મારી આંખો પેલી સુંદર પાતળી પડોશણને શોધતી, જયારે જયારે ધુળેટી આવતી.એની મારકણી અદાઓ પર થી મારી નજર ના હટતી,જયારે જયારે ધુળેટી આવતી.એના રૂપાળા ગાલને રંગવાનો મોકો લેતો હું ઝડપી.- બીના પટેલ.

આંતરરાષ્ટ્રીય કલા સાહિત્ય ધાર્મિક ભારત રમત જગત લાઇફ સ્ટાઇલ સમાચાર

😀😀😀😀😀😀🧚‍♀મારી આંખો પેલી સુંદર પાતળી પડોશણને શોધતી …
જયારે જયારે ધુળેટી આવતી ….
એની મારકણી અદાઓ પર થી મારી નજર ના હટતી …😛
જયારે જયારે ધુળેટી આવતી ….
એના રૂપાળા ગાલને રંગવાનો મોકો લેતો હું ઝડપી …😁
જયારે જયારે ધુળેટી આવતી …
બહુ દિવસે દેખાયા એવું જયારે નજીક આવી કહેતી ….🤩
જયારે જયારે ધુળેટી આવતી …
એને જોઈને મારા મનમાં નવીન ટીખળ સૂઝતી ….😛
જયારે જયારે ધુળેટી
આવતી ….
ભાંગ પીધા પછી એ લાગે મને મારકણી માનુની …😛
પણ ….
નજરની સંતાકૂકડી તારા ભાભીથી ના રહી અજાણી …😜
પત્ની બોલી , નજર તમારી જો ના રહી સખણી …
ત્રિનેત્ર ખોલીશ , આ વાત નથી તમારાથી અજાણી …!
તમે રમો રંગે ધુળેટી ,
ને હું પ્રગટાવું હોળી !
જોજો , યાદ રહી જાશે યાદગાર ઘૂળેટીની એ રામકહાણી ….!!
🤣🤣🤣🤣🤣🤣
—બીના પટેલ તરફથી ધુળેટી મુબારક 🤗🤗🤗🤗

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •  

Leave a Reply