કોરોનાનાં કહેર વચ્ચે ઘણું બધું બદલાઈ રહ્યું છે – શું તમે નોંધ લીધી કે નહીં ?: પ્રિયંકા જોષી ભટ્ટ.

સમાચાર

સતત ઓઝોનના સ્તરમાં પડતા ગાબડાં …. રોક લાગી ગઈ ગાબડાંમાં અને સંધાવા લાગ્યા છે
નદીમાં નિરતંર થતાં પ્રદુષણ પર…. રોક લાગી ગઈ અને પાણી શુદ્ધ થવા લાગ્યા છે
સવારે પક્ષીનો કલરવ ક્યાંક ખોવાઈ ગયો હતો…. મધુર અવાજ પાછો મળી ગયો અને પક્ષીઓની હારમાળા વિહરતી જોવા મળે છે
ઊંચા આકાશનો રંગ ખોવાઈ ગયો હતો…. વાદળી રંગ પાછો મળી ગયો અને બહુ જ સુંદર લાગે છે
પૈસાના અભિમાનમાં કોઈ વસ્તુની ગણકાર ના કરતા ગ્રાહક…. બધુ વિચારીને ખરીદે, વાપરે અને જેમતેમ ફેંકતો નથી
કચરો ફેલાવનારા અને પીરાણાના ડુંગરને મોટા કરનારાઓ …..ઝીરો વેસ્ટ બાજુ વાળિયા છે અને REUSE, REDUCE અને RECYCLE કરે છે
રોડ પર પાન મસાલાની પિચકારીકરનારાઓ ….. લોકો ઘરે બેઠા છે અને રોડ એકદમ સાફ સુથરા લાગે છે
સોશ્યિલ મીડિયામાં સતત બહાર ફરવા, જમવાના દેખાડો કરતા લોકો ….સુધરીને ઘરે બેઠા છે એકબીજા જોડે વીડિયો કોલ કરી આનંદ લે છે
પૈસાના અભિમાનમાં પાણીનો ગ્લાસ જાતે ના લેનારાઓ… આજે ઘરમાં બધા કામ સંપીને કરે છે
આખી જિંદગી પૈસા પાછળ દોડવા વાળા … જાન હૈં તો જહાન હૈ સમજવા લાગ્યા છે
સતત ટેન્શનમાં રહેનારાઓ…આજે ખુશીથી સમય કાઢી મેડીટેશન કરવા લાગ્યા છે
આપણી જૂની પરંપરા પર હસનારાઓ …. બહારથી આવીને હાથ પગ સરખે ધોઈને ઘરમાં પ્રવેશે છે.

કોરોનાનો કહેર આજે છેને આવતીકાલે આપણે એને નાથી લઈશુ પણ અત્યારે જે જિંદગી જીવવાનું શિખ્યા છીએ એ ફરી કયારેય ભૂલવું નથી, પ્રકૃતિને પ્રેમ કરી ફરીને તેની બાજુ જ વળવું છે : પ્રિયંકા જોષી ભટ્ટ

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •