ધો-૧૦ ના વિદ્યાર્થી- વાલીઓં ખાસ વાંચે.

આંતરરાષ્ટ્રીય કલા સાહિત્ય ગુજરાત ટેક્નોલોજી બિઝનેસ ભારત રમત જગત વિશેષ સમાચાર

છેલ્લા ૩ વર્ષથી વિજ્ઞાન પ્રવાહ લેનાર વિદ્યાર્થીની સંખ્યા ધટી છે તેમજ IIT માં પણ આ વર્ષ માત્ર ૮.૫ લાખ વિદ્યાર્થી જ નોંધાયા છે જે ૩ વર્ષ પેહલા ૧૧ લાખ હતા. બીજી બાજુ ધો ૧૦ પછી DIPLOMA IN COMPUTER ENG , IT માં એડમિશન મળતું નથી . જેના કારણો વાંચીને તેમજ આગળ મોકલી આપવા વિનંતી .

૧- BE IT, COMPUTER ENG., MSC IT , BE ELECTRONICS & COMMUNICATION ENGG, INFORMATION & COMMUNICATION TECHNOLOGY, AEROUNITCAL ENGINEERING માં જ પ્રવેશ લેવો હોય તો સૌથીસીધો રસ્તો ધો ૧૦ પછી ડીપ્લોમાં છે અને જેથી જ ગુજરાત રાજ્ય ની તમામ ડીપ્લોમાં COMPUTER ENG બેઠકો ભરાય જાય છે .અને આ હકીકત ની માહિતી લોકોસુધી પહોંચી ગઈ છે.

૨. COMPUTER ENG જ બનવાનું હોય તો ધો ૧૧-૧૨ SCIENCE રાખી રસાયણવિજ્ઞાન, ભોતિકવિજ્ઞાન સુ કરવા ભણવાનું. ? . જો નક્કી જ છે કે COMPUTER ENG બનવાનું છે તો સુ કરવા માટે એવા વિષયો ભણવાના કે જે FUTURE માં ક્યારે પણ કામ આવવાના નથી. બીજું ગયા માર્ચ ૨૦૧૯ માં રસાયણવિજ્ઞાન માં અંદાજે ૩૦૦૦૦ વિદ્યાર્થી FAIL થયા હતા. માર્ચ ૨૦૧૯ નું વિજ્ઞાનપ્રવાહ નું પરિણામ ૬૦ ટકા હતું. જે દર્શાવે છે કે ખુબ હોશિયાર વિદ્યાર્થી જ પાસ થાય છે.

૩. ડીપ્લોમાં ની ફીસ સરકારી કોલેજ માં ૧૦૦૦ અને GIRLS માટે ૦૦ છે . સામે વિજ્ઞાન પ્રવાહ ની ધો ૧૧ -૧૨ ની ફીસ લગભગ ૧.૫ થી ૨ લાખ થાય છે. અને આટલા પૈસા ખર્ચવાથી પણ પછી COMPUTER ENG જ બનવાનું છે.

૪. IIT,NIT કે પ્રિમિયમ કોલેજ ની લાલચ માં ધો૧૧ -૧૨ વિજ્ઞાન પ્રવાહ પાછળ ૨ વર્ષ માં રસાયણવિજ્ઞાન, ભોતિકવિજ્ઞાન, ગણિત પાછળ તનતોડ મેહનત તો કરે છે પરંતુ IIT,NIT ની પરિક્ષા ALL INDIA ના વિદ્યાર્થી આપતા હોય છે . ૪૦ હાજર સીટ ની સામે આખા ભારતમાં થી આ માર્ચ ૨૦૨૦ JEE ની પરિક્ષા ૮.૫ લાખ વિદ્યાર્થીએ આપી છે. બિહાર ,ઉત્તર પ્રદેશ, કે અન્યરાજ્ય ના જ વિદ્યાર્થીઓં કે જેઓં STD-6 થી JEE ની તૈયારી કરે છે અને ગુજરાત ના વિદ્યાર્થી ઓં ને JEE વિષે ધો ૧૧ માં ખબર પડે છે. અને છેલ્લે એડમિશન તો ગુજરાત રાજ્ય ની જ કોલેજ માં લેવું પડે છે..

૫. ગુજરાત ની પ્રજા વેપારી છે. તે સમજી ગઈ છે કે જો ૨ વર્ષ + ૨ લાખ + એવા વિષય ભણવાના કે જે COMPUTER ENG બનવા કામ નથી લાગવાના + છેલ્લે તો એડમિશન COMPUTER ENG માંજ લેવાનું હોય તો ધો૧૦ પછી કેમ સીધું DIPLOMA IN COMPUTER ENG કે IT માં એડમિશન લઈને માત્ર COMPUTER ના નિષ્ણાત બનીએ.

૬. અત્યાએ કેનેડા,ઑસ્ટ્રેલિયા, USA જવાનો સીધો રસ્તો DIPLOMA IN COMPUTER ENG છે કેમકે અત્યારે એવું જોવાય રહ્યું છે કે લોકો DIPLOMA ગુજરાત માં કરે છે અને બેચલર ડીગ્રી કરવા કેનેડા,ઑસ્ટ્રેલિયા, USA કે પુના, બેન્ગલુરૂ જાય છે પેહલા બેચલર ડીગ્રી કરી માસ્ટર કરવા વિદેશ જવાનો ટ્રેન્ડ હતો અત્યારે ધો૧૦ પછી DIPLOMA IN COMPUTER ENG કરી વિદેશ જવાનો ટ્રેન્ડ છે. જે સસ્તું પડે છે અને IELTS ની તૈયારી કરવાનો સમય મળે છે.

૭. ધો૧૧-૧૨ વિજ્ઞાન પ્રવાહ માં વિદ્યાર્થી સ્કૂલ અને ટ્યુશન માં જ સમય વિતાવે છે અને રસાયણવિજ્ઞાન, ભોતિકવિજ્ઞાન, ગણિત પાછળ તનતોડ મેહનત કરે છે જે માત્ર ધો૧૨ ની માર્કશીટ સુધી જ કામ લાગે છે. DIPLOMA IN COMPUTER ENG માં ટ્યુશન ન જવું પડતું હોવાથી અત્યારે જે લેટેસ્ટ VFX, ANIMATION, ETHICAL HEKKING, GRAPHICS કે અન્ય સ્કીલ વધારવાના કોર્ષ કે જે આખી જીન્દગી કામ લાગે છે. બીજા આવા ૫૦ થી વધુ કોર્ષ છે કે જે શીખવાનો સમય ૩ વર્ષ DIPLOMA IN COMPUTER ENG દરમ્યાન મળે છે.

૮.નવી EDUCATION POLICY 2020 માં આવી રહી છે. ગુજરાત સરકાર ને નીચેની વિનંતી છે

– ધો૧૨ અને ગુજકેટ માં રસાયણવિજ્ઞાન OR COMPUTER માંથી એક વિષય ની ચોઈસ આપો. જેથી જેણે COMPUTER ENG બનવાનું નક્કી છે તે ધો૧૨ માં પાસ થાય અને ધો૧૨ નું પરિણામ ૬૦ ટકા થી ૮૦ ટકા આવે અને ગુજરાત માં ENGINERING COLLAGE માં ખાલી પડેલી ૩૦૦૦૦ સીટ ભરાય.

– CBSE જેમ ૨ ગણિત રાખે છે તેમ ધો૧૦ માં ૨ ગણિત રાખવા વિનંતી .

-જેમ NIOS BOARD, ધો૧૦ , ૧૧ સામાન્ય પ્રવાહ માં જેમ ખાનગી ઉમદવાર થી ફોર્મ ભરી બોર્ડ ની પરિક્ષા આપી સકાય છે તેમ ધો૧૨ વિજ્ઞાનપ્રવાહ માં પણ આ સીસ્ટમ લાગુ કરો જેથી DIPLOMA ના વિદ્યાથી પણ ધો૧૨ વિજ્ઞાનપ્રવાહ ની પરિક્ષા.

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •  

Leave a Reply