વિજ્ઞાન મૃત્યુને સુખમય કરી શકે? – દેવલ શાસ્ત્રી.

આંતરરાષ્ટ્રીય કલા સાહિત્ય ટેક્નોલોજી ધાર્મિક બિઝનેસ મનોરંજન રમત જગત રાજનીતિ સમાચાર

End of life Care વિષય પર ડો મણિએ જે રોગમાં મૃત્યુ નજીક છે, તે પરિસ્થિતિમાં દરદીને કમ્ફર્ટ ઝોનમાં રાખી બાકીનો સમય શ્રેષ્ઠ થાય તે માટે ઘણા પ્રયોગ કર્યા છે.
ભારતમાં સમાજના ડરે વૃદ્ધ કે મૃત્યુની નજીક હોય તે વ્યક્તિને આઇસીયુમા રાખવામાં આવે છે, વ્યક્તિ અંતિમ પળોમાં નજીકના લોકોને જોવા મળવા માંગતો હોય છે પણ આઇસીયુના નિયમોને લીધે સહજને બદલે મૃત્યુ દર્દ સાથે થાય છે. જે કેટલાક કેસમાં માનવતા વિરુદ્ધ લાગતું હોય છે. આઇસીયુમા ખર્ચ સાથે યાતનામય મૃત્યુ હોય છે.
ભૂતકાળમાં દર્દીને સંસ્કાર અને ધર્મ સાથે મૃત્યુ પામવાની તક મળતી હતી. અમેરિકામાં છેલ્લા પચાસ વર્ષથી શ્રેષ્ઠ રીતે મૃત્યુ ને ભેટે તે માટે સંશોધન ચાલે છે. નેધરલેન્ડ, સ્વિત્ઝરલેન્ડ, યુરોપના ઘણા દેશો તેમજ અમેરિકાના કેટલાક રાજ્યોમાં જો બચાવનો કોઈ રસ્તો ન હોય તો દરદી કાયદેસર રીતે શ્રેષ્ઠ મૃત્યુ પામવા માટે માર્ગદર્શન લઇ શકે છે. આ માટે હોપ્સ મૂવમેન્ટ છેલ્લા એંશી વર્ષથી ચાલે છે. જ્યાં પેઇનફુલ ડેથ હોતું નથી. ભારત જેવા આધ્યાત્મિક દેશમાં જડ વિચારોમાં પરિવર્તન જરૂરી છે.

Deval Shastri🌹

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •