*સર્વ વિદ્યાલય કેમ્પસ,કડી દ્વારા ઉત્તર ગુજરાતનાં શિક્ષણવિદ માણેકલાલ પટેલની જન્મ જયંતિ એ રક્તદાન શિબિર યોજાઈ.*

આંતરરાષ્ટ્રીય ગુજરાત ટેક્નોલોજી ધાર્મિક મનોરંજન રમત જગત રાજનીતિ સમાચાર

“કર ભલા હોગા ભલા” અને “શિક્ષણ એજ સાચી સેવા” સેવાનાં અભિગમ સાથે શિક્ષણ સાથે સામાજીક ઉત્થાન નું કાર્ય કરતી સર્વ વિદ્યાલય કેળવણી મંડળના વિકાસ માં જેમનો સિંહ ફાળો રહ્યો છે અને શિક્ષણ એજ સાચી સેવાના સૂત્ર ને જીવન મંત્ર બનાવનાર પૂજ્ય માણેકદાદાની જન્મ જયંતિ નિમિત્તે સર્વ વિદ્યાલય કેળવણી મંડળ, કડી તેમજ કાલુપુર કોમ. કો. ઓપ. બેંક ના સંયુક્ત ઉપક્રમે સર્વ વિદ્યાલય કેમ્પસમાં રક્તદાન શિબિરો નું આયોજન કરવામાં આવે છે. સર્વ વિદ્યાલય કેળવણી મંડળ, કડીનાં આર્ષદ્રષ્ટા સદગત ચેરમેન માણેકલાલ એમ.પટેલ સાહેબની જન્મ જયંતિ નિમિત્તે છેલ્લા ૯ વર્ષથી સંસ્થાનાં બન્ને કેમ્પસ કડી અને ગાંધીનગર માં રક્તદાન શિબિરો નું આયોજન કરવામાં આવે છે. વિદ્યાર્થી આવતીકાલનો નાગરિક છે ત્યારે સમાજ નાં હિતમાં હરહંમેશ સમાજ જીવનમાં સારા નાગરિકોનું નિર્માણ કરનાર અને શિક્ષણ ની સાથે સાથે સમાજ સેવાના અવિરત કાર્ય કરતી સર્વ વિદ્યાલયમાં રક્તદાન મહાદાન ની ભાવના સાથે સાથે રાષ્ટ્ર નાં નાગરિકોને સમયસર રક્ત મળી રહે તે હેતુ થી આજે યોજાયેલા નવમાં રક્તદાન શિબિરમાં કડી કેમ્પસ ખાતે ૬૯૩ અને ગાંધીનગર કેમ્પસ ખાતે ૪૦૫ થઇ કુલ ૧૦૯૮ જેટલી રક્ત ની બોટલો એકત્રિત કરવામાં આવી હતી. રક્તદાન દ્વારા એકત્રિત કરેલ રક્ત બોટલો ને રેડક્રોસ અમદાવાદ ખાતે મોકલી આપવામાં આવી હતી. આ રક્તદાન શિબિરમાં સર્વ વિદ્યાલય કેળવણી મંડળ, કડી સંચાલિત શ્રી એસ. કે. પટેલ આઈ.ટી.આઈમાં ફરજ બજાવતા ઇન્દ્રજીત સોમનાથ રાવલ ને ૭૭ વખત રક્તદાન કરવા બદલ સંસ્થા પરિવારે શાલ ઓઢાડી સન્માનિત કરાયા હતા. સર્વ વિદ્યાલય પરિવાર વર્ષ ૨૦૧૨ થી લઇ ૨૦૨૦ સુધીમાં કુલ ૮૨૫૮ જેટલી રક્તની બોટલો ૯ રક્તદાન શિબિરો દ્વારા એકત્રિત કરી માનવ કલ્યાણ ની સુંદર કામગીરી કરી છે. આ પ્રસંગે સંસ્થાના ચેરમેનશ્રી વલ્લભભાઈ પટેલ,સંસ્થાના મંત્રીશ્રીઓ અને પ્રિન્સીપાલો વિદ્યાર્થીઓને પ્રોત્સાહન પુરૂ પાડવા હાજર રહ્યા હતા.(સર્વ વિદ્યાલય કેમ્પસ,કડી.)

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •