કોરોના લોકઆઉટ માં રેસ્ટોરન્ટ અને હોટલ માટે બિઝનેસ ટિપ્સ

ગુજરાત ભારત વિશેષ સમાચાર

સરકારની એડવાઈઝરી પ્રમાણે કોરોના વાઇરસ સામે લડત આપવા આવતા બે અઠવાડિયા સુધી બધાજ મોલ અને થિયેટરો બંધ કરવામાં આવશે, તેની અસર ખાસ કરીને હોટેલ અને ફૂડ ઇન્ડસ્ટ્રી ઉપર પાડવાની સંભાવના છે. આ સમયે હોટલ અને રેસ્ટોરાં માલિકોએ શું કરવું તે માટે આ માહિતી ખુબજ ઉપયોગી થઇ શકે છે.

ડિજિટલ માર્કેટિંગ, ગ્રોથ કન્સલ્ટન્ટ અને ટેક્નોલોજીના એક્સપર્ટ વિઝન રાવલને જયારે પૂછવામાં આવ્યું કે તેઓ પોતાના રેસ્ટોરન્ટ અને હોટેલ ધરાવતા કલાયેન્ટને કોરોના વાઇરસથી થયેલા લોક-આઉટમાં ટકી રહેવા અને બીઝનેસ મેનેજ કરવા માટે શું ટિપ્સ આપશો ? ત્યારે તેઓએ અમુક જરૂરી માહિતી અને ટિપ્સ આપી હતી.

આ ટિપ્સ ઉપર અમલ કરતા પહેલા સૌ પ્રથમ તમારા સ્ટાફનું હેલ્થ ચેકઅપ કરવો અને ખાતરી કરો કે તેઓ સંપૂર્ણ સ્વસ્થ છે, ત્યાર બાદ નિયમિત હેન્ડ વોશ વિગીરે ગાઇડલાઇનનો ઉપયોગ કરવો ખુબ જરૂરી છે

ટિપ્સ :

હોમ ડિલિવરીની સગવડ આપો :

સાવધાની માટે આપણા ગ્રાહકો બહાર કે મોલ માં ન જઈ પરંતુ હોટલ અને રેસ્ટોરન્ટ લોકો સુધી તેની વાનગીનો સ્વાદ પહોંચાડી શકે. તેના માટે તેઓ હોમ ડિલિવરીની સીમા અને સમય મર્યાદા વધારી શકે છે. તેઓ પોતાના કસ્ટમર ડેટામાંથી દરેકને વોટ્સએપ કરી અને સ્પેશલ રેટ / ડિસ્કાઉન્ટ સાથેનું મેનુ મોકલી શકાય. તમારા સ્ટાફને આ ડિલિવરી માટે મોકલી શકો છો કારણ કે ફૂટફોલ ના હોવાને કારણે તેઓ અવેલેબલ હશે.

ઓનલાઇન પોર્ટલ્સ માં લિસ્ટિંગ અને ઓપન ટાઈમ માં વધારો કરો:

સ્વિગી, ઝોમેટો અને ઉંબર ઈટ એપ્લીકશનમાં લિસ્ટિંગ અચૂક કરવો, અને જો હોય તો ઓપન ટાઈમ વહેલો કરો અને ક્લોઝિંગ ટાઈમ માં વધારો કરી અને વધુ લોકો સુધી પહોંચી શકાય છે. સાથે સ્પેશિયલ ડિસ્કાઉન્ટની કૂપન્સ પણ આપી શકો છો.

“ટેક અવે” ફ્રોમ આઉટસાઇડ ધ મોલ:

તમારી હોટલ કે રેસ્ટોરન્ટ નું ભૌગોલિક વિશ્લેષણ કરી અને “ટેક અવે” ફ્રોમ આઉટસાઇડ ધ મોલ પણ ઓફર કરી શકો છો જેથી તમારા રેગ્યુલર કસ્ટમર જળવાઈ શકે.

ઇમ્યુનીટી સ્ટ્રોંગ કરતા ફૂડનુ મેનુ બનાવી માર્કેટિંગ કરો:

કોરોના એ ઇમ્યુનીટી ઉપર સીધો પ્રહાર કરે છે જેથી આવા સમયમાં ઇમ્યુનીટીને મજબૂત બનાવતા તેજાના અને ગરમ મસાલાઓ વાળો ખોરાક ખુબ ફાયદાકારક હોય છે, જો તમે તમારા મેન્યુમાં સ્વાસ્થ્યવર્ધક અને આયુર્વેદિક કે સાયેન્ટિફિક રીતે ઇમ્યુનીટીને મજબૂત કરનારા ઈંગ્રેડિયન્ટ વાપરતા હો તો તમારા ગ્રાહકોને જણાવો , તેનું વિશેષ મેનુ બનાવી અને માર્કેટિંગ કરી શકાય છે.

કસ્ટમર ડેટા / CRM નો ઉપયોગ કરો :

તમારા રેગ્યુલર ગ્રાહકોને એક મોબાઈલ મેસેજ / ઇમેઇલ / વોટ્સએપ કરો અને તમારી હોમ ડિલિવરીની ઓફરો વિષે જણાવો, અને સાથે સાથે વાઇરસની તકેદારી વિષે પણ માહિતી આપો.

સૉશિયલ મીડિયા ઉપર અવેરનેસ કેમ્પઇન અને ક્રોસ સેલ્સ કરો :

લોકોને વાઇરસથી બચવાની સચોટ માહિતી આપો અને ભયમુક્ત વાતાવરણ બનાવતી પોસ્ટ મુકો, તેનીસાથે જણાવો કે આ રોગ સામેની લડતમાં તમે તેઓની સાથે છો. ક્રોસ સેલ્સમાં રેસ્ટોરન્ટ દરેક ફૂડ પેકેજ સાથે એક માસ્ક અથવાતો સેનિટાઇઝરના શેષે આપવાથી એક સારી બ્રાન્ડિંગ ઇમેજ પણ ક્રિએટ કરી શકે છે. ફૂડ પેકીંગ સાથે એક વાઇરસથી લડવાની ગાઈડલાઈન અથવા તો હેલ્પલાઇનનો નંબર આપવાથી પણ તમારા કસ્ટમર સાથે એક કન્નેકશન બનાવી શકો છો

ઉપરોક્ત રીતે તમે મોલ માં કે અન્ય સ્થળે આવેલા તમારા રેસ્ટોરન્ટ કે હોટલનો બિઝનેસ સરકારી ગાઇડલાઇન સાથે સંલગ્ન થઇ અને જાળવી શકો છો . ધીરજ અને સ્વચ્છતા દ્વારા આ વાઇરસ દ્વારા ફેલાયેલી તકલીફથી ટૂંક સમયમાં જ હોટલ, ફૂડ અને રેસ્ટોરાં ઈન્ડસ્ટ્રી બહાર આવી જશે તેવી શુભેચ્છા

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •