ફલધરાની પાવનકારી પવિત્ર ધરતી પર દેવી ભાગવત સપ્તાહનું પરમ પૂજ્ય સંત શિરોમણી વિજય બાપુએ રસપાન કરાવ્યું.

આંતરરાષ્ટ્રીય કલા સાહિત્ય ગુજરાત ટેક્નોલોજી ધાર્મિક બિઝનેસ ભારત રમત જગત રાજનીતિ લાઇફ સ્ટાઇલ સમાચાર

ફલધરા

ફલધરાની અતિ પાવનકારી અને પવિત્ર ધરતી પર વાંઝણા ગામના રાજરાજેશ્વરી માં મેલડી માતાજીના પરમ ઉપાસક સંત શિરોમણી પરમ પૂજ્ય બાપુએ ફલધરા ગામના ગ્રામજનો શિવ શક્તિ પરિવાર તેમ જ સર્વધર્મ પરિવાર દ્વારા આયોજિત દેવી માં ભાગવત સપ્તાહ તારીખ ૧૭/૦૨/૨૦૨૦ થી ૨૫/૦૨/૨૦૨૦ સુધી કરાવવામાં આવ્યું હતું અને તેમાં સંત શિરોમણી પરમ પૂજ્ય વિજય બાપુએ તેમની ખુબજ સરળ અને દિવ્ય તેમજ પ્રભાવશાળી વાણી દ્વારા રસપાન કરાવ્યું હતું.

કથાના સાતમા દિવસે મહિસાસુર ના અભિમાનથી તેનો કેવું પતન થયું હતું અને રાજ રાજેશ્વરી માતાજી મહાલક્ષ્મી એ કે કેવી રીતે તેને પરાસ્ત કર્યા તેનું ભક્તિમય વાણી દ્વારા વર્ણન કરીને સંત શિરોમણી પરમ પૂજ્ય બાપુએ સૌને પ્રભાવિત કરીને તેમના જ્ઞાનનો લાભ આપ્યો હતો. આયોજન દરમિયાન દરરોજ સુંદર મજાના ભંડારાનું આયોજન કર્યું હતું. દરરોજ ભક્તજનોએ પણ મહાપ્રસાદનો લાભ લીધો હતો.

આ પ્રસંગે સુપ્રસિદ્ધ કથાકાર પરમ પૂજ્ય અજય બાપુએ વિશેષ હાજરી આપીને તેમના દિવ્ય આશીર્વાદ આપ્યા હતા. આ પ્રસંગે સેલવાસથી શંભુભાઈ પોલીસ અધિકારી તેમજ રાજુભાઇ શાહ, નરેશભાઈ, પ્રદીપભાઈ પટેલ તેમજ અમારા લુહારી ટાઇમ્સના પત્રકાર ડોક્ટર જનકભાઈ ત્રિવેદીનું પણ ભવ્ય સ્વાગત ગ્રામજનોએ કર્યું હતું.

ગ્રામજનો તેમજ આયોજકોએ સંત શિરોમણી પરમ પૂજ્ય વિજય બાપુ તેમજ માં મેલડીના સેવા શૈલેષભાઈ અને સૌ કોઈ સેવકોએ આવું સુંદર મજાનું આયોજન કરવા બદલ કોટી કોટી વંદન કરવાનું મન થાય છે અને આયોજકોને તેમજ સંત શિરોમણી પરમ પૂજ્ય બાપુને પણ આ દિવ્યવાણીનો લાભ આપવા માટે કોટી કોટી વંદન

ડોક્ટર જનક ત્રિવેદી
સેલવાસ
જય માતાજી

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •  

Leave a Reply