*JNU : જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી: એક એકેડેમિક એનાલિસિસ.*

આંતરરાષ્ટ્રીય કલા સાહિત્ય ટેક્નોલોજી બિઝનેસ ભારત રમત જગત લાઇફ સ્ટાઇલ વિશેષ સમાચાર

JNU અને તેમાં ભણતાં વિદ્યાર્થીઓ વિશે સામાન્ય લોકો ને થતાં ઘણાખરા સવાલોના જવાબ મેળવવા નો અહીં પ્રયાસ કરવામાં આવ્યો છે. કોઈને નીચું દેખાડવા માટે નહીં પણ માત્ર અને માત્ર જિજ્ઞાસાવૃત્તિ થી પ્રેરાઈને ખાલી પ્રાપ્ય ડેટા નો ઉપયોગ કરી એકદમ નોન પોલિટિકલ અને શક્ય તેટલું તટસ્થ વિશ્લેષણ કરવાનો પ્રયાસ અહીં કરવામાં આવ્યો છે. ખાસ સૂચના કે પહેલા આખો લેખ વાંચો, સમજો અને પછી જ કોઈ કમેન્ટ કરો. ખોટા આક્ષેપો કે બયાનબાજીઓ ના જવાબ આપવામાં આવશે નહીં.

JNU માં કુલ વિદ્યાર્થીઓ ની સંખ્યા 8000 છે એમાંથી

🔶 સ્કુલ ઓફ સોશિયલ સાયન્સ માં પોસ્ટ ગ્રેજ્યુએશન માં 723, M.Phil/ Ph.D માં 1442

🔶સ્કુલ ઓફ લેન્ગવેજ, લિટરેચર એન્ડ કલચરલ સ્ટડીઝ માં લગભગ 2555 (એમાંથી M.Phil/ Ph.D માં 955)

🔶સ્કુલ ઓફ આર્ટ એન્ડ એસ્થેટિક્સ માં 164 ( જેમાં 120 M.Phil/ Ph.D)

🔶 સ્કુલ ઓફ ઈન્ટરનેશનલ સ્ટડીઝ માં 1210 ( જેમાં 957 M.Phil/ Ph.D)

મતલબ કે ઉપરની ત્રણ કેટેગરી માં 61% અને ઈન્ટરનેશનલ સ્ટડીઝ માં 15%, એટલે કે JNU ના કુલ વિદ્યાર્થીઓ ના 76% ઉપર જણાવેલ નોન ટેક્નિકલ અને હ્યુમેનિટીસ ને લગતા વિષયો ભણે છે!

વધુ રસપ્રદ વાત એ છે કે ઉપર જણાવેલ ડિપાર્ટમેન્ટ ના કુલ વિદ્યાર્થીઓ માં ના લગભગ 43% M.Phil/ Ph.D કરે છે, અને જો આખા કેમ્પસ ની વાત કરીયે તો કુલ 8000 માં થી 4359 એટલે કે 55% વિદ્યાર્થીઓ M.Phil/ Ph.D કરે છે!!

આ એક વિચિત્ર પેટર્ન છે, જનરલી બધી જ મોટી યુનિવર્સિટીઓમાં જેમ જેમ UG થી Ph.D તરફ જતાં વિદ્યાર્થીઓની સંખ્યા ક્રમશ: ઘટતી જ હોય, આ લોજીકલ પણ છે અને આના ફાઇનાન્સિયલ કારણો પણ છે. અન્ડર ગ્રેજ્યુએશન કરતાં ડૉક્ટરેટ માટે મોટી સંખ્યામાં હાઇલી ક્વોલિફાઇડ ગાઈડ્સ, એસોશિયેટ, વિશાળ લાઈબ્રેરી તેમજ અન્ય ઈન્ફ્રાસ્ટ્રક્ચર અતિઆવશ્યક હોય છે, માટે જ બધી યુનિવર્સિટી ડૉક્ટરેટ કક્ષાના વિદ્યાર્થીઓ ને મર્યાદિત સંખ્યામાં પ્રવેશ આપતી હોય છે, પણ અહીં કંઈક અલગ જ ચિત્ર દેખાય છે!

તો જરા સંસાધનો ની વાત કરી લઈએ. એક નજર JNU ની બેલેન્સ શીટ પર નાખીએ. યુનિવર્સિટી ની વેબસાઇટ પર જણાવ્યા પ્રમાણે એકેડેમિક વર્ષ 2017-18 માં સંસ્થાનો કુલ ખર્ચ લગભગ 556 કરોડ જેટલો છે(યાદ રહે આમાં જમીન, ભાડું, ફિઝિકલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર એ બધું ગણેલ નથી, માત્ર સંસ્થા ચલાવવાનો ખર્ચ). આ મુજબ 556 કરોડ/8000 કરતાં વિદ્યાર્થી દીઠ લગભગ 6.95 લાખ રૂપિયા વાર્ષિક ખર્ચ આવે છે.

હવે આવક પક્ષ જોઇએ, એમાં પણ માત્ર સરકારી ગ્રાન્ટ અને સબસીડી ની જ વાત કરીએ તો એ 352 કરોડ જેટલું છે, તો જે પૈસા સરકારી તિજોરી દ્વારા ચૂકવાય છે એ પણ 352 કરોડ/8000 લેખે લગભગ 4.44 લાખ પ્રતિ વિદ્યાર્થી જેટલા થાય છે!

માની લઈએ કે JNU એ એકેડેમિક્સ પર ફોક્સ રાખતી સંસ્થા છે ITI જેવી વોકેશનલ કે IIT, IIM જેવી કમર્શિયલ કે પ્રોફેશનલ શિક્ષણ આપતી સંસ્થા નથી એટલે એમાં નાણાકીય નફા-ખોટ ના હિસાબ લગાવવા યોગ્ય નથી! તો ચાલો બૌદ્ધિક નફો તપાસીએ, જે સંસ્થા ના 55% વિદ્યાર્થીઓ વિવિધ સંશોધન કાર્યોમાં જોડાયેલ હોય તો એ સંસ્થા દ્વારા રિસર્ચ પેપર તો થોકબંધ લેખે જગતની સૌથી પ્રસિદ્ધ જર્નલોમાં પ્રકાશિત થતાં જ હોવા જોઈએ ને!? જવાબ છે ના. જે રિસર્ચ પેપર પ્રકાશિત થયાં છે(માત્ર પ્રતિષ્ઠિત જર્નલ્સ માં) એમાં મોટાભાગના સાયન્સ/ટેક્નોલોજી વિભાગ ના છે, જે વિભાગો ના 76% વિદ્યાર્થીઓ હોવાથી પૈસા પણ 76% લેખે જ ખાઈ જાય છે એમનાં બહુ જૂજ પ્રકાશન પ્રતિષ્ઠિત જર્નલ્સમાં છે! પ્રતિષ્ઠિત છોડી પણ દઈએ તો પણ જે સંસ્થાના 4360 વિદ્યાર્થીઓ સંશોધન કાર્ય કરવા જ સરકારી પૈસા વાપરતાં હોય તેમાંથી યુનિવર્સિટી ના પોતાના પ્લેસમેન્ટ બ્રોશર મુજબ 2017-18 માં માત્ર 1040 પેપર્સ પબ્લિશ થયાં છે, એમાંથી કેટલાં કઇ જર્નલમાં એનો ડેટા ઉપલબ્ધ નથી. અહીં મજાની વાત એ છે કે એમની સાઈટ મુજબ જ દર વર્ષે યુનિવર્સિટી 600 ડૉક્ટરેટ એનાયત કરે છે અને રિસર્ચ પેપરની દર વર્ષે જો 1000 ની એવરેજ પકડી ને ચાલીએ તો એનો મતલબ એ થાય કે સરેરાશ 4.5 વિદ્યાર્થીઓ ભેગા થઈ ને 1 પેપર લખી શકે છે!
કદાચ આ “ગણતરી” સમજવા JNU માં જ ભણવું પડતું હશે.
ઉપરાંત આ બ્રોશર મુજબ દર વર્ષે 2000 જેટલી આંતરરાષ્ટ્રીય કોંફરન્સ માં JNU ની હાજરી હોય છે, તો આપણે જોયું કે આમાં પેપર તો પ્રેઝન્ટ થતાં નથી તો વિચારવા જેવું છે કે આ બધી આંતરરાષ્ટ્રીય કોંફરન્સ માં કરતાં શુ હશે!

ચાલો એ છોડો આટલી વિશ્વપ્રસિદ્ધ સંસ્થા પાસે થોડી પેટન્ટસ ની પણ અપેક્ષા રાખવામાં કાંઈ ખોટું નથી, પણ એમની પોતાની સાઈટ પર જણાવ્યા મુજબ પ્રો.ભટનાગર, પ્રો.દીક્ષિત, પ્રો.કર અને પ્રો.મુખર્જી એમ માત્ર આ ચાર પ્રાધ્યાપકો ના નામે જ પેટન્ટસ બોલે છે!

હવે Ph.D વિદ્યાર્થીઓ અંગે બીજું એક રસપ્રદ એનાલિસિસ જોઈએ. સંસ્થાના કુલ 8000 માંથી 2724 વિદ્યાર્થીઓ ડૉક્ટરેટ નું ભણે છે, જે કુલ સંખ્યાના 35% જેટલું અધધ છે! એ પણ વાંધો નહીં, હવે એ જોઈએ કે આ “વિદ્યાર્થીઓ” કેવી રીતે ભણે છે? યુનિવર્સિટી ની પોતાની સાઈટ અને વાર્ષિક અહેવાલ અનુસાર 2010 થી 2018 સુધી, ડિપાર્ટમેન્ટ અને જે તે ડિપાર્ટમેન્ટમાં Ph.D કરતાં એવા વિદ્યાર્થીઓ ની ટકાવારી કે જેમણે ડૉક્ટરેટ કરવામાં પ્રવેશ લેતી વખતે જણાવવામાં આવેલ 4 વર્ષના સમયગાળા કરતાં વધારે સમય લીધો હોય, નીચે મુજબ છે:

🔶 સોશિયલ સાયન્સ 26%
🔶એનવાઇરનમેન્ટલ સાયન્સ 30%
🔶 ઇન્ટરનેશનલ સ્ટડીઝ 36%
🔶 લેન્ગવેજ & કલચરલ 32%
🔶કમ્પ્યુટર & સિસ્ટમ 7%
🔶 નેનો સાયન્સ 0%

આમાં કંઈ ખોટું નથી, આવું બધી યુનિવર્સિટીમાં હોઈ જ શકે કારણ કે ડૉક્ટરેટ થિસીસ લખવી એ કંઇ આસાન બાબત નથી જ, એટલે માત્ર ઉપરથી આંકડા જોઈ જનરાઇલેશન ન કરી શકાય, પણ એટલું તો ચોક્કસ કહી શકાય કે નેનો સાયન્સ કે કમ્પ્યુટર સાયન્સ માં રિસર્ચ કરતાં વિદ્યાર્થીઓ કરતા જો હ્યુમેનિટીસ ના વિદ્યાર્થીઓ ને વધુ સમય લાગતો હોય તો એ લોજીકલ નથી લાગતું. અને એ રિપોર્ટમાં પણ દેખાય છે કે 90% જેટલાં સાયન્સ ના વિષયો પર Ph.D કરનાર વિદ્યાર્થીઓ નક્કી કરેલ 4 વર્ષ ની સમયસીમા માં જ રિસર્ચ, ડૉક્ટરેટ થિસીસ, પ્રેઝન્ટેશન બધું પતાવી શકે છે જ્યારે ઉપર દેખાય છે એમ હ્યુમેનિટીસ માં ખબર નઇ ત્યાં એવું તો કેવું સંશોધન ચાલે છે કે Ph.D કરતા વિદ્યાર્થીઓ માંથી 25-30% જેટલા 4 વર્ષ કરતાં પણ વધુ સમય લાઇ લે છે!

મજાની વાત અહીં એ છે કે એ રિપોર્ટ પ્રમાણે 563 વિદ્યાર્થીઓ એવા છે કે એમની પ્રોગ્રામ જોઇનિંગ ડેટ્સ કંફર્મ નથી! (હવે આનો શુ મતલબ થાય એનો જવાબ તો એ લોકો જ આપી શકે). એક્સેકટ આંકડા ન હોવાથી જો બધા જ ડિપાર્ટમેન્ટ ને આવરી લેવાય તો એવું એસ્ટીમેટ બાંધી શકાય છે કે આવા “વડીલ વિદ્યાર્થીઓ” 40% થી ઓછા તો નહીં હોય.

હવે અંતિમ પણ અતિ મહત્વનો મુદ્દો. હ્યુમેનિટીસ માં M.Phil/ Ph.D કરતા લગભગ બધા જ વિદ્યાર્થીઓ કોઈ એક જ પ્રકારની રાજનૈતિક વિચારધારા (ડાબેરી/માર્કસિસ્ટ/લેનિનીસ્ટ/સોશિયલીસ્ટ) વાળા કઈ રીતે હોઈ શકે? કારણ કે JNU સેન્ટ્રલ યુનિવર્સિટી હોવાથી કોઈપણ વિદ્યાર્થી જે એની પ્રવેશ પરીક્ષા પાસ કરી શકે એને એડમિશન મળી જાય, હવે દેશના ખૂણે-ખૂણે થી અલગ અલગ રાજ્ય-ભાષા-પરિવેશમાંથી ભેગાં થતા હજારો વિદ્યાર્થીઓ એક જ રાજનૈતિક વલણ ધરાવતાં હોય એવું કઈ રીતે શક્ય બને!? તો ફંફોસતા યુનિવર્સિટીની એડમીશન પ્રોસેસ પર નજર જતાં આ રહસ્ય સમજાયું. એ મુજબ M.Phil/ Ph.D માં એડમિશન લેવા માટે લેખિત પરીક્ષામાં માત્ર 35% લાવવા જરૂરી છે, જે વિદ્યાર્થીઓ આ પાસ કરી લે એ લોકોને આગળ “ViVa-Voce” ( મૌખિક ઈન્ટરવ્યુ) માટે બોલાવવામાં આવે છે અને રસપ્રદ એ છે કે આ ઈન્ટરવ્યુ નું વેઈટેજ 30% છે! મતલબ કોઈપણ મીડિયોકર વિદ્યાર્થી પણ 35% તો લાવી જ શકે, એટલે એ કોઈ પ્રોપર સ્ક્રીનીંગ મેથડ ના થઈ, જે લોકો મૌખિક ઈન્ટરવ્યૂમાં પાસ થાય, બીજા શબ્દોમાં એમને જે અને જેવું સાંભળવું ગમતું હોય એવું બોલે એને એડમિશન મળવાના ચાન્સ વધી જાય, કારણ કે ઓવરઓલ સ્કોરના 30% માર્ક્સ આ ઈન્ટરવ્યુ કરનાર ના હાથમાં હોય. અને આવા ઈન્ટરવ્યુ ની ટ્રાન્સપરન્સી કોઈ ખાસ હોતી નથી, વિદ્યાર્થીઓ નું એડમિશન માત્ર અને માત્ર પેનલ ની મરજી આધારિત હોય છે, આવું જ યુ.પી.એસ.સી માં પણ છે! અહીં આવી પ્રતિષ્ઠિત યુનિવર્સિટી ની એડમિશન પ્રોસેસ પર કોઈ આક્ષેપ નથી, માત્ર એક ઓબ્ઝર્વેશન છે, પણ કદાચ હું આમાં ખોટો હોઉં તો મારાથી વધુ ખુશી પણ કોઈને નહીં થાય.

અહીં JNU ના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ અને તેમની સિદ્ધિઓ જાણી કરીને ધ્યાને નથી લીધી, એનો ઉદ્દેશ્ય અભિજીત બેનર્જી, અમિતાભ કાંત, એસ.જયશંકર વગેરે જેવા અનેક અચિવર્સ જે JNU ની પ્રોડક્ટ છે એમને અંડરમાઇન કરવાનો નથી. પરંતુ માત્ર ભવ્ય ભૂતકાળની સિદ્ધિઓ વાગોળ્યા કરીને વર્તમાન ની ઘોર ખોદવાનું હવે એક દેશ તરીકે આપણને પોસાય તેમ નથી, માટે જ આ યુનિવર્સિટી અને શિક્ષણ જગત સાથે સંકળાયેલ લોકોએ આ વાંચીને ગુસ્સો કે પરસ્પર આક્ષેપો કર્યા કરતાં થોડું આત્મનિરીક્ષણ કરવાની જરૂર છે.

નોંધ: આ લેખમાં લીધેલ બધી જ માહિતી JNU ની વેબસાઈટ અને એન્યુઅલ રિપોર્ટ્સ માંથી IIM Lucknow Alumni અને ફાઇનાન્સિયલ બાબતોના નિષ્ણાત અનુરાગ સિંહ દ્વારા તારવવામાં આવી છે. મેં માત્ર મૂળ અંગ્રેજીમાં લખાયેલ માહિતી નું ગુજરાતી ભાષાંતર, મારી સમજ પ્રમાણે માહિતી નો ઉપયોગ તેમજ સાંપ્રત પરિસ્થિતિ અનુસાર તેનું વિશ્લેષણ કર્યું છે.

~ ચિંતન પટેલ.

સોર્સ. વાઇરલ.

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •