તમામ સ્ત્રીઓને ખુલ્લા આકાશમાં ઊંચી ઉડાન ભરવા માટે દિલથી શુભકામના. – બીના પટેલ

આંતરરાષ્ટ્રીય ઓટોમોબાઇલ કલા સાહિત્ય ટેક્નોલોજી ધાર્મિક બિઝનેસ મનોરંજન રાજનીતિ લાઇફ સ્ટાઇલ સમાચાર

⭐️⭐️⭐️⭐️⭐️⭐️ દુન્યવી દુઃખોના તાપમાં ,
શિતળનીર સમું મીઠું ઝરણું ,
એટલે સ્ત્રીનો સ્નેહ …
શહેરની ઊંચી ઊંચી ઇમારતોમાં ,
લાગણીનું લીલુંછમ ગામડું ,
એટલે સ્ત્રીનો સ્નેહ …
પોતાના હિસ્સાનું આકાશ લેવા ,
ધરા ઉપર ઘણું બધું
ત્યજી દેવું ,
એટલે સ્ત્રીનો સ્નેહ …
એક આંખથી સવાલો છલકાતાં ,
બીજી આંખથી મૌન કાંઈ કહેતું ,
એટલે સ્ત્રીનો સ્નેહ …
પ્રભુ ક્યારેક મનમાં વિચારતાં ,
કામ સોંપ્યું ,થોડુંક મારા સમોવડિયું ,
એવો સ્ત્રીનો સ્નેહ …
હરેક સંબંધને ખુશીથી નિભાવતાં ,
જીવનને ઉર ઉમંગથી ભરી દે તું ,
મેળવીને સૌનો સ્નેહ !
……🌷
……🌷
…….🌷
–🌸બીના પટેલ તરફથી …..
તમામ સ્ત્રીઓને ખુલ્લા આકાશમાં ઊંચી ઉડાન ભરવા માટે દિલથી શુભકામના ..🌺🌺
અજાણી ભૂમિ પર પણ ગભરાયા વગર સફળતાનાં શિખરો સર કરો ..એવી મનોકામના …🌺🌺
મૃદુતા અને મધુરતાની અસ્ક્યામત અકબંધ રાખી આગળ વધો ….એવી દિલથી પ્રાર્થના ….🌸🌸

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •  

Leave a Reply