કચ્છ હવે કોઈપણ ક્ષેત્રે પ્રશાસન દ્વારા વિકસિત રહ્યો નથી. – પ્રશાંત ભટ્ટ.

આંતરરાષ્ટ્રીય ઓટોમોબાઇલ ટેક્નોલોજી ધાર્મિક બિઝનેસ મનોરંજન રાજનીતિ સમાચાર

જયભારત સાથ જણાવવાનું કે,”કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા” નાં સ્લોગનને દાગ લગાવતાં સરકારી પ્રશાસનો દ્વારા કિસ્સાઓ વારંવાર બહાર આવે છે.અને કચ્છનાં ધરોહર એવાં જમીન,નદીઓ,તળાવો,નહેરો અને હવા પ્રદુષિત થતાં કચ્છની જનતા અને ખેડૂતોનાં ઉભા પાકને પારાવાર નુકશાન થઈ રહ્યુ છે.માનવ અધિકાર મિસન ધ્યાને આવતાં અંજાર તાલુકાનાં મેઘપર બોરીચી થી એરપોર્ટ રોડ પાસે આવેલ સાંગ નદીમાં તેની આસપાસ આવેલ ઉદ્યોગો દ્વારા રોજેરોજ પોલ્યુશન કંટ્રોલ બોર્ડનાં આપેલા નૉન્સ(કાયદા)નું સરેઆમ ઉલ્લઘન કરી એસિડ જેવાં જ્વલંત કેમિકલ્સ પાણી આ સાંગ નદીમાં છોડવામાં આવે છે.જે જમીનનાં તળોમાં ઉતરતાં આજુબાજુના ખેતરોમાં અને રહેતાં પરિવારોને જીવનનિર્વાહ મુશ્કેલ બન્યું છે.તથા જમીન અંદર કરેલાં પાણીનાં બોરમાંથી નીકળતાં પાણી પણ પીવા કે વાપરવાં લાયક રહ્યા નથી.તેમ આજુબાજુના રહેતાં પરિવારો વ્યથા જણાવી રહ્યા છે.
ઉપરોક્ત,બાબત અમોને ધ્યાને આવતાં અમોએ કચ્છનાં 4 તાલુકાને જોડતી પોલ્યુશન કંટ્રોલ બોર્ડનાં અધિકારીઓને જાણ કરતાં સબ સલામત છે.તેવાં દાવા કરી અમે મોનીટરીંગ કરી રહ્યા છે.તેવાં પોકળ,ઉડાવ જવાબ આપી કોઈપણ જાતની કાર્યવાહી કરેલ નથી.ફક્ત ને ફક્ત સામાન્ય દંડ કરી આવા કારખાનેદારોનેહવા,પાણી અને જમીનમાં ગંદા પાણી છોડવા પ્રોત્સાહિત કરી રહ્યા છે.તે સાબિત થાય છે.

પ્રશાંત ભટ્ટ.
માનવ અધિકાર મિશન.
પ્રેસિડેન્ટ.
કચ્છ.

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •  

Leave a Reply