દર્દીઓને નિ:શુલ્ક ઓ.પી.ડી. કન્સલ્ટિંગની સેવા – પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ સિનિયર ઓર્થોપેડિક સર્જન ડૉ. શ્વેતલ દિલીપકુમાર ભાવસાર.

આંતરરાષ્ટ્રીય કલા સાહિત્ય ટેક્નોલોજી ધાર્મિક મનોરંજન રમત જગત વિશેષ સમાચાર

સર્વે વૈષ્ણવોને માલૂમ થાય કે આપણા પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ સિનિયર ઓર્થોપેડિક સર્જન ડૉ. શ્વેતલ દિલીપકુમાર ભાવસાર વદ અને સુદ બધી જ અગિયારસ પર છેલ્લા ૧૮ વર્ષથી વૈષ્ણવ દર્દીઓને નિશુલ્ક ઓ.પી.ડી. કન્સલ્ટિંગની સેવા આપે છે.

સોમ થી શનિમાં સાહેબની કન્સલ્ટીંગ ફી નવા કેસની પહેલી વાર બતાવવા આવો ત્યારે ૨૦૦૦ ₹ અને ફરીવાર બતાવવા આવો ત્યારે ૧૨૦૦ ₹ હોય છે.

પરંતુ વૈષ્ણવ દર્દીઓએ અગિયારસના દિવસે ઓપીડી માટે કોઈ જ ચાર્જ આપવાનો રહેશે નહિં.

આપના સંપર્કમાં હોય એવા અમદાવાદમાં રહેતા અને જરુરિયાતમંદ વૈષ્ણવોને આ મેસેજ મોકલી આપશો જેથી વધુમાં વધુ દર્દીઓને સેવાનો લાભ મળે.

ઘૂંટણનો સાંધો બદલાવવા , થાપાનો સાંધો બદલાવવા , લિગામેન્ટ ઓપરેશન , દૂરબીનથી થતા ઓપરેશનો , સ્પાઈન સર્જરી , કમર અને ગરદનની ગાદી અને નસોના ઓપરેશનો , ફાટેલા મસલ્સ સ્નાયુના ઓપરેશનો , સાંધાનો દુઃખાવો , સંધિવા , સાંધામાં પાણી ભરાવું , મચકોડ , લિગામેન્ટ ઈન્જરી , આર્થરાઈટીસ , સાંધા ઘસાવા , સાંધામા ગેપ પડવો , કાર્ટિલેજ પ્રોબ્લેમ , ગાઉટ , રાંઝણ , સાયેટિકા , સ્પોન્ડિલાઈટીસ , ગરદન કમરની ગાદી મણકા અને નસ દબાવી , સાંધા અને હાડકા , સ્નાયુ અને નસોના દુઃખાવા વગેરે જાતની કોઈ પણ તકલીફો માટે આપણા વૈષ્ણવ બંધુઓ એમની નિશુલ્ક સલાહ લેવા બધી જ અગિયારસના દિવસે જઈ શકે છે.

અગિયારસના દિવસે બપોરે ૧૨ થી બપોરે ૨ વાગ્યા સુધી જઈ શકાશે.

અગિયારસના દિવસે કોઈક જાહેર રજા અથવા કોઈ પણ જાતની ઈમરજન્સી કે ઑપરેશન હશે તો એ દિવસે ડૉક્ટર મળી શકશે નહિં. માટે એપોઈન્ટમેન્ટ માટે +919099091907 પર સંપર્ક કરીને જવું.

સરનામું : ક્લિનીક-૯ , ડૉક્ટર હાઉસ , પહેલો માળ , બી ૧૧૦ , પરિમલ અંડરબ્રીજ , સી.જી. રોડ , અમદાવાદ પિનકોડ – ૩૮૦૦૦૬

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •