*એચ.એ.કોલેજે ઈલોક્યુંશન કોમ્પીટીશનમાં પ્રથમ નંબર મેળવ્યો.*

આંતરરાષ્ટ્રીય કલા સાહિત્ય ગુજરાત ધાર્મિક બિઝનેસ ભારત રાજનીતિ લાઇફ સ્ટાઇલ સમાચાર

ગુજરાત લો સોસાયટી સંચાલિત એચ.એ.કોલેજ ઓફ કોમર્સની બે વિદ્યાર્થીનીઓ ધરતી નિમાવત તથા અંજલી વ્યાસે એસ.વી.કોલેજ દ્વારા આયોજિત ઈલોક્યુંશન કોમ્પીટીશનમાં ભાગ લીધો હતો. વકતૃત્વ સ્પર્ધાનો વિષય “ઓન લાઈન શોપિંગ દુનીયા તમારા ઉંબરે” હતો. અમદાવાદની વિવિધ કોલેજોની 24 વિદ્યાર્થીઓએ આ સ્પર્ધામાં ભાગ લીધો હતો. ઓન લાઈન શોપિંગના ફાયદા તથા ગેરફાયદા બંને હોય છે. ફાયદામાં ઉમર લાયક વ્યક્તીઓ માટે વરદાન સ્વરૂપ છે તથા ઓન લાઈન શોપિંગ એટલે ટ્રાફિક વગરનો માર્ગ. ગેર ફાયદામાં જયારે અત્યારના સમયમાં ફેમિલીની દરેક વ્યક્તિ કોમ્પ્યુટર તથા મોબાઈલમાં વ્યસ્ત છે તેવા સમયમાં કુટુંબના સબ્યો એક સાથે શોપિંગ કરવા જાય તો એકબીજાની સાથે વિચારો વ્યક્ત કરી શકે તથા સારો સમય પણ પસાર કરી શકે. કોલેજનાં પ્રિન્સીપાલ સંજય વકીલે કોલેજની બંન્ને વિદ્યાર્થીનીઓને અભિનંદન આપ્યા હતા.એચ.એ.કોલેજ સતત બીજા વર્ષે આ ટ્રોફી મેળવી વિજેતા થઇ છે.

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •