*સેલ્ફ પ્રોવોક્ડ શાંતિદૂતો: CAA અને કપિલ મિશ્રા તો માત્ર બહાના છે! રંગ છલકે – કિન્નર આચાર્ય*

આંતરરાષ્ટ્રીય કલા સાહિત્ય ગુજરાત ધાર્મિક ભારત રમત જગત લાઇફ સ્ટાઇલ સમાચાર
 • ગુજરાતમાં પાટીદાર અનામત આંદોલન શરૂ થયું ત્યારે તેને ઘણાં પાટીદારોનું સમર્થન મળ્યું હતું. નૈતિક ટેકો પણ મળ્યો, આર્થિક પણ મળ્યો અને સમાજ પણ એ ઝુંબેશની પડખે ઊભો રહ્યો. માત્ર પાટીદારોએ જ નહીં, અન્ય જ્ઞાતિઓએ પણ આંદોલનને સપોર્ટ કર્યો. લોકોને લાગતું હતું કે, અનામતની અન્યાયી વ્યવસ્થાનાં કારણે ઉજળિયાતોના સંતાનોએ ઘણું વેઠવું પડે છે. લોકજુવાળ વધી રહ્યો હતો. એવામાં જ અમદાવાદના જી.એમ.ડી.સી. ગ્રાઉન્ડ પર “પાસની પ્રથમ મોટી રેલી થઈ. હાર્દિક પટેલે રાજકીય રંગ દેખાડ્યો. ઘણા લોકોને સમજાયું કે, આ તો માત્ર રાજકીય ખેલ છે. એ રેલીમાં હાર્દિકનું ભાષણ સાંભળીને જ અડધાપડધા લોકોનો મોહભંગ થઈ ચૂક્યો હતો. રેલી બાદ હાર્દિક ઍન્ડ ગૅન્ગ દ્વારા હિંસાચાર થયો અને પાટીદારો સહિતનો મોટાભાગનો વર્ગ આ આંદોલનથી અળગો થઈ ગયો. પછી ગામનાં ઉતાર જેવાં ગણ્યાગાંઠ્યા લુખ્ખેશ સિવાય કોઈનો ટેકો આંદોલનને ન મળ્યો. હાર્દિકે ઉપવાસ આદર્યાં તો છાવણી આખી ખાલી રહેતી હતી. એક સમયે જી.એમ.ડી.સી. મેદાનમાં પગ મૂકવાની જગ્યા મળતી ન હતી, હવે સમય એવો હતો કે, ઉપવાસી છાવણીની મુલાકાતે કોઈ અગ્રણી આવવાનાં હોય તો ભીડ દેખાડવા માણસો ભાડે લાવવા પડતાં હતાં. નોબત એવી આવી કે પછી તો ભૂરો પારણાં કરવા ઝાંવા નાખતો હતો. વધુ આબરૂ ન જાય એ માટે ઘરમેળે સમાધાન થાય તેમ ઘરમેળે જ જ્ઞાતિનાં આગેવાનોએ તેને લીંબુ પાણી પાઈ ને ખેલ આટોપી લીધો.

 • એક સમયે જબરજસ્ત બ્લોકબસ્ટર ગણાતું આંદોલન શા માટે સુપરફ્લોપ થઈ ગયું? જવાબ છે: હિંસાને કારણે. તોડફોડ, આગજની, અરાજકતા, કત્લેઆમ, હિંસા એ હિન્દુઓનો સ્વભાવ નથી. એક સમયે નાયક બનવા તરફ ધસી રહેલા હાર્દિકને ખૂદ પાટીદાર અને હિન્દુ સમાજે એટલે જમીનદોસ્ત કર્યો કે, એ અરાજકતાવાદી બની રહ્યો હતો. ભીડ વીખેરાઈ ગઈ. ઉન્માદ શમી ગયો. બીજી તરફ શાહીન બાગની ભીડ છે. શા માટે વીખેરાતી નથી? દરરોજ ત્યાં તોડફોડ, ભાગલા, હિંસા, અરાજકતાની વાતો થાય છે, તો ય જીવાતો શા માટે ત્યાં ચોંટેલી રહે છે? હાર્દિક આપણે ત્યાં ખલનાયક બની જાય છે, પણ ચિકન નેક બ્લૉક કરીને નોર્થ-ઈસ્ટ ભારતને નોખું કરી દેવાની વાત કરનાર શરજીલ ઈમામ શા માટે શાતિદૂતોનો મહાનાયક બની જાય છે? દેશી રિવોલ્વર લઈ ખુલ્લેઆમ પોલીસ પર ફાયરિંગ કરતો શાહરૂખ, દિલ્હીને બાનમાં લેવાની વાત કરી રાષ્ટ્રવિરોધી પ્રવચનો કરતો અમાનતુલ્લા ખાન અને દિલ્હીને સળગાવનાર, અંકિત શર્માનો હત્યારો, આમ આદમી પાર્ટીનો કોર્પોરેટર તાહિર હુસૈન… આ બધા શા માટે મુસ્લિમોનાં લોકનાયક બની જાય છે? શા માટે કોઈ એક મુસ્લિમ યુવાન પણ આવા લોકોની સોશિયલ મીડિયામાં સુધ્ધાં ટીકા કરતો નથી? આવી બાબતે મૌન રહેવું એ પણ મૂક સહમતી ન ગણાય. ટ્રમ્પની મુલાકાતથી લઈ દીપિકા પદુકોણ સુધીની દરેક બાબતો પર સોશિયલ મીડિયામાં ઉધામા કરતા શાંતિદૂતોમાંથી એક પણ પારેવડું

 • આવી બાબતોમાં પણ યા તો મૌન રહે છે અથવા પોતાનાં નાયકનો બચાવ કરે છે, તેમની પ્રશંસા કરે છે.

 • ભવિષ્યમાં શરજીલ શાહ પીર, તાહિરશાહ પીર અને ઓલીયા અમાનતુલ્લા પીરની દરગાહો બનશે અને શાંતિદૂતો એમની બાધા – આખડી, મન્નત પણ રાખશે. ઈતિહાસ ગવાહ છે, જે લોકો સૌથી વધુ ક્રૂરતા આચરી શકે, વિધર્મીઓની કત્લેઆમ કરી શકે, તેમને પારેવડાંઓ ફકિરનો દરજ્જો આપી દે છે. તાહિર હુસૈને આવું જ અદ્ભુત કાર્ય કર્યું છે. તેણે અને તેનાં અન્ય ધાર્મિક વૃત્તિના મિત્રોએ નિર્દોષ અંકિત શર્માને ચાર કલાકની અંદર છરીનાં ચારસો ઘા ભોંક્યા, શરીરનો એક ઇંચ હિસ્સો પણ એવો ન હતો – જ્યાં ચાકુનો ઘા ન હોય, આંતરડાના ટુકડા થઈ ગયા, પોસ્ટમોર્ટમ કરનાર ડૉક્ટર્સની ટીમે કહ્યું કે, તેમણે અગાઉ આટલી નિર્દયતાથી રહેંસાયેલો મૃતદેહ ક્યારેય જોયો નથી. અંકિતનો પ્રાણ નીકળી ગયો પછી પણ શાંતિપ્રિય ઝરખ તેનાં મૃતદેહમાં છરી ભોંકતા રહ્યા. ખરેખર તાહિરની દરગાહ બનવી જ જોઈએ, તેને ફકિર – ઓલીયાનો દરજ્જો મળવો જ જોઈએ.

 • સિટીઝન એમેન્ડમેન્ટ ઍક્ટના બહાને ઘણાંએ સ્કોર કરી લીધા. અરવિંદ કેજરીવાલ અને આમ આદમી પાર્ટીને સાબિત કરવાની તક મળી કે તેમની પ્રતિબદ્ધતા માત્ર અને માત્ર મુસ્લિમો પ્રત્યે છે. સોનિયા ગાંધીએ મુસ્લિમોને હાકલ કરી કે તેમણે સી.એ.એ.ના વિરોધમાં સડકો પર ઊતરવું જોઈએ અને આરપારની લડાઈ લડવી જોઈએ અને પારેવડાંઓ સાચે જ સડક પર ઊતર્યા તો મેડમે ગૃહમંત્રીનું રાજીનામું માગ્યું. માતાશ્રીના બેન્ડ વેગનમાં રાહુલ અને તેની બેનડી પ્રિયંકા વાડ્રા પણ જોડાઈ ગયા. ૧૯૮૪નાં શીખ વિરોધી હુલ્લડો પછી પ્રથમ વખત દિલ્હીમાં આવી દહેશત છે અને આ આખા પાપકર્મ માટે દોષનો ટોપલો ભાજપનાં નેતા કપિલ મિશ્રા પર નાખવા ડાબેરી પત્રકારો, આપ, કૉંગ્રેસ દ્વારા હવાતિયાં મરાઈ રહ્યા છે. સમસ્યા એ છે કે, તાહિર હુસૈનના ઘરનાં, અગાશીના વીડિયો ફૂટેજ પણ મોજુદ છે, તાહિરની હેવાનિયતના સાક્ષીઓ પણ મોજુદ છે. આ તો થઈ આપીયા – પાપીયાઓની સમસ્યાઓની વાત. હવે સામાન્ય હિન્દુની સમસ્યા જાણો: આટઆટલાં પુરાવાઓ, સાક્ષીઓ, વિઝ્યુઅલ્સની મોજુદગી હોવા છતાં આપીયા – પાપીયા શાંતિદૂતોની સંડોવણીનો ઈન્કાર કરી રહ્યાં છે. સવાલ માત્ર બે બદામના રાજકારણીઓનો નથી, કહેવાતાં સર્જકો, બૌદ્ધિકો પણ રાજકારણી બનીને પોતાની ઈજ્જત બે કોડીની કરી રહ્યાં છે. લેખક – ગીતકાર જાવેદ અખ્તરને એ વાંધો છે કે કોઈ ‘તાહિર’ (મુસ્લિમ વાંચો) નામનાં શખસને ત્યાં જ કેમ રેઈડ પડી! સ્મરણ રહે: એમને એ વાંધો નથી કે કોઈ અંકિત (હિન્દુ વાંચવું) નામનાં નિર્દોષ યુવાન પર ચાકુના ચારસો પ્રહાર શા માટે થયા, તેમને એ પણ સમસ્યા નથી કે સેંકડો કાર અને સેંકડો – હજારો દુકાનો શા માટે સળગાવાઈ, એમને એ બાબતે પણ ઐતરાઝ નથી કે દિલ્હીને કોઈ જ કારણ વગર સી.એ.એ.ના બહાને શા માટે સળગાવાયું… તેમને તકલીફ એ નથી કે ઍસિડ બૉમ્બ, પેટ્રોલ બૉમ્બ, પથ્થર – ઇંટ શા માટે મળ્યાં, તેમને વાંધો એ છે કે, કોઈ તાહિરનાં ઘેરથી એ શા માટે મળ્યાં! એમનું આડકતરું બયાન એ છે કે, તાહિર નિર્દોષ છે, કપિલ મિશ્રા દોષિત છે!

 • કપિલ મિશ્રાએ કયું પાપ કર્યું? એ એવું તો શું બોલ્યા કે, અમનનાં મઝહબ ગણાતા ઈસ્લામના નેક બંદાઓએ દિલ્હી સળગાવવું પડ્યું? મિશ્રાએ સી.એ.એ.ની તરફેણમાં એક રેલી કાઢી હતી અને ન્યૂઝ ચેનલના રિપોર્ટરોને કહ્યું હતું કે, દિલ્હી પોલીસ જો નિયત સમય મર્યાદામાં શાહીન બાગમાંથી દેખાવકારોને નહીં હટાવે તો તેઓ સી.એ.એ. સમર્થકોની સાથે મળી ને સડક પર ઊતરશે.

 • શરજીલ ઈમામ, અમાનતુલ્લા ખાન જેવા નેક બંદાઓએ આપેલાં ઝેરી બયાનોની સરખામણીમાં કપિલનું આ સ્ટેટમેન્ટ તો રસગુલ્લા જેવું હતું. તેમાં ઉશ્કેરણીજનક કશું જ ન હતું, પરંતુ શાંતિદૂતો ઘણાં દિવસથી ઉશ્કેરાવા માટે તત્પર હતાં, શાહીન બાગમાં સરકારે બળપ્રયોગ ન કર્યો તેથી તેમનું મનોબળ તૂટી ગયું હતું. એમને બાખડવાની ભયંકર ખણ હતી. સાજ-ઓ-સામાં એકઠો કરી રાખ્યો હતો. તેનો સદુપયોગ ક્યારે કરવો!

 • તાહિર હુસૈનની અગાશીએ મોતનો જે સામાન મળ્યો તે શું તત્કાળ એકઠો કરાયો હતો? ના. તૈયારીઓ ચાલતી જ હતી. મુલ્લાઓએ મુહૂર્ત પણ ગજબનાક શોધ્યું. ડોનલ્ડ ટ્રમ્પના આગમન ટાણે જ. એક તરફ ભારતીયો મોટેરા સ્ટેડિયમમાં યુ. એસ. પ્રેસિડેન્ટને નમસ્તે ટ્રમ્પ કહી રહ્યા હતા, બીજી તરફ નેક બંદાઓ એ સાબિત કરવામાં વ્યસ્ત હતા કે, મોદીના રાજમાં પારેવડાંઓ ડિપ્રેસ્ડ અને સપ્રેસ્ડ છે, તેઓ દબાયેલા, કચડાયેલાં, શોષિત છે. આ એક ભયાનક ષડ્યંત્ર હતું. કપિલ મિશ્રા કશું જ બોલ્યા ન હોત તો તેમનાં મૌનને પણ ઉશ્કેરણીજનક માની લેવા આ જમાત તત્પર હતી.

 • આ વર્ગ સેલ્ફ-પ્રોવોક્ડ છે, સ્વયં ઉશ્કેરાયેલો. એમને કોઈની ચઢામણીની આવશ્યકતા જ નથી. આ એક જ બાબતે તેઓ સંપૂર્ણપણે આત્મનિર્ભર છે. ઈરાન અને અફઘાનિસ્તાનમાંથી જરથોસ્તનું, પારસીઓનું નામ ભૂંસી નાખવા માટે તેમને કયાં કોઈ કપિલ મિશ્રાની આવશ્યકતા ઊભી થઈ હતી! સીરિયા, ઈરાકને ખેદાનમેદાન કરવા પાછળ શું કપિલ મિશ્રાનાં નિવેદનો જવાબદાર હતા? કાશ્મીડી પંડિતોની કત્લેઆમ, ફરજિયાત હિજરત પણ શું કપિલ મિશ્રાના બયાનોને લીધે થઈ હતી? મુંબઈ હુમલો, અમદાવાદ – જયપુર બ્લાસ્ટ્સ, કંદહાર હાઈજેક માટે પણ શું મિશ્રાના બયાનો જવાબદાર હતા? અને સાબરમતી એક્સ્પ્રેસનો એસ-૬ ડબ્બો સળગાવીને પાંચ ડઝન હિન્દુઓને જીવતા ભૂંજી નાખવાના પરાક્રમ પાછળ પણ શું મિશ્રાની પ્રેરણા હતી?

 • *રંગ છલકે – કિન્નર આચાર્ય*
TejGujarati
 •  
 •  
 •  
 •  
 •  
 •