* હા,કહેતાં ને ના કહેતાં, કેમ કરતાં આપણે પ્રેમ! વ્હેમના ઘરમાં વળ્યાં’તાં, યાદ છે વેલેન્ટાઇન ? નીતા પટેલ “નવલ “*

આંતરરાષ્ટ્રીય ગુજરાત ટેક્નોલોજી બિઝનેસ ભારત રાજનીતિ લાઇફ સ્ટાઇલ સમાચાર

સાત તારીખે મળ્યાં’તાં, યાદ છે વેલેન્ટાઈન?
આઇ લવ યુ કહી નમ્યાં’તાં, યાદ છે વેલેન્ટાઇન?

લીમડાની બે લગોલગ બેસતા’તા આપણે તો!
બે અધર કેવા ઢળ્યા’તા, યાદ છે વેલેન્ટાઇન?

ચોકલેટ ડે,ટેડી ડે,પ્રૉમિસ ડે,હગ ડે, નેય કિસ ડે,
કહીને પાછાં પણ વળ્યાં’તાં, યાદ છે વેલેન્ટાઇન?

હા, સમી સાંજે તમે પાછા ફર્યા ને એ સમય પર,
આંસુ દડ-દડ તો વહ્યાં’તાં, યાદ છે વેલેન્ટાઇન?

હા,કહેતાં ને ના કહેતાં, કેમ કરતાં આપણે પ્રેમ!
વ્હેમના ઘરમાં વળ્યાં’તાં, યાદ છે વેલેન્ટાઇન ?

નીતા પટેલ “નવલ “

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •  

Leave a Reply