*શશીકુંજ એકેડમી, સિંધુ ભવન ખાતે યોજાયો ભવ્ય મનો દિવ્યાંગ બાળકો માટે ડાન્સ ઇવેન્ટ.*

આંતરરાષ્ટ્રીય કલા સાહિત્ય ગુજરાત ટેક્નોલોજી બિઝનેસ ભારત મનોરંજન રમત જગત સમાચાર

પ્રિ-પ્રજાસત્તાક દિનની ઉજવણી ના ભાગ રૂપે આજે મનો દિવ્યાંગ બાળકો માટે નો એક ડાન્સ ઇવેન્ટ
શશીકુંજ એકેડમી, સિંધુ ભવન ખાતે યોજાઈ ગયો. જેમાં નવજીવન,, બહેરા – મૂંગા, આશા અને
હેલ્થકેર, સંસ્થાના આશરે ૨૫૦ જેટલા મનોદિવ્યાંગ અને બહેરા – મૂંગા બાળકોએ દેશભક્તિ નાં ગીતો,
આર્મી ડાન્સ, સ્વચ્છતા અભિયાન, સ્પોર્ટ્સ પર ડાન્સ રજુ કર્યા હતા. ગીતગાન, સંગીત વાદન અને ડાન્સ
સભર આ કાર્યક્રમમાં દેશભક્તિ ની ઝલક આ દિવ્યાંગ બાળકો માં જોવા મળી હતી,

દિવ્યાંગ બાળકો ને ગિફ્ટ – ભોજન આપવામાં આવ્યું હતું. ભાગ લેનાર સંસ્થાઓને રોકડ ઈનામ પણ
આપવામાં આવ્યા હતાં. લાઈફ ટાઈમ એચિવમેન્ટ એવોર્ડ – મુંબઈ ખાતે લેનાર ડો.સુભાષ આપ્ટે ને શાલ
ઓઢાડી સન્માનિત કરવામાં આવ્યા હતા તથા નવ જીવન સંસ્થા નું વાર્ષિક અહેવાલનું વિમોચન પણ
કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે બાળકો ને પ્રોત્સાહિત કરવા વેજલપુર વિસ્તાર નાં MLA સાહેબ
કિશોરભાઈ ચૌહાણ, શશીકુંજ નાં ડીરેકટર ભૈરવીબેન, નવજીવન નાં પ્રમુખ ડો.સુભાષ આપ્ટે, સામાજિક
કાર્યકર કોન્ટીબેન શાહ – કલ્ચભાઈ હાજર રહ્યા હતા અને ખુબ જ આનંદ સભર આ કાર્યક્રમ સંપન્ન થયો
હતો.

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •  

Leave a Reply