ઓમ કોમ્યુનિકેશન દ્વારા સંસ્કૃતપર્વ ‘વાગ્માધુરી’૨૦૨૦નું આયોજન કરવામાં આવ્યું.

આંતરરાષ્ટ્રીય કલા સાહિત્ય ટેક્નોલોજી બિઝનેસ મનોરંજન રાજનીતિ સમાચાર

ઓમ કોમ્યુનિકેશન દ્વારા તારીખ:13 થી 17 માર્ચ 2020(શુક્રવાર થી મંગળવાર)સુધી,સાંજે 5-30 કલાકે,રા.વિ.પાઠક સભાગૃહ,ગુજરાતી સાહિત્ય પરિષદ,આશ્રમ રોડ,અમદાવાદ ખાતે સંસ્કૃતપર્વ ‘વાગ્માધુરી’૨૦૨૦નું આયોજન કરવામાં આવેલ છે.જે અંતર્ગત 14 માર્ચ,શનિવારે સંસ્કૃતપર્વ:વાગ્માધુરીના બીજા દિવસે પ્રોફેસરશ્રી નિરંજન પટેલે સંસ્કૃતસર્જક શૂદ્રક વિશે અને ગુજરાતી ભાષાના સમર્થ સાહિત્યકારશ્રી ચન્દ્રકાન્ત ટોપીવાળાએ સંસ્કૃતગ્રંથ મૃચ્છકટિકમ વિશે વક્તવ્ય આપ્યું.કાર્યક્રમના પ્રારંભમાં યુવા ગાયિકા આરાધના શોધને સંસ્કૃતસર્જક શૂદ્રકના અને સંસ્કૃતગ્રંથ મૃચ્છકટિકમના અમુક શ્લોકનું ગાન કર્યું.સમગ્ર કાર્યક્રમનું સંચાલન કવિશ્રી મનીષ પાઠક’શ્વેત’એ કર્યું.આ પ્રસંગે સંસ્કૃત ભાષાના સાહિત્યકારો તેમજ સંસ્કૃત પ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા.આ કાર્યક્રમને માણવા માટે કોઈપણ પ્રકારની પ્રવેશ ફી રાખવામાં આવી ન્હોતી..

TejGujarati

Leave a Reply