ધૂળેટીમાં રંગોથી રંગાતા પહેલા જાણી લો તમારી રાશિ માટે ક્યો રંગ છે શુભ.

આંતરરાષ્ટ્રીય કલા સાહિત્ય ધાર્મિક ભારત મનોરંજન રાજનીતિ સમાચાર
હોળીના બીજે દિવસે આપણે બધાં જ ધૂળેટીનો તહેવાર ઉજવીએ છીએ. ફાગણ માસની શુક્લ પક્ષની પૂનમના બીજે દિવસે એટલે ફાગણ વદ એકમના દિવસે ધૂળેટીનો તહેવાર ઉજવવામાં આવે છે. આ દિવસે આપણે ગુલાલ અને પાણીના રંગોનો ઉત્સવ મનાવીએ છીએ. કંકુ, અબીલ અને ગુલાલની આ તહેવારની ઉજવણી કરવાની પારંપરિક રીતે પ્રથા છે આ ઉપરાંત માટીમાંથી બનતા રંગોમાંથી પણ ધૂળેટી રમાય છે. તેથી જ ધૂળેટી તરીકે ઓળખાય છે.

હોળીએ રંગોનો તહેવાર છે તેથી સૌથી વધું મહત્વ રંગોનું હોય છે. શાસ્ત્રોનું માનીએ તો દરેક ગ્રહનો પોતાનો એક રંગ હોય છે. રંગોનો ઉપયોગ કરીને તમે સારું ખરાબ ફળ મેળવી શકો છો. વ્યક્તિની જન્મકુંડળી પરથી તેના માટે શુભ રંગ ક્યો છે તે વિશે જાણી શકાય છે. જેના પ્રયોગથી જીવનમાં સફળતા મળે છે. એવામાં જો તમે પોતાની રાશિ અનુસાર રંગોથી હોળી રમશો તો કષ્ટથી મુક્તિ મળશે. ધન લાભ અને સુખની પ્રાપ્તિ પણ થશે.
: રાશિ પ્રમાણે ક્યાં રંગથી રમવું જોઈએ?

મેષ(અ,લ,ઈ) :
લાલ અને પીળો આ રંગ આ રાશિના લોકો માટે સૌથી વધું શુભ રંગ છે. તેનો ઉપયોગ કરવાથી ભાગ્યશાળી રહેશો.

વૃષભ(બ,વ,ઉ) :
કાળો તથા નીલો રંગ તમારા માટે સૌથી શુભ નિવડે. આ રંગ તમને સહજતા આપે છે.

મિથુન(ક,છ,ઘ) :
લીલો અને નીલો રંગ મિથુન રાશિના લોકો માટે હોળી પર સૌથી ઉપયુક્ત છે.

કર્ક( ડ, હ) :
લાલ અને સફેદ રંગ એટલે કંકુ-અબીલનો ઉપયોગ કર્ક રાશિના લોકો માટે શુભ નિવડે છે. સફેદ રંગથી પણ રમવું શુભ નિવડે. આ રંગ તમારા ચંચળ સ્વભાવને કાબૂમાં રાખીને સંયમી બનાવશે.

સિંહ (મ,ટ) :
આ રાશિવાળા લોકો માટે શુભ રંગ નારંગી અને રિંગણી રંગ છે. જે તમારી પ્રચંડતાને કાબૂમાં રાખવામાં મદદગાર નિવડશે. આ રંગોનો પ્રભાવ જીવનમાં સુખ સાધન અને સંપન્નતા લાવશે.

કન્યા(પ,ઠ,ણ) :
લીલો, પીળો અને સફેદ રંગ તમારે માટે સર્વોત્તમ રહેશે. તમે તેનો પૂરો આનંદ ઉઠાવો.

તુલા(ર,ત) :
લીલો રંગ તમારે માટે ઉત્તમ છે જ સાથે તમે રિંગણી રંગનો પણ ઉપયોગ કરો તે તમારા માટે લક્કી નિવડશે.

વૃશ્રિક (ન,ય) :
લાલ અને પીળો રંગ તમારા માટે ઉત્તમ અને પ્રભાવદાયક નિવડશે.

ધન(ધ,ભ,ફ,ઢ) :
પીળો અને નારંગી રંગ ધન રાશિના લોકો માટે બહું સારો છે.

મકર(ખ,જ) :
નીલો અને લીલો રંગ તમારા માટે શુભ અને સકારાત્મક નિવડે.

કુંભ( ગ,શ,સ) :
નીલો અને રિંગણી રંગ તમારા માટે શુભ નિવડે.

મીન(દ,ચ,ઝ,થ) :
પીળો અને નારંગી રંગ તમારા માટે શુકનિયાળ રહેશે. જે તમારા વ્યક્તિમાં ઉત્સાહ અને જોશનો સંચાર કરશે.
Sureshvadher

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •