*એચ.એ.કોલેજે ઓપેન બુક એક્ઝામ કોમ્પીટીશનમાં પ્રથમ નંબર પ્રાપ્ત કર્યો.*

આંતરરાષ્ટ્રીય કલા સાહિત્ય ગુજરાત ટેક્નોલોજી બિઝનેસ મનોરંજન રાજનીતિ સમાચાર

ગુજરાત લો સોસાયટી સંચાલિત એચ.એ.કોલેજ ઓફ કોમર્સની વિદ્યાર્થીની ખુશ્બુ પંડ્યાએ ઇન્ટર કોલેજ ઓપન બુક એક્ઝામ તથા વાઈવા વોસીમાં પ્રથમ નંબર પ્રાપ્ત કર્યો છે. શહેરની સિટી કોમર્સ કોલેજ દ્વારા આયોજીત આ સ્પર્ધામાં અમદાવાદની વિવિધ કોલેજોના ૩૬ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આ કોમ્પીટીશનમાં બજેટ કેપિટલ, પ્રોડક્શન પ્લાનિંગ, હ્યુમન રીસોર્સ મેનેજમેન્ટ તથા સેલ્સ ફોરકાસ્ટીંગ જેવા વિષયો ઉપર ઓપેન બુક એક્ઝામ સ્પર્ધા રાખવામાં આવી હતી. ત્યાર બાદ વાઈવાનું પણ આયોજન કર્યું હતું. કોલેજનાં પ્રિન્સીપાલ સંજય વકીલે વિજેતા ખુશ્બુ પંડ્યાને અભિનંદન આપી અભિવાદન કર્યું હતું. એચ.એ.કોલેજે સતત સિધ્ધિઓ મેળવી શૈક્ષણિક જગતમાં મોખરાનું સ્થાન પ્રાપ્ત કર્યું છે

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •