*મધુર ડેરીના સુવર્ણજયંતી મહોત્સવના શુભારંભ કાર્યક્રમમાં આજે માનનીય રાજ્યપાલશ્રીએ હાજરી આપી મધુર ડેરીના ગૌ પશુપાલન અભિયાનની પ્રશંસા કરી હતી.-વિનોદ રાઠોડ.*

આંતરરાષ્ટ્રીય ગુજરાત ટેક્નોલોજી ધાર્મિક ભારત રમત જગત લાઇફ સ્ટાઇલ સમાચાર

મધુર ડેરીના સુવર્ણજયંતી મહોત્સવના શુભારંભ કાર્યક્રમમાં આજે માનનીય રાજ્યપાલશ્રીએ હાજરી આપી મધુર ડેરીના ગૌ પશુપાલન અભિયાનની પ્રશંસા કરી હતી. રાજ્યપાલશ્રીએ મધુર ધ્વજ અને ગૌ પશુપાલન જાગૃતિ રથનું ઉદઘાટન કર્યું હતું. હજારો પશુપાલકોને દેશી ગાયના ઉછેર અમે પાકૃતિક ખેતી કરવા આહવાન કર્યું હતું. મધુર ડેરીના ચેરમેનશ્રી શંકરસિંહ રાણાએ રાજ્યપાલશ્રીને સાફો, શૉર્યનું પ્રતીક તલવાર અને સુંદર મોમેન્ટો આપી સ્વાગત સન્માન કર્યું હતું. કાર્યક્રમમાં ગુજકોમાસોલના ચેરમેનશ્રી દિલીપભાઈ સાંઘણી, અમુલ ફેડરેશનના ચેરમેનશ્રી રામસિંહ પરમાર, ગાંધીનગર દક્ષિણના ધારાસભ્યશ્રી શંભુજી ઠાકોર અને બરોડા ગ્રામીણ બેંકના રિજિયોનલ મેનેજર શ્રી સંજયભાઇ કબાડે ખાસ હાજરી આપી હતી. રાજ્યપાલશ્રીએ મધુર સુવર્ણજયંતી ની શુભેચ્છાઓ પાઠવીને ગાય આધારિત ખેતીના પાઠ ભણાવ્યા હતા. આ પ્રસંગે મધુર ડેરીના બોર્ડ ડીરેક્ટરશ્રીઓ, મંડળીના ચેરમેનશ્રીઓ, સભાસદોએ હાજરી આપી હતી. ગૌ પશુપાલન ક્ષેત્રે કાયમ કરતી સફળ મહિલા ગૌપશુપાલકોનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની આભારવિધિ સંસ્થાના એમડીશ્રી મનોહરસિંઘ ચૌહાણે કરી હતી. પોલીસ બેન્ડ અને સ્વાગત કક્ષ ના સુંદર આયોજનની રાજ્યપાલશ્રીએ નોંધ લીધી હતી. કાર્યક્રમનું સંચાલન મધુર ડેરીના મેનેજર હંસાબેન પટેલે કર્યું હતું.

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •