કોરોના પહેલાનો શીનારીયો યાદ કરો. – હિતેશ રાયચૂરા.

સમાચાર

કોરોના પહેલાનો શીનારીયો યાદ કરો. લગભગ બધા (સતાધારી ઓ) જ રાજાપાઠમાં હતા! બધાને એમ જ લાગતું હતું કે અમે જ દુનિયામાં શકતીશાળી છીએ.ડોનાલ્ડ ટ્રમ્પ ને એમ જ હતું હું કહું એમ જ થવું જોઈએ.ઉતર કોરીયા ના સરમુખત્યાર કિમ જોંગ ઉન ને દબાવવા એમને ત્યાં પહોંચી ગયા પણ એમણે મીસાઇલ પરિક્ષણ ચાલુ રાખીને પોતાની સર્વોપરિતા સાબિત કરવા પ્રયત્ન કર્યો. ટ્રમ્પે વેપાર બાબતે ચિનને દબાણ માં લાવવા પ્રયત્ન કર્યો એમાં ચિનના સરમુખત્યાર જીન પીન્ગ હમ કિસી સે કમ નહીં સાબીત કરી દીધું.ચિન અને રસીયા ના પ્રમુખો કેવી રીતે સતા પર ચીટકી રહેવું એની જ પેરવીમાં નિર્ણયો લઈ રહ્યા છે.અને એક સતાધીશે તો એવું પણ કહી દીધું કે અમે અણુશસ્ત્રો તહેવારો માં ફોડવા નથી ભેગા કર્યાં!આવા તિસ્મારખાઓ ને એમની અસલી જગ્યા કોણ બતાવી શકે? જે સુપર ઓફ સુપર્સ પાવર હોય તે જ. અને આ એક સૂક્ષ્મ વાયરસ આવ્યું જેને અમેરીકન અણુબોમ્બ મારી શકે એમ નથી કે કિમ જોંગ ઉન ની મીસાઇલ એનો ખાત્મો બોલાવી શકે એમ છે! ના અણુશસ્ત્રો એમને બીવડાવી શકે એમ છે કે ના ચીનની કે જર્મની ની ફાર્મા કંપનીઓ એની રસી શોધી શક્યા! કેવા વામણા સાબીત થઈ રહ્યા છે પોતાને સર્વોપરી માની બેઠેલા આ સતાધીશો! બધા વિલા મોઢે ભગવાન ભરોસે બેઠા છે કારણ જેઓ બચે છે એ દવા વગર જ બચે છે યાને કી ભગવાનની મહેરબાની થી. તો આ બનાવને ભગવાન કે ઇશ્વર હોવાની સાબિતી માની શકાય??? શાંત ચિત્તે અપાતા અભિપ્રાય આવકાર્ય!!!

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •