ધરમ ની વાતે તો સહેજ ના બોલું,ભગવાન ની વાતે મોં ના ખોલું,મંદિર મસ્જિદ કશે ક્યાં જાઉં છું,હું એક નાના સરખા ગોખલા માં રહુ છું…મેહુલ ભટ્ટ

આંતરરાષ્ટ્રીય કલા સાહિત્ય ગુજરાત ધાર્મિક બિઝનેસ ભારત મનોરંજન રાજનીતિ લાઇફ સ્ટાઇલ સમાચાર

બળવાખોર લાગે તો આગોતરી માફી – પણ હું સારો નાગરિક છું! – લો , ગમે તો કહો ગમી! મેહુલ ભટ્ટ


હું એક નાના સરખા ગોખલા માં રહુ છું,
તેને હું પાછો ફ્લેટ કહું છું…

નથી મારો કોઈ જ મત
બધી વાતે હું સહમત
કોઈ વાતે ક્યાં કશું કહું છું
હું એક નાના સરખા ગોખલા માં રહુ છું…

હું સારો નાગરિક છું
હિન્દુ મુસ્લિમ શીખ છું
હું ટ્રેન માં હદડોલા ખઉં છું
હું એક નાના સરખા ગોખલા માં રહુ છું…

કાંદા મોંઘા થાય તો કાંદા બંધ
બટકા મોંઘા તો બટકા બંધ
જે સસ્તું મળે તે જ ખાઉં છું
હું એક નાના સરખા ગોખલા માં રહુ છું…

બધા ભાષણો ધ્યાનથી સાંભળું છું
સ્વદેશી વસ્તુ વાપરું છું
રાષ્ટ્રગાન વખતે ઝપ ઊભો થાઉં છું
હું એક નાના સરખા ગોખલા માં રહુ છું….

કોક વાતે સહેજ બોલી જવાય
દેશ દ્રોહી માં ખપી જવાય
આવી વાતે બહુ ડરતો રહુ છું
હું એક નાના સરખા ગોખલા માં રહુ છું..

ધરમ ની વાતે તો સહેજ ના બોલું
ભગવાન ની વાતે મોં ના ખોલું
મંદિર મસ્જિદ કશે ક્યાં જાઉં છું
હું એક નાના સરખા ગોખલા માં રહુ છું…

હું એક આઝાદ દેશ માં રહુ છું
હું બહુ સારો નાગરિક કહેવાઉં છું
રાજકર્તા ને અનુકૂળ થઈ રહુ છું
હું એક નાના સરખા ગોખલા માં રહુ છું…

મહિનો પૂરો કરતા નાકે આવે દમ
પગાર કાયમ પડે છે કમ
ના કોઈ રાવ કે ફરિયાદ કરું છું
હું એક નાના સરખા ગોખલા માં રહુ છું..

વિકાસ થયો છે જોરદાર
દેશમાં સમૃદ્ધિ છે અપાર
આવું ગીત રોજ ગાઉં છું
હું એક નાના સરખા ગોખલા માં રહુ છું…

હું જબ્બર ખુશ ખુશાલ છું
બીજા દેશો કરતા ખુશ હાલ છું
તે કહે આમ તો માની લઉં છું
હું એક નાના સરખા ગોખલા માં રહુ છું..

આમ ને આમ જીવી જઈશ
આમ ને આમ મરી જઈશ
રાખ થઈ ને ક્યાંક ઠરી જઈશ
કોઈ મત વગર
અભિવ્યક્ત વગર
હા માં હા પુરાવી ને
ખુદ ને રૈયત બનાવી ને
હું સારો માણસ છું
સારો નાગરિક છું
જોર થી ગાન દેશભક્તિ નું ગાઉં છું
હું એક નાના સરખા ગોખલા માં રહુ છું….

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •