આ મહિસાસુર મર્દિની સ્ત્રોત્ર શ્રીમતિ જયંતિ રવિ મેડમ, IAS, સરકારના અગ્ર સચિવ, આરોગ્ય વિભાગે ગાયુ છે

સમાચાર

ગુજરાત (IAS) જયંતિ રવિ મેમને વંદન
કોરોનાનો કહેર ચાલે છે. પ્રધાનમંત્રીથી પંચાયત કલેક્ટરથી ક્લાર્ક પ્રેસિડેન્ટથી પ્રજા સહુ કોરોનાથી ચિંતિત છે.

સાથે મારે એક એવા એક સનદી અધિકારીની વાત કરવી છે જે છેલ્લા 10 દિવસથી 20 કલાક કામ કરે છે.
હા એ અધિકારી એટલે ગુજરાતના આરોગ્ય સચિવ જયંતિ રવિ મેડમ (IAS) સ્વભાવે સરળ સહજ. ભ્રષ્ટાચાર નો દાગ નહીં કડક વહીવટ કરતા જયંતિ રવિજી મદ્રાસ યુનિવર્સિટીથી અભ્યાસ લઈ હાવર્ડ યુનિવર્સિટી માં PHD કર્યું છે. IAS માં ગુજરાત કેડરના અધિકારી હંમેશા ગુજરાતમાં ગમે તેવી પરિસ્થિતિમાં કામ કરેલ છે.

2002 સમયે પંચમહાલ કલેક્ટર હતા. એ સિવાય શિક્ષણ. ગ્રામવિકાસ પ્રધાનમંત્રી કાર્યાલય જેવા મહત્વના વિભાગો તેમનું યોગદાન છે. રવિ મેમ સારા વહીવટ કરતા કડક અધિકારીની છાપ વચ્ચે હૃદયના એટલા જ પ્રેમાળ છે.

રવિ મેમ 11 ભાષાઓ જાણે છે. સંસ્કૃતમાં ઘણા પુસ્તકો લખ્યા છે. નવાઈ લાગે તેવી વાત મેમ ખૂબ સારા ગુજરાતી ભજન ગાય છે.

મેરુ તો ડગે પણ મન ન ડગે.

ખૂબ સરસ રીતે ગાય છે.

મેમે મોટેરા સૂર્ય મંદિર ખાતે કથક નૃત્ય પણ કરેલ છે.

સતત સંવેદનશીલ સાથે તેમનો પરિવાર તેમના જીવન સાથી રામ ગોપાલજી, દીકરી કૃપા દીકરો રામ પણ એટલા જ સરળ છે.

તેમને આવા કુશળ મહિલા હાલ 20 કલાક આપણા માટે કામ કરી રહ્યા છે અને આપણે બાઈક લઈને ગલ્લે મસાલા વગર નથી રહી શકતા .

તમારી આજુ બાજુ પણ આવા કોરોના સામે આપણા માટે કામ કરતાને વંદન કરજો.

જયંતિ રવિ મેમને વંદન
🙏🙏🙏🙏🙏💐💐💐

નાનકડો લેખ પસંદ આવે તો શેર કરજો.

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •  

Leave a Reply