*વૈશ્વિક મહામારી કોરોના ના કારણે લોકડાઉન દરમિયાન અમદાવાદ ચાંદખેડા વિસ્તારમાં શ્રમજીવી પરિવાર જનોને ફૂડ પેકેટ વિતરણ કરાયું*

સમાચાર

તાજેતરમાં વૈશ્વિક મહામારી કોરોના ના કારણે રોજીંદી મજુરી કરી પોતાના પરિવાર જનો નુ ભરણપોષણ કરનાર શ્રમજીવી પરિવાર જનો ની કમાણી અટવાતા અમદાવાદ શહેરની કેટલીક સેવાકીય સંસ્થા ઓ તેમની મદદે જઈ અને જીવન જરુરી ચીજવસ્તુઓ પુરી પાડતા તેવો એ રાહત નો શ્ર્વાસ લીધો હતો.

ત્યારે અમદાવાદ ચાંદખેડા વિસ્તારમા ગ્રેનસ ના એરીયા મેનેજર /એકતા ચેરીટેબલ ટ્રસ્ટ ના પ્રેસિડેન્ટ શ્રમતી દીપાલીબેન કંસારા તથા તેમના સાથી સહાયકો દ્વારા શ્રમજીવી વિસ્તારમાં જઈ શ્રમજીવી. ભિક્ષુક. તેમજ દિવ્યાંગોને સવાર સાંજ બંને સમયે ફૂડ પેકેટ વિતરણ કરવામાં આવ્યું હતું. તેમજ ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં રાતદિવસ ખડેપગે રહી ફરજ બજાવનાર પોલીસ જવાનો તેમજ ટ્રાફિક જવાનો ને કોરોના સામે રક્ષણ મ઼ળી રહે તેવા શુભ હેતુ થી ઉકાળા નું વિતરણ કર્યું હતું. આમ કપરી પરિસ્થિતિ માં જરુરિયાત મંદોને મદદરુંપ બની માનવતા ની ઝાંખી કરાવવા બદલે દીપાલીબેન કંસારા તથા તેમના સહાયકો નો ખુબ ખુબ આભાર.

આભાર
જયહિન્દ

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •