શરમ નથી આવતી પ્રભુ? લાખો અહી મરે છે તું સ્વર્ગે વિહરે છે માનવ અહીં કણસે છે.

સમાચાર

*લો, ફરી એક સમય અનુરૂપ, ગુસ્સો – ગમે તો કહો ગમી! – મેહુલ ભટ્ટ*

***** ****** ***** ***** **
શરમ નથી આવતી પ્રભુ?

લાખો અહી મરે છે
તું સ્વર્ગે વિહરે છે
માનવ અહીં કણસે છે

શરમ નથી આવતી પ્રભુ?

ગર્ભવતી પત્ની નો હાથ પકડી ને
ખભે નાનકડું છોકરું ગોઠવી ને
પેલો ગરીબ પગ ઘસડે છે

શરમ નથી આવતી પ્રભુ?

હતા દિવસ સારા તો સાચવતા,
ગયો ભૂલી? છપ્પન ભોગ ધરાવતા!
આજે એ ભક્ત સર પટકે છે!

શરમ નથી આવતી પ્રભુ?

મંદિરો તારા લોક ડાઉન છે
નમાજ બંદગી પણ ડાઉન છે
મૌલવી પુજારી ભૂખે સબડે છે

શરમ નથી આવતી પ્રભુ?

રાખજે ધ્યાન હવે તું,
રહેતો નહિ મદ માં હવે તું!

બનાવ્યો છે તો મિટાવી દઇશું
પ્રભુ માંથી પથ્થર બનાવી દઇશું
ફટ દઈને ભુલાવી દઇશું!

નથી કેવળ ધમકી આ,
કહ્યું છે તો, કરીને બતાવી દઇશું!

સાવ આવો નહોતો ધાર્યો,
અમારા જેવો નહોતો માન્યો!

જુદો છે જાણી ને ભજતા અમે,
વાતે વાતે કાગરતા અમે!

લગીર ના રાખ્યા સંબંધ ના મોલ
તું એ બધું નફા તોટે તોલ?
લાગ્યો કળિયુગી રંગ તને,
માટે તો પ્રભુ થઈ સાવ માનવ જેવું કરે….!

શરમ નથી આવતી પ્રભુ?

*- મેહુલ ભટ્ટ (૨૯.૩.૨૦)*

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •