*શ્રી હળવદ મહિલા મંડળની બીજી ડાબલા ઉજાણી.*

સમાચાર

બીજી ડાબલા ઉજાણી
શ્રી હળવદ મહિલા મંડળની બીજી ડાબલા ઉજાણી તા.
૮-૨-૨૦૨૦ને શનિવારે બપોરે ૩ વાગ્યે પરિમલ ગાર્ડનમાં
રાખેલ છે તો દરેક બહેનોએ જરૂરથી સમયસર આવી જવું.
તમોને આગ્રહથી જ બીજી ડાબલા ઉજાણીનો પ્રોગ્રામકરીએ
છીએ તો અચુક આવવું.
આ વખતે હાઉઝી ઉપરાંત રમત-ગમત તેમજ ‘નાની
વાર્તા” તમો કહો અથવા તો નાટકમાં ભજવીને બતાવો. ટુંકમાં
તમે તમારી વાર્તાથી નાટકના અંદાજમાં એક સંદેજ, એક
રમુજ, કોઈ સમસ્યા વગેરેને દર્શાવી શકો છો. આ વખતે
બહેનો પોતાની અંદ છુપાયેલી સ્ત્રીને દર્શાવાનો સમય છે. તો
જરૂરથી બધા તૈયારી કરી આવજો . તેના અનુરૂપ તમે ડ્રેસીંગ
પણ કરી શકો છો તો આ વખતે મીટીંગને આપણે ખાસ અલગ
અંદાજથી માણીશું.
અને આ રમતના તથા નાટકના ૩-૩ ઈનામો પણ
રાખેલ છે. તેમજ આવનાર દરેક સભ્યને ગીફ્ટ તો મળશે જ
તેમજ અનિલાબેન તરફથી સરપ્રાઈઝ ઈનામતો ખરા જ.
નાટક માટે ૫-૭ મિનીટનો સમય લેવો જેથી દરેક બહેનો
લાભ લઈ શકે.

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •  

Leave a Reply