*ઝાકળ ભીનું એ પાન.! જ્યારે સુનેહરી સવારે સૂર્યોદય થાય ને, ‘મા’ …. !!!! તારા સ્પર્શ ના સ્નેહમાં હું તો ભીંજાઈ જાવ.. – જયશ્રી બોરીચા વાજા. ‘લાવણ્યા.’*

આંતરરાષ્ટ્રીય કલા સાહિત્ય ધાર્મિક ભારત મનોરંજન રમત જગત લાઇફ સ્ટાઇલ વિશેષ સમાચાર

*ઝાકળ ભીનું એ પાન..!!!*

ઝાકળ ભીનું એ પાન.!
જ્યારે સુનેહરી સવારે સૂર્યોદય થાય ને,
‘મા’ …. !!!!
તારા સ્પર્શ ના સ્નેહમાં હું તો ભીંજાઈ જાવ..

ઝાકળ ભીનું એ પાન.!
જ્યારે મંદ મંદ હવા સાથે હિલોળા લેય ને,
તારા ખોળામાં રહેવાનો લાડ મને સાંભરે ..

ઝાકળ ભીનું એ પાન.!
જ્યારે પહેલા વરસાદ માં ભીંજાય ને,
તારા પ્યાર ની ખુશ્બુ થી હું મહેંકી જાવ..

ઝાકળ ભીનું એ પાન.!
જ્યારે આંધી ને પણ હરાવે ને,
‘મા’ …. !!!!
તારા પાલવ માં લપાતી જગ હું જીતી જાવ..

ઝાકળભીનું એ પાન.!
જ્યારે એના ઘેરા લીલુડા રંગને નીરખું ને,
તારા અપાર હેતભરી મમતા ની યાદ અપાવે..

ઝાકળભીનું એ પાન.!
જ્યારે સૂકું થઈ ને પણ હવા સામે જજુમે ને,
તારો અથાગ પરિશ્રમ નજર સામે આવે..

ઝાકળભીનું એ પાન.!
જ્યારે ડાળી થી ધીરે ધીરે જુદું થઈ ખરી પડે ને,
તારા હાથ થી છુટેલો મારો એ હાથ….!!!!!
‘મા’ મને બહુ યાદ આવે..

ઝાકળ ભીનું એ પાન.!
જ્યારે ફરી નાની કૂંપણ થઈ હવા માં લહેરાય ને,
તારા સ્નેહ ના આલિંગન માં જાણે હું હિલોળે ચઢું..

ઝાકળભીનું એ પાન.!
જ્યારે એ સ્પંદન..
વર્ષાની બુંદો માં ભળી જાય ને,
તારા માં ભળી ને જ તો હું નિખરતી જાવ..

ઓ ‘મા’ .. !!!
તારા માં જ આત્મસાત્ થઈ ને રહું ,
બસ..
તારા લાવણ્ય થકી આ ‘લાવણ્યા’,
ક્યારેક….
પ્રભુની પણ લાડકવાઈ થઈ જાય..!!!

જયશ્રી બોરીચા વાજા.
‘લાવણ્યા.’

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •  

Leave a Reply