તું મારો હાથ જોરથી પકડે,પણ હું ના છોડાવું, અનોખી મોજમસ્તીમાં હાથે કરીને હું યે રંગાવું, તારા ગાલને સ્પર્શીને કેમ કરી કહું,કેસુડાના રંગને રોકો, મારા કેશને તારો હાથ અડકે,કેમ કરી કહું તને રોકો. – બીના પટેલ.

આંતરરાષ્ટ્રીય ઓટોમોબાઇલ કલા સાહિત્ય ગુજરાત ટેક્નોલોજી બિઝનેસ મનોરંજન રમત જગત રાજનીતિ લાઇફ સ્ટાઇલ સમાચાર

મોરપીંછ ચિતરાવું 🌷🌷🌷
—————–

🌺🌺🌺🌺તારી નારાજગીની વાતોને ,
નજરઅંદાજ કરી લે ..
હોળી છે આજ ચાલ એકબીજા પર પ્રેમનો રંગ છાંટીલે….!

તું મારો હાથ જોરથી પકડે ,પણ હું ના છોડાવું ,
અનોખી મોજમસ્તીમાં હાથે કરીને હું યે રંગાવું ,

તારા ગાલને સ્પર્શીને કેમ કરી કહું ,કેસુડાના રંગને રોકો ….
મારા કેશને તારો હાથ અડકે ,કેમ કરી કહું તને રોકો ….
રાધા બની વ્હાલના વૃંદાવનમાં શ્યામ તને શોધું,
મોરપીંછ ચિતરાવી હોઠે ,ફાગણના ફાગ તારી સંગ ગાવું ….!!

— બીના પટેલ 🌸🌸

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •  

Leave a Reply