નર્મદા જિલ્લાની વિવિધ શાળાઓમાં ગામની દિકરીઓ ના હસ્તે કરાયું ધવજવંદન. કેવડીયા જીએસએલ પબ્લિક સ્કૂલમાં ગામની દીકરી કર્યું ધ્વજવંદન.

આંતરરાષ્ટ્રીય કલા સાહિત્ય ટેક્નોલોજી બિઝનેસ મનોરંજન લાઇફ સ્ટાઇલ વિશેષ સમાચાર

નાની બેડવાણ ગામની પોલીસ ઇન્સ્પેકટર તરીકે ફરજ બજાવતી દીકરીના હસ્તે કરાવી ધ્વજ વંદન.

રાજપીપળા,તા. 27

રાજ્યના મુખ્યમંત્રીએ પ્રજાસત્તાક દિને ગુજરાત મા ગામ ની દીકરીનું ગામ માં દીકરી ના હસ્તે ધ્વજવંદન કરવા અનુરોધ કરતા નર્મદા જિલ્લામાં પણ પ્રાથમિક શિક્ષણ અધિકારીએ પરિપત્ર કરી ગામની દીકરીના હસ્તે ધ્વજવંદન કરી દીકરીનું સન્માન કરી બેટી બચાવો બેટી પઢાવો અભિયાન આદરવા પરિપત્ર કરતા 26મી જાન્યુઆરીએ દરેક ગામની શાળામાં ગામની દીકરીના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. જેમાં કેવડિયા કોલોની ખાતે ગામની ખુશ્બુ કન્જાલ નામની સ્કૂલ ની અને કેવડીયા ગામની દીકરીના હસ્તે ધ્વજ વંદન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે શાળાના પ્રિન્સિપાલ જ્યોતિ જગતાપે દીકરીનું સ્વાગત અને સન્માન કરી દીકરી નું ગૌરવ વધાર્યું શિક્ષણ ક્ષેત્રે આગળ વધારવા વધવા અનુરોધ કરી શુભેચ્છાઓ પાઠવી હતી.
જ્યારે દેડિયાપાડા તાલુકાના નાની બેડવાણ ગામે ગામની દીકરી પોલીસ ઇન્સ્પેકટર તરીકે ફરજ બજાવતી દીકરીના હસ્તે પ્રાથમિક શાળામાં ધ્વજવંદન કરાયું હતું. નાની બેડવાણની દીકરી અલ્પાબેન ખત્રી કે જેઓ અમદાવાદના રાણીપ ખાતે પોલીસ સબ ઇન્સ્પેકટર તરીકે ફરજ બજાવે છે, તેઓ સામાજિક પ્રસંગે નાની બેડવાણ આવ્યા હતા, ત્યારે નાની બેડવાણ સરપંચ પ્રદ્યુમન વસાવાના આગ્રહને માન આપી અલ્પાબેન ખત્રીએ ધ્વજવંદન કર્યું હતું.

રિપોર્ટ : જ્યોતિ જગતાપ, રાજપીપળા

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •  

Leave a Reply