*માનવ છું એટલે મહોબ્બત કરી છે, તારા સિવાય કયાં ઈબાદત કરી છે, આવી ને ગઈ ઘણી-બધી ગોરીઓ, તારી સુંદરતા પર બધી પાણી ભરે, જો,એકવાર તમારા દર્શન મળે…. હેલીક.*

આંતરરાષ્ટ્રીય ઓટોમોબાઇલ કલા સાહિત્ય ગુજરાત ટેક્નોલોજી ધાર્મિક ભારત મનોરંજન રમત જગત રાજનીતિ સમાચાર

એકવાર તમારા દર્શન મળે…
ભૂલી જઉં ક્ષણભર ભગવાન તુજને,
જો કરવા એના નામે કીર્તન મળે,
ધન્ય થઈ જશે કદાચ આયખું મારુ,
મારા વિચારોમાં એ હરદમ ફરે,
જો,એકવાર તમારાં દર્શન મળે…
જોયા છે તમને બુકાની બાંધેલા,
મારા વિચારોના સુકાની રાખેલા,
ધનવાન છો તમે શરીરથી સનમ,
બસ એકવાર અમારી લકીરો ફરે,
જો,એકવાર તમારા દર્શન મળે…
કિસ્મતથી અમે ગરીબ જ રહ્યા,
મહોબ્બતમાં તમારા કરીબ રહ્યા,
ગુનો કર્યો છે તમને રોજ જોવાનો,
એ નયન,તું આવું હરરોજ કરે,
જો,એકવાર તમારા દર્શન મળે…
માનવ છું એટલે મહોબ્બત કરી છે,
તારા સિવાય કયાં ઈબાદત કરી છે,
આવી ને ગઈ ઘણી-બધી ગોરીઓ,
તારી સુંદરતા પર બધી પાણી ભરે,
જો,એકવાર તમારા દર્શન મળે….
હેલીક….

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •  

Leave a Reply