?ભર ઉનાળામાં પોતાની જાતને ઠંડક આપવા માટેની કેટલીક ઈકો ફ્રેંડલી (પર્યાવરણીય મૈત્રીય ) ટિપ્સ – પ્રિયંકા જોષી ભટ્ટ.

કલા સાહિત્ય ગુજરાત

?
બળબળતા ગરમી માં પરસેવો થવો અને ગરમી લાગવી સ્વાભાવિક છે. તે માટે અનુકૂળ અને આરામદાયીક ઈકો ફ્રેંડલી જીવનની જરૂર છે.??
1. પાણીનો બચાવ કરો?: ઉનાળામાં સખ્ત ગરમીના કારણે વધુ પાણી પીવાનું રાખો, અને પાણીનો વ્યય થતો અટકાવો
યાદ રાખીને તમારા ઘરની બહાર પશુ પંખી માટે તાજું પાણી મુકો.??

2. માટીનું માટલું તથા ફ્રિજ: માટીના માટલામાં પાણીનો સંગ્રહ કરી તેમાંથી જ પાણી પીવાનો આગ્રહ રાખો. કારણકે, માટલા માં પાણી ઝડપથી ઠંડુ થાય છે અને તે સ્વાસ્થ્ય માટે ઉત્તમ છે. ફળ અને શાકભાજી ને પણ માટીમાંથી બનાવેલ ફ્રિજ માં રાખવાનો આગ્રહ રાખો .??

3. ધાબા પર સફેદ રંગ પાથરો: ધાબા પર સારી ગુણવતા વાળો વોટર પૂફ પેઇન્ટ લગાવો,જેથી ઘર નું તાપમાન 5-10 ડિગ્રી ઓછું રહે.?
નોંધ વરસાદ ની માત્ર ના આધારે જરૂર પડે એમ 2-3 વર્ષે સફેદ રંગ પાથરવો.

4. ખસ ખસ ચટાઈ : ખસ ખસની એક વિશેષ લાક્ષણિકતા છે કે, તેમાં થી ગરમ હવા પસાર નથી થતી અને પાણીની વરાળ ને બાષ્પીભવન કરે છે. તેથી જ તે ચટ્ટાઈ ની પાછળ રહેલ વ્યક્તિ ને ઠંડક આપે છે.

5.છાપરાની યોગ્ય ગોઠવણ? : તમારા ઘરની દક્ષિણ -પશ્ચિમ દિશા માં છાપરું લગાવો જેથી ઘરમાં પ્રવેશતા તીખા સૂર્ય પ્રકાશ ને અટકાવી શકાય.

6. કિચેન ગાર્ડન અને ઇન્ડોર પ્લાન્ટસ?: આપણા ઘરની પાછળ ઓર્ગેનિક શાકભાજી ઉગાવી શકાય, તેમાં ખાતર તરીકે ભીના કચરા માંથી બનાવેલ કંપોસ્ટ નો ઉપયોગ કરવો.ઘરની અંદર સુશોભન સાથે યોગ્ય છોડ ની પસંદગી કરવી જેને ઓછા સૂર્ય પ્રકાશ , પાણી અને તાજી હવાની ઓછા માં ઓછી જરૂરિયાત હોય.

7. પાણી નો છંટકાવ❄: r . o માંથી બહાર નીકળતા પાણી નો બાગડ ના કરવો. તેનો સંગ્રહ કરીને ઘરની બહાર તમેજ ધાબા પર છાંટવું તેના થી પણ તાપમાન ઘટાડી શકાય છે. જો ઘર ની થોડી વધારે જગ્યા હોય તો ફુવારો રાખી તેમજ પાણી માં ઉગતી વનસ્પતિ રાખો ,તેનાથી આસપાસ નું તાપમાન ઘટાડી ને પંખા અને આ.સી. ની જરૂર ઓછી કરે છે.

8.ઉનાળા માં કપડાં?: હળવા રંગ ના અને ગરમી સામે રક્ષણ આપે તેવા જ રેસાઓ ના બનેલા કપડાં કે : ખાદી, કોટ્ટન , લેનિન અને કેળા માંથી બનાવેલ પહેરવાનો આગ્રહ રાખો.

ખાસ ધ્યાન રાખો : ઈકો ફ્રેંકપડાં ની ખાતરી કરવા ઈકો લેબલ્સ ખાતરી કરીને જ લેવા.

9. વાહન ને યોગ્ય રીતે બંધ કરો?: ટ્રાફિક સિગ્નલ પર એન્જિને ને બંધ કરો , ગ્રીન થવાની 10 સેકન્ડ પેહલા એન્જિન ચાલુ કરો અને આ ખુબ સરળ અને સાદો ઉપયાય પ્રદુષણ અટકવાનો છે. નજીકમાં જવા માટે સાયકલનો જ ઉપયોગ કરો. સૌથી શ્રેષ્ઠ તમારા પગ છે તેથી ચાલવાનું રાખો.

10. કુદરતી રીતે સૂકવવા દો: ઘર ની બાહર દોરી લગાવી કપડાં સૂકવાવનો આગ્રહ રાખો વીજળી નો ઉપયોગ ટાળો

11. પ્લાસ્ટિક ને ના કહો: ઘરની બાહર નીકળતા વખતે પાણીની માટી / તાંબા / સ્ટીલ ની પુનઃ ઉપયોગ કરી શકાય તેવી બોટલ લઈને જ જવાની આદત પાડો. તમારી સાથે એક કાપડ ની થેલી રાખો. માત્ર એક જ વાર ઉપયોગમાં લેવાતા પ્લાસ્ટિકનો સખત વિરોધ કરો. ????
12. ઈકો ફ્રેંડલી પગરખાં? : પગરખા ઉદ્યોગ ને સૌથી વધુ પર્યાવરણ માટે હાનિકારક માનવામાં આવે છે. પર્યાવરણને ધ્યાન માં રાખી પસંદગી કરો
13.ઈકો ફ્રેંડલી કોસ્મેટિક્સ???: ગરમી થી બચવા માટે હાનિકારક કુત્રિમ કોસ્મેટિક્સ નો ઉપયોગ ટાળો અને તમારા અનુકૂળ ક્રીમ/શેમ્પૂ/કન્ડિશનર ઘરે જાતે જ બનાવો
યાદ રાખો: જો બહાર થી કોસ્મેટિક્સ લઇ રહ્યા હોવ તો તેની પાછળ લખેલા ઇન્ગ્રેડીએંટ ધ્યાન થી વાંચો।
14. સૂર્ય કૂકર નો ઉપયોગ ?:ઉનાળા માં સવારે અને સાંજે સૂર્યના ઓછા તડકા માં રસોઈ શૈલી વિકસાવો.

15. ઇલેક્ટ્રોનિક ઉપકરણ ને અનપ્લગ કરો ?: કામ વગર સ્વિચ બંધ રાખો, રાત્રી દરમિયાન મોબાઈલ, tv , computre ને સંપૂણ રીતે બંધ કરો અને ચાર્જિંગ માંથી પણ કાઢી લો.
ધ્યાન રાખો: ઉનાળા માં આગ લાગવાના બનાવ ખુબ જ બનતા હોય છે માટે શકાય તેટલું કુદરતી વાતાવરણ માં રહો- બારી અને બારણા સવારે અને સાંજે ખુલા રાખો.

16.ખોરાક???? : ઉનાળા માં કુદરતી રીતે ઠંડક આપતા પારંપરિક પીણાં અને ખોરાક લેવો . બહાર ના કુત્રિમ મસાલા વાળા ખોરાક થી દૂર રહો

17.પ્રવાસ??‍♂ :કુદરતને માણી શકાય તેવી જગ્યાને પસંદ કરો.
a . સ્થાન : તમારા ઘર થી નજીક અથવા સરળતા થી પહોંચી શકાય તેવી જગ્યાની પસંદગી કરો
b .પરિવહન:ફ્લાઈટ ના બદલે ટ્રેન અથવા પબ્લિક ટ્રાન્સપોર્ટ સૌથી ઉત્તમ વિક્લપ છે
c .રહેઠાણની પસંદગી: ઈકો ફ્રેંડલી હોટેલ ની જ પસંદગી કરવી જેનાથી પ્રવાસ નો આનંદ લઇ શકાય
d જવાબદારી ઉપાડો: પર્યાવરણ ને નુકશાન ના પહોંચાડો કે ના પોંહચાડવા દો. એવી પ્રવૃત્તિ માં ભાગ લો જે તમને કુદરત ની વધુ નજીક લઇ જાય.

જેટલુ કુદરત ની નજીક જઈશું એટલું જ કંઈક મેળવીશું. -પ્રિયંકા જોષી ભટ્ટ.

TejGujarati
 • 6
 •  
 •  
 •  
 •  
 •  
  6
  Shares
 • 6
  Shares