ મધ્યમ વર્ગનો પણ ઉચ્ચ સંસ્કાર ધરાવતો અને સારી પર્સનાલિટી ધરાવતો મા-બાપનો એકનો એક દીકરો હતો, બઁગલા માં પ્રવેશતા જ વિશાળ ગાર્ડન, ફળો થી લચેલાં વૃક્ષો, આકર્ષક ફૂલો ના કુડા, લીલોતરી વેરતી લૉન, અને ત્યાંજ પાર્ક કરેલી બી.એમ.ડબલ્યુ કાર…. માનવ માટે આ બધું નવું હતું પણ બઁગલા માં રહેતી મસ્તી જ તેની માંગ હતી, દહેજ જેવા કુરિવાજો થી તે ને સખત નફરત હતી એટલે હવે તેનું ફોકસ મસ્તી જ હતી…

નમ્રતાથી આવકારતા મસ્તી ના માબાપ અને સંસ્કારી ચાર્મી ને જોઈ માનવ અને તેના માબાપે ધારણા બાંધી લીધી કે ચોક્કસ મસ્તી પણ સવિનય અને શિસ્તબદ્ધ છોકરી હશે અને મનોમન ખુશ થઇ ગયા કે ઉપરવાળા ની કેવી કૃપા થઈ, આવું સારું ઘર મળ્યું, હવે એકવાર મસ્તી ને એક નજર જોઈ લે માનવ અને તે પસંદ પડી જાય એટલે વાત પાક્કી…

માનસી બેન અને મયુરભાઈ એ માનવને અને તેના પેરેન્ટ્સ ને દીવાનખંડ માં બેસાડી, સામાન્ય વાતચીતની શરૂઆત કરી.. માનવ ના શોખ, માનવ નું ભણતર અને માનવ ના કામકાજ વિશે ઔપચારિક વાતો કરી.. આમ તો તેમણે પેહલે થી જ જાણી લીધું હતું કે માનવ સિવિલ એન્જીનીઅર તરીકે કામ કરે છે, એ સિવાય તેઓને ભાડાની પણ આવક છે સાદું જીવન અને ઉચ્ચ વિચારો ધરાવતા આ લોકો ની મસ્તી સાથેની મુલાકાત બાકી હતી.. રસપ્રદ અને રોચક વાતો કર્યા પછી મયુરભાઈ એ મસ્તી ને અવાજ કર્યો :”મસ્તી….. !બેટા બહાર આવજે તો…. અને મસ્તી નીચી નજરે ધીમી ચાલે શાંતિથી દીવાનખંડ માં પ્રવેશી,ચાર્મી એ ખાસ તાકીદ કરેલી કે સાવ અલ્લડ ની જેમ ન આવી જતી, થોડી વિવેકબુદ્ધિ વાપરજે…. એ વાત ધ્યાન માં રાખી તે સોફા પર ગોઠવાઈ..

માનવ ને એક જ નજરે મસ્તી ગમી ગઈ.. મસ્તી ને આવતી જોતા જ માનવ એક ધબકાર ચુકી ગયો…. અદભુત !આટલી સુંદર,,, રૂપાળી રાધા અને કથ્થઈ રંગની આંખો, ગુલાબી ગાલ અને ફૂલની પાંખડી જેવા હોઠ… લાંબી સુરાહીદાર ગરદન….

જ્યારે તેણે નજર ઉઠાવી અને માનવ ની આંખ આંખ મેળવી માનવ તરફ જોયું ત્યારે મસ્તી સાથે આંખ મળતા જ મસ્તી પણ પોતાના દિલનો ધબકારો ચૂકી જે લગભગ પેહલીવાર બન્યું હતું.. થોડીવાર અહીંતહીં ની વાતો થઈ… મયુરભાઈ એ ઉંમર ના અનુભવે મસ્તી નું મન પારખી મસ્તી અને માનવને અંદર જઈ એકબીજા સાથે વાત કરી લેવા અનુમતિ આપી…

મસ્તી ઉભી થઇ અને પાછળ માનવ, બંને જણા અંદરના રૂમમાં એકબીજા સાથે વાત એકલા પડ્યા ત્યારે મસ્તી એ માનવને અંદર રાખેલી ચેર તરફ હાથ લંબાવી બેસવા કહ્યું

માનવને થયું કે શરૂઆત મારે જ કરવી જોઈએ એટલે તેણે મસ્તી ને પૂછ્યું :”તમારા શોખ જાણી શકું? તમે શું વિચારો છો.. તમને કેવા વ્યક્તિ સાથે લગ્ન કરવા ગમશે?

મસ્તી એ રોકી રાખેલ હાસ્ય નો ફુવારો ફુ.. ફુ.. ફુ… થઈ ફેલાયો

પોતાની જાત ને શિખામણ આપતાં તે મનોમન બોલી બેટમજી હવે કન્ટ્રોલ કર….

માનવ ના સવાલો ના જવાબ માં સામો સવાલ કરતા તેણે કહ્યું :માનવ આપણે આગળના આખા જીવનનો નિર્ણય કરવા ભેગા થયા છીએ ત્યારે આવા ઘસાઈ ગયેલા સવાલો કરવા કરતા જે વસ્તુ જરૂરી છે તે વિશે વાત કરીએ… હું ગ્રેજ્યુએટ થયેલી બિન્દાસ છોકરી છું મારુ બહુ મોટુ ફ્રેન્ડ સર્કલ છે, ફરવું ખાવું-પીવું મુવી જોવા જવુ મારા શોખ છે…
હું સમાજ બનાવેલા નિયમો સમાજ ને પાછા આપવા તત્પર રહું છું, વડીલોની સેવા કરવી, લોકો ને મદદ કરવી અને ઘર ને મકાનને બદલે બનવવા માં માનું છું………. પણ! આ કપડા કેમ પેહર્યા? મંદિરે ગઈ? આપણા સમાજમાં આમ ન ચાલે ! તે ના ચાલે એ બધા સવાલો ના જવાબો આપતી નથી

અત્યાર સુધી લગભગ ૨૦ જેટલા છોકરાઓને રિજેક્ટ કરી ચુકી છું, મારી શરત પ્રમાણે હું જીવવા માટે સ્વતંત્ર છું… આજ જ છે મારી રૂપરેખા…. આ સિવાય તેને કઈ પૂછવાની જરૂર લાગતી હોય તો તું પૂછી શકે છે….. અરે હા વધુ એક વાત !અત્યાર સુધીની મારી લાઈફ એકદમ સુંદર અને બિન્દાસ રહી છે… ખોટા અફેર, ચક્કર, દગો, ધોખો, પ્રેમ આ બધી વસ્તુઓ થી દૂર રહી છું.. જો તને મારી વાત યોગ્ય લાગતી હોય અને જો તું મારી આ શરતો માન્ય રાખતો હો તો તું મને બાબતો સાથે સહમત વો આગળ પ્રશ્ન પૂછી શકે છે ! તારી પણ કોઈ વાત કરી શકે છે અને જો તને મારી વાત અઘરી લાગતી હોય તો તું બહાર જઈને ના પણ પાડી શકે છે……. માનસીની સચ્ચાઈ અને નિખાલસતા જોઈ માનવ ખુશ થઈ ગયો તેને એક એવી જીવનસાથી જોઇતી હતી કે જે સમાજે ઘડેલા નિયમોદેખાવ કરવા પૂરતા નિભાવવા ને બદલે પોતાની જિંદગી પોતાની રીતે જીવે છે…. તેને એક એવી પત્ની જોઈતી હતી જે એક મિત્ર ની ગરજ સારે..

માનવ મસ્તી ને એક જ પ્રશ્ન કરે છે

માનવ :હું તો મધ્યમ વર્ગનો છું, મારું કામ સામાન્ય છે… તારો બંગલો, તારી ગાડી, તારા નખરા તેમજ આ જાહોજલાલી જોઈને મને એક એવો પ્રશ્ન થાય છે કે શું તું મારા ઘરમાં સેટ થઈ શકીશ?

મસ્તી :માનવ હું પૈસા કરતાં માનવતાને વધારે મહત્વ આપું છું માનું છું કે હું ખૂબ જ વૈભવી જીવન જીવી રહી છું પરંતુ એ બાબતે હું તને ક્યારે ફરિયાદ નહીં કરું, કેમ કે મારો અટલ વિશ્વાસ છે કે જેટલું ધન તેમજ જે સુખ સાયબી નસીબમાં હોય એ તો મળે જ.. હું તારી સાથે ખભેથી ખભો મેળવી આર્થિક મદદ કરવા પણ સક્ષમ છું મને એ કોઈ ચિંતા નથી મને મારી સ્વતંત્રતા અને સન્માન જળવાય એવી વ્યક્તિની શોધ છે… શું તને મારી વાત સાથે સહમત છે?

માનવ એ ખુશ થતા મસ્તી ને એટલું જ કહ્યું કે મને લાગે છે કે તારી સાથે જીવવાની મજા જ કંઈક અલગ આવશે, મસ્તી હવે આજથી તારી શોધ પૂરી થઇ, અત્યાર થી હું માનવ સદાય ને માટે તારો…. હું ઈચ્છું છું કે બહાર જઈને તું સંમતિની મહોર લગાવી દે જેથી તારા માતાપિતા ખુશ થઈ જાય.. ત્યારે મસ્તી ઉભી થઇ, રૂમની બહાર નીકળી…

મસ્તી ને મક્કમ પગલે બહાર આવતા જોઈને મયુરભાઈ અને માનસી બેન સોફા પરથી ઊભા થઈ ગયા… શું થયું હશે?

ત્યારેજ તે આવીને કે બોલી કઈ બોલે એ પહેલા જ પાછળથી આવતા માનવ એ થમસપ નો ઇશારો કરી સહમતી જતાવી.. મસ્તી તેના પિતા મયુર ભાઈ ને ગળે વળગી ,બન્ને પરિવારજનો ખુશ થઈ એકબીજા ના મોં મીઠા કરાવવા લાગ્યા અલડ મસ્તી ને મીઠાઈ ખવડાવતા માનવ એ હાથ રોકી પૂછ્યું મસ્તી આ તો તારા નિયમ માં આવે ને કે હું મારા હાથે તને મોં મીઠું કરવું…. ત્યારે બધા એકીસાથે હસી પડ્યા અને પેહલીવાર મસ્તી સાચું શરમાઈ ગયી

પોતાના નિયમોને વળગી રહીને પોતાને જોઇતા પાત્ર સુધી પહોંચવામાં મસ્તી ને સફળતા મળી અને હવે અત્યારે મસ્તી અને માનવ ખૂબ જ સુંદર રીતે શાંતિપૂર્વક અને સમજણ પૂર્વકનું જીવન જીવી રહ્યા છે,

અસ્મા કલીવાલા લાખાણી
ભાવનગર

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •  

Leave a Reply