કેન્દ્ર સરકારની નવી યોજના Lateral Entry બાજુની દિશા કે બાઝુની દિશા….. !!!! – ડૉ. પ્રતિક ત્રિવેદી

કલા સાહિત્ય ગુજરાત ભારત રાજનીતિ

કેન્દ્ર સરકારની નવી યોજના
Lateral Entry
બાજુની દિશા કે બાઝુની દિશા….. !!!!
• નરેન્દ્ર મોદી સરકારે પ્રથમ દિવસથી જ જાહેરાત કરી દીધી હતી કે આ સરકાર કોઈ પૌરાણિક કાર્યશૈલીથી ચાલનારી સરકાર નથી. જરૂર જણાશે ત્યાં આકરા પણ દુરંદેશી નિર્ણયો લેતા અચકાશે નહી.
તા. 10/06/2018 ના રોજ મોદી સરકારે એક વિશિષ્ટ પ્રકારની જાહેરાત આપી. જાહેરાત પ્રમાણે UPSC પાસ ન કર્યુ હોય તેવા લોકોને પણ IAS નુ પદ સોંપવાનું નક્કી કર્યુ. આ જાહેરાત પ્રમાણે 10 સંયુક્ત સચિવની નિમણુક કરવાની છે. આ જાહેરાત પ્રમાણે ખાનગી ક્ષેત્રમાં કામ કરેલા પણ અહી અરજી કરી શકશે. આ અરજીઓ રેવન્યુ, નાણાકીય બાબત, કૃષિ, શિપિંગ, વન્ય અને પર્યાવરણ, રોડ અને ટ્રાન્સપોર્ટ તથા નાગરિય ઉડ્ડયન અને કોમર્સ મંત્રાલય માટે સ્વીકારવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે ઘણા લાંબા સમયથી આવી કોઈ લેટરલ એન્ટ્રીની અટકળો સેવાઈ રહી હતી જેનો આજ અંત આવ્યો છે. આ માટે DOPT (ડીપાર્ટમેન્ટ ઓફ પર્સનાલિટી એન્ડ ટ્રેનિંગ) ની માળખાકીય માહિતી જાહેર કરી છે.
• વધુમાં તેવુ પણ જણાવવામાં આવ્યું છે કે સામાન્ય ગ્રેજ્યુએટ, કોઈ સરકારી, પબ્લિક સેક્ટર યુનિટ, યુનિવર્સિટી ઉપરાંત કોઈ ખાનગી કંપનીમાં 15 વર્ષ સુધી કામનો અનુભવ રાખનાર પણ આ હોદ્દા માટે અરજી કરી શકે છે. સરકાર પ્રારંભિક તબક્કામાં 10 મંત્રાલયોમાં એક્સપર્ટ જોઈન્ટ સેક્રેટરીશ્રીની નિમણુક કરશે.
• ઉલ્લેખનીય છે કે કોઈપણ મંત્રાલય અથવા વિભાગમાં જોઈન્ટ સેક્રેટરીનો હોદ્દો અત્યંત મહત્વનો હોય છે. સાથે સાથે તમામ મોટી નીતિઓને અંતિમ સ્વરૂપ આપવાનુ તથા તેને અમલમાં લાવવાનું કામ તેઓનું હોય છે.
• સારાં પાસાં
• PMO માં રાજ્યમંત્રી એવા જિતેન્દ્ર સિંહે કહ્યું કે આ જાહેરાત સાથે જોડાયેલા જે સ્ત્રોત ઉપલબ્ધ હશે તેમાંથી સર્વશ્રેષ્ઠ જ પસંદગી પામશે. વધુ માં તેમણે જણાવ્યું કે આ પગલા પાછળનો મુખ્ય હેતુ દરેક ભારતીય નાગરિકને પોતાની પ્રતિભા તથા ક્ષમતાની પ્રમાણે પોતાનો વિકાસ સુનિશ્ચિત કરવાનો છે.
• લગભગ 1926 થી શરૂ કરાયેલી UPSC મહદઅંશે અંગ્રેજ પ્રણાલીનું ઉત્તમ ઉદાહરણ છે. તો સરકારનું આ પગલુ એ આની સાથે સાથે નોકરશાહી ખતમ કરી નાખવાનું એક ઉત્તમ પગલું પણ કહેવાય.
• ઉલ્લેખનીય છે કે ગવર્મેન્ટના હંમેશા બે પ્રકારના ઓર્ડર હોય છે. (1) એડવાઇઝરી (2) એક્ઝીક્યુટીવ. રાજીવગાંધીના જમાનામાં સામ પિત્રોડા તથા મનમોહન સિંઘના જમાનામાં નંદન નિલકર્ણી, આધાર યોજના તથા IT માં આ પ્રકારની જ ભૂમિકા ભજવી હતી જેનું પરિણામ આજે આપણા સૌની સમક્ષ “આધાર” યોજના સ્વરૂપે મળેલ છે.
• સરકારને એટલે પણ અભિનંદન આપવા જ રહ્યા કે હવેથી કોઈપણ ક્ષેત્રમાં 15 વર્ષ જેટલા લાંબા સમય સુધી સેવા આપનાર વ્યક્તિ બ્યુરોક્રેસીમાં આવ તો વ્યક્તિ જો પ્રો-પિપલ કે પ્રો-ગવર્મેન્ટ હશે તો જ ચૂંટાયેલા વ્યક્તિ સમાજ માટે કામ કરી શકશે. કેમ કે આપણા માળખા પ્રમાણે ઘણીબધી વસ્તુઓ સીધી જ અધિકારીઓ અંતર્ગત આવતી હોય છે. જેને સમયાંતરે પોતાના બાનવા લઇ લે છે, કારણ કે ચૂંટાયેલા સભ્યો રાજકીય આવડત ધરાવે છે. પણ નિર્ણયાત્મક પગલાં લેવાની તેમને ક્યાંક ને ક્યાંક સૂજબુઝ નથી જણાતી. આ સંજોગોમાંથી પાર પાડવા માટે પણ આ નિર્ણય સરાહનીય કહી શકાય.
• બીજી તરફ સરકારના આ નિર્ણયને એટલે પણ આવકારદાયક કહી શકાય કારણ કે આનાથી UPSCની પરિક્ષાને કે તેના વિદ્યાર્થીઓને કોઈ નુકશાન નહી થવાનુ કારણ કે તેમની માંગ તો આ પ્રગતિશીલ દેશમાં રહેવાની જ છે. પણ સમયાંતરે શરૂ થયેલી આ પદ્ધતિથી સમાજથી અત્યારસુધી અળગા રહેલા બુદ્ધિજીવીઓને જરૂરથી સરકારી નિર્ણયોમાં સકારાત્મક ભૂમિકા ભજવવાની તક મળશે.
• પડકારરૂપ પાસાં
• ભારતીય બંધારણીય વહીવટ ક્ષેત્ર જુદા જુદા પ્રકારના કામગીરીથી વહેંચાયેલો છે. જેમાં અત્યારસુધી ફક્ત સરકારી પસંદગી પામેલા અધિકારીઓ જ કામ કરી શકતા હતા પરંતુ જો હવે ખાનગી ક્ષેત્રના નિષ્ણાતો પણ આવશેતો વિકાસની ગતિ કદાચ સહેજ ધીમી પડશે.
• દરેક ક્ષેત્રમાં અનુભવી તથા નવનિયુક્ત અધિકારીઓનો સમન્વય જોવા મળતો હોય છે પરંતુ અહીં અનુભવી, તાલીમબદ્ધ તથા યોગ્ય પરિક્ષામાંથી પાસ થયેલા અધિકારીઓ તથા નવનિયુક્ત યુવા વર્ગ વચ્ચેનો તાલમેલ આશ્ચર્યજનક રહેશે કારણકે અહીં આપણે જોઈન્ટ સેક્રેટરી, સેક્રેટરી તથા એડિશનલ સેક્રેટરી કક્ષાના વ્યક્તિઓની વાત કરી રહ્યા છીએ.
• સૌથી પડકારજનક પ્રશ્ન તો હાલના સંજોગો જોતાં આરક્ષણનો આવે છે, UPSCની પરિક્ષાથી જયારે પસંદગી થાય ત્યારે બંધારણ મુજબ આપોઆપ આરક્ષણનો લાભ મળી શકે છે, પરંતુ શુ આ દસ વ્યક્તિઓની પસંદગીમાં આવા કોઈ લાભ મળશે કે કેમ એ પ્રશ્ન વિચારવો રહ્યો.

ટહુકો !!!
શોધવા જ હોય તો,
તમારી ચિંતા કરવાવાળા ને શોધજો.
બાકી તમારો ઉપયોગ
કરવાવાળા તમને શોધી લેશે…..!!!!!

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •